આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમમાં ધાર્મિક,આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા


નવા સભ્યોને પ્રવેશોત્સવ નિમિત્તે આવકાર અપાયો

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ ખાતે તાજેતરમાં ધાર્મિક તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ નવા સભ્યોને સિ.સિ.ફોરમમાં પ્રવેશ આપી તેઓનો આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉમરેઠ બ્ર.કુમારી સંસ્થાના અર્પિતાબેન,સ્વામિનારાયણ સંપ્રદાયના સંત, સિ.સિ ઉમરેઠના પ્રમુખ સી.ડી.કાછીયા તેમજ સહમંત્રી ગોપાલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું. ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા વચનામૃત કરવામાં આવ્યુ હતુ જેનો સંસ્થાના સભ્યોએ લાભ લીધો હતો જ્યારે આરોગ્યલક્ષી કાર્યક્રમના ભાગરૂપે પ્રાકૃતિક ચિકિત્સક ર્ડો.રાજૂભાઈ ઠક્કરે કફ,વાયુ અને પિત્તના રોગો સામે રક્ષણ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ અને તેનાથી પડતી તકલીફને દૂર કરવા માટે સુચણો કર્યા હતા. સમગ્ર સમારોહનું સમાપન પૂર્વ મંત્રી ગોપાલભાઈ શાહએ કર્યુ હતુ અને સૌ કોઈ ઉપસ્થિત સભ્યો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહને સફળ બનાવવા માટે સુરેશભાઈ શાહ અને સિ.સિ ફોરમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: