આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના રામ તળાવનું અઢી કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાશે.


 • બોટીંગ સહીત તળાવની ફરતે વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે.

“અચ્છે દીન આને વાલે હૈ” સુત્ર ખરેખર ઉમરેઠના લોકો માટે સત્ય પૂરવાર થવા જઈ રહ્યું છે એક તરફ ઉમરેઠમાં નવા રસ્તાઓ બની રહ્યા છે ત્યારે બીજૂ બાજૂ ઉમરેઠમાં હરવા ફરવાના સ્થળની કમી દૂર કરવા નગરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ રામ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે આ માટે અંદાજીત અઢી કરોડનો ખર્ચ કરવામાં આવશે તેમ જણાવતા ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, નગરમાં હાલમાં હરવા ફરવા માટે બાગ બગીચા નથી જેથી ઉનાળાના સમયમાં સાંજે હરવા ફરવા માટે રામ તળાવ આવનારા દિવસોમાં નગરજનો માટે શ્રેષ્ઠ પુરવાર થશે. તેઓએ ઉમેર્યું હતુ કે તળાવની ફરતે વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે જેથી મોર્નિંગ વોક માટે યુવાધન અહીયા આવી શકે આ ઉપરાંત સદર તળાવ ફરતે વૃધ્ધો માટે બેસવાની સુવિધ સહીત લાઈટીંગ ટ્રી તેમજ બગીચો પણ આકાર પામશે. રામ તળાવ પર પ્રવેશ કરવા માટે ત્રણ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે અને પ્રવેશ પણ મફત રહેશે.વધુમાં છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠના તળાવોનું બ્યુટીફીકેશન કરવાની જરૂર હોવાનું નગરજનો માંગ કરી રહ્યા હતા. આખરે નગરના રામ તળાવના બ્યુટીફીકેશનનું કામ શરૂ થઈ જતા નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. નવનિર્મિત તળાવમાં બોટીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી નગરજનો બોટીંગનો આનંદ પણ ઉમરેઠ માંજ લઈ શકશે. બાગ-બગીચા અને ફુંવારાથી સજ્જ ઉમરેઠનું રામ તળાવ આવનારા દિવસોમાં મીની કાંકરીયા લેકનું બીરૂદ મેળવે તો નવાઈ નહી..! ઉમરેઠના નગરજનો સદર પ્રોજેક્ટ શક્ય હોય તેટલો જલ્દી પૂર્ણ થાય તેની વાટ જોઈ રહ્યું છે.

ગૌરીવ્રતમાં લોકોએ રેલ્વે ટ્રેક પર ફરવા નહી જવું પડે – સંજય પટેલ, પ્રમુખ

ઉમરેઠમાં ગૌરી વ્રત દરમ્યાન રેલ્વે ટ્રેક પર ફરવા જવાની વર્ષોથી પરંપરા છે. નગરમાં બાગ બગીચા ન હોવાને કારણે સદર પ્રથા વર્ષોથી ચાલી આવી છે,નગરમાં રામતળાવનું બ્યુટીફીકેશન થશે ત્યાર બાદ લોકો ગૌરીવ્રત દરમ્યાન પીકનીક માટે સદર સ્થળ નગરજનો માટે લોકપ્રિય થશે અને રેલ્વે ટ્રેક પર જીવના જોખમે યુવતિઓ અને બાળકોએ ફરવા નહી જવું પડે.

2 responses to “ઉમરેઠના રામ તળાવનું અઢી કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાશે.

 1. PANKAJ SHAH May 8, 2014 at 5:53 pm

  Nice,& hope the dream come true at the earliest……& the main thing as Mr.Sanjay Patel said that the entry will be free…..& not like Ahmedabad Kankaria.

  PANKAJ SHAH
  UMRETH /BARODA

  Like

 2. jashu patel May 8, 2014 at 8:15 pm

  Good ….keep it up sanjay kumar
  We will do..We can do…Next target suddh paani……..

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: