આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠની બેંક ઓફ બરોડામાં સિક્યુરીટી ગાર્ડ પણ નથી…!


ભૂતકાળમાં બેંક માંથી તેમજ બેંક બહારથી ચીલઝડપના બનાવ બન્યા હતા.

ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો નગરની બેંક ઓફ બરોડામાં ખાતા ધરાવે છે તેમજ વહેપારીઓ રોજબરોજના પોતાના બેંકીગને લગતા કાર્યો માટે બેંકમાં આવતા હોય છે. કેટલાક મોટા વહેપારીઓ તો લાખ્ખોની રકમ લઈ બેંકમાં જમા કરાવવા કે રૂપિયા ઉપાડવા આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી નગરની સદર બેંકમાં સિક્યુરીટી ગાર્ડ ન હોવાને કારણે વહેપારીઓ સહીત ખાતેદારો ભયના ઓથા નીચે બેંકમાં રોકડ વહેવાર કરે છે.નગરજનોના જણાવ્યા મુજબ ઉમરેઠની બેંક ઓફ બરોડામાં મુખ્ય દરવાજા ઉપર સિક્યુરીટી ગાર્ડ ન હોવાને કારણે ચીલઝડપ કરનારાઓને મોકળું મેદાન મળી જાય છે. બેંક ઓફ બરોડા ખરાદી કોઢ વિસ્તારમાં આવેલ છે અને આ વિસ્તાર માંથી કાછીયાવાડ સાંકળી ગલી માંથી સીધુ હાઈ-વે રોડ ઉપર નિકળી જવાય છે જેથી જો કોઈ ચીલ ઝડપ કરનાર વ્યક્તિ પોતા કાર્યમાં સફળ થાય તો તેને પકડવો પણ મુશ્કેલ બની જાય છે. થોડા મહીનાઓ અગાઊ જ બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિની થેલીમાં બ્લેડ મારી શંકાસ્પદ મહિલા દ્વારા રોકડની ચીલઝડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ મહિલા નિષ્ફળ જતા બેંક માંથી સફળતા પૂર્વક ભાગી છુટી હતી આવા સમયે જો બેંકના મુખ્ય દરવાજા ઉપર સિક્યુરીટી ગાર્ડ હોત તો આ મહીલા પકડી પણ શકાઈ હોત તેમ પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે. આ સિવાય બેંક બહારથી પણ એક તમાકૂના વહેપારીના રૂપિયાની ઉઠાંતરી ભૂતકાળમાં થઈ હતી આવા બે કિસ્સા ભૂતકાળમાં બન્યા હોવા છતા પણ નગરની બેંક ઓફ બરોડાના મુખ્ય દરવાજે સિક્યુરીટી ગાર્ડ ન હોવાથી લોકોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે અને ઉઠાવગીરો માટે મોકળૂં મેદાન બની ગયું છે.

 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: