આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

સાંજે અને રાત્રિના સમયે ઉમરેઠ બસ સ્ટેશનમાં આવ્યા વગર એસ.ટી બસ બારોબાર નિકળી જતા મુસાફરો પરેશાન.


  •  મુસાફરોએ બસ સ્ટેશન બહાર ઉભું રહેવું પડે છે.

ઉમરેઠ બસ સ્ટેશન પર મુસાફરોલક્ષી સેવાઓ સદંતર અભાવ હોવાને કારણે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ ઉમરેઠ બસ સ્ટેશન પર નિયત કરેલા પ્લેટફોર્મ પર બસ ન ઉભી રહેતી હોવાના કારણે મુસાફરોએ બસ જ્યાં ઉભી રહે ત્યાં બસની પાછળ દોડા દોડી કરવી પડે છે ઉપરાંત ઉમરેઠ બસ સ્ટેશનમાં મુકવામાં આવેલા પંખા મોટાભાગે બંધ હોવાને કારણે મુસાફરો ગરમીમાં શેકાઈ રહ્યા છે.

આટલી મુશ્કેલીઓ ઓછી હોય તેમ હજૂ ઉમરેઠ બસ સ્ટેશન પર મુસાફરોને વધુ મુશ્કેલીઓ પડી રહી છે. સાંજે સાંત થઈ આવતી મોટા ભાગની બસ ઉમરેઠ બસ સ્ટેશનમાં પ્રવેશ કર્યા વગર બારોબાર જતી રહે છે જેથી જે તે બસની રાહ જોતા મુસાફરો આખરે મુસાફરીથી વંચિત રહી જાય છે અને ડાકોર ડેપોમાં જઈ અન્ય બસ પકડવાનો વારો આવે છે. ઉમરેઠ બસ સ્ટેશનમાં રાત્રિના સમયે પુરતી સ્ટ્રીટ લાઈટની પણ વ્યવસ્થા નથી,આ ઉપરાંત બસ સ્ટેશનામાં બસ ન આવતી હોવાને કારણે મુસાફરો બસ સ્ટેશન બહાર હાઈ-વે પર પોતાના જીવના જોખમે બસ ની રાહ જોવા મજબુર બની ગયા છે. રણીધણી વગરના ઉમરેઠ બસ સ્ટેશન પર બસ ડ્રાઈવરો નિયમિત સાંજના અને રાત્રીના સમયે બસ લઈને આવે તેમ મુસાફરો લાગણી સાથે માગણી કરી રહ્યા છે.

પ્લેટફોર્મની ડીઝાઈન સમસ્યાનું કેન્દ્ર..!

ઉમરેઠ બસ સ્ટેશન સી આકારનું છે બસ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે સામેની બાજૂએ વિવિધ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જેને કારણે બસ સ્ટેશનમાં બસ પ્રવેશ કરે તો બસને ઉલ્ટી દીશામાં ડ્રાઈવરે ફરાવી પડે છે અને રીવર્સ કરી તે નિયત પ્લેટફોર્મ પર બસ લઈ જઈ શકે છે આ માટે સમય બગડે છે અને અકસ્માતનો ભય રહે છે જેથી ડ્રાઈવરો નિયત પ્લેટફોર્મની જગ્યાએ બસ લઈ જવાની બદલે પોતાની મનમાની થી જ્યાં યોગ્ય લાગે ત્યાં બસ ઉભી રાખે છે જેને કારણે મુસાફરોએ બસ જ્યાં ઉભી હોય ત્યાં દોડીને જવું પડે છે.

પ્લેટફોર્મની પૂનઃગોઠવણી કરવાની જરૂર.

બસ સ્ટેશનની ડીઝાઈન બદલી બસ સ્ટેશનની જમણી બાજૂ વડોદરા – આણંદ અને નડિયાદ તરફ જતી બસ ઉભી રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ડાબી બાજૂ ડાકોર તરફ જતી બસના પ્લેટફોર્મ નિયત કરવામાં આવે તો જ ઉમરેઠના બસ સ્ટેશન પર મુસાફરોની સમસ્યા દૂર થાય તેમ છે તેમ જણાવતા બસના ડ્રાઈવરોએ જણાવ્યું હતુ કે પ્લેટફોર્મની પૂનઃ ડાબી તેમજ જમની બાજૂ ગોઠવણી થાય તો જ સદર સમસ્યા દૂર થઈ શકે તેમ છે.

એસ.ટી.તંત્રનું અક્કડ વલણ

ઉમરેઠ બસ સ્ટેશનમાં પડતી વિવિધ મુશ્કેલીઓને લઈ ડાકોર ડેપો મેનેજર સહીત ઉચ્ચ કક્ષાએ ઉમરેઠના જાગૃત જનોએ લેખિતમાં રજૂઆતો કરી હતી આ ઉપરાંત ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) દ્વારા ઉમરેઠના બસ સ્ટેશનમાં પ્લેટફોર્મની વ્યવસ્થીત ગોઠવણી અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે સમયે એસ.ટી તંત્ર દ્વારા માત્ર પ્લેટફોર્મના નામ આપી વાત ઉંચી મુકવામાં આવી હતી પરંતુ મૂળ સમસ્યા હજૂ ઠેરની ઠેર જ રહી છે.આ ઉપરાંત એસ.ટી.તંત્રના ઓનલાઈ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ પણ કરી હોવા છતા પરિનામ શુન્ય આવ્યું છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: