આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

આણંદમાં ભાજપનો વિજય – કેન્દ્રમાં ભાજપની સરકાર


  • ૧૯૮૯માં નટુભાઈ પટેલ અને ૧૯૯૯માં દિપકભાઈ પટેલ ભાજપ માંથી જીત્યા હતા ત્યારે કેન્દ્રમાં પણ બીન કોગ્રેસી સરકાર હતી

આણંદમાં જે જીતે તે પક્ષની કેન્દ્રમાં સરકાર રચાય તેવી માન્યતા ચરોતરના રાજકારણમા છેલ્લા કેટલાય વર્ષેથી પ્રવર્તમાન બની હતી. તાજેતર માંજ ભાજપના રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદીયાએ પણ નિવેદન કર્યું હતુ કે જો આણંદ બેઠક ભાજપના હાથમાં આવશે તો દિલ્હી પણ દૂર નથી.આણંદ બેઠક પરથી જ્યારે પણ ભાજપ જીત્યું છે ત્યારે દિલ્હીમાં બીન કોગ્રેસી સરકાર રચાઈ છે.૧૯૮૯માં ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ આણંદ બેટક ઉપરથી વિજેયતા થયા હતા તે સમયે કેન્દ્રમાં વી.પી.સિંહના નેતૃત્વમાં બીન કોગ્રેસી એટલે કે જનતા દળની સરકાર આવી હતી. જે લગભગ એક વર્ષ સુધી કાર્યરત થઈ હતી. બીજી બાજૂ આણંદ બેઠક ઉપર ૧૯૯૯માં ભાજપના દિપકભાઈ પટેલ(સાથી)નો વિજય થયો હતો ત્યારે પણ કેન્દ્રમાં બીન કોગ્રેસી સરકાર આવી હતી તે સમયે પ્રધાનમંત્રી પદે અટલબીહારી બાજપાઈ બિરાજ્યા હતા. આમ ઈતિહાસ ઉપર નજર કરીયે તો જ્યારે આણંદ બેઠક ઉપર કોગ્રેસનો પરાજય થયો છે ત્યારે દિલ્હીમાં પણ બીન કોગ્રેસી સરકાર રચાય છે, જ્યારે લોકસભા ૨૦૧૪માં આણંદ બેઠક પરથી ભાજપના દિલીપભાઈ પટેલનો વિજય થયો ત્યારે દિલ્હીમાં ભાજપના નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે.

ઉમરેઠ શહેર ભાજપ દ્વારા વિજયોત્સવ

આણંદ બેઠક છેલ્લા કેટલાય વર્ષોથી કોગ્રેસ પાસે રહેતી હતી જે આજે ભાજપે આંચકી લીધી હતી. ભાજપના ઉમેદવાર દિલીપભાઈ પટેલે કોગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સામે વિજય મેળવ્યો હતો. વિજયને વધાવવા માટે સમગ્ર આણંદ જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા ઠેર ઠેર વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સમયે ઉમરેઠમાં પણ ઉમરેઠ શહેર ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી. નગરના પંચવટી વિસ્તાર તેમજ વાંટા વિસ્તારમાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા અને આણંદ બેઠક ઉપર ભાજપની ઐતિહાસિક જીત વધાવી હતી.

ઉમરેઠ વિધાનસભા માંથી ભાજપને ૫૧૧૭ની લીડ – સુજલ શાહ શહેર ભાજપ પ્રમુખ

ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ વિધાનસભા માંથી ભાજપને ૫૧૧૭ મત કોગ્રેસ કરતા વધારે મળ્યા હતા. તેઓએ ઉમેર્યુ હતુ કે ગત ચુંટણીમાં કોગ્રેસને ઉમરેઠ વિધાનસભા માંથી ૧૧,૦૦૦ મત વધારે મળ્યા હતા જે લીડ તોડી હાલમાં ભાજપે ૫૦૦૦ થી વણ વધુનો લીડ મેળવ્યો જે પ્રશંશાને પાત્ર છે તેઓએ ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: