આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પંચદશાબ્દિ મહોત્સવ ઉજવાશે.


તા.૨૦/૩/૨૦૧૪ થી તા.૨૬/૩/૨૦૧૪ સુધી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પંચદશાબ્દિ મહોત્સવ પ.પુ.સ.ગુ.સ્વા.શ્રી રઘુવીરચરણદાસજીના અદ્યક્ષ સ્થાને તેમજ ગુરૂકૃપાકાંક્ષી જ્ઞાનવૃધ્ધ પાર્ષદવર્ય શ્રી કાન્તિભગતજીની પ્રેરણાથી, અ.નિ.પ.ભ. શ્રી શાંતિલાલ નારણજી મહેતા પરિવારના યજમાન પદે તા.૨૦ માર્ચ થી તા.૨૬ માર્ચ સુધી યોજાશે. આ પ્રસંગે વેદ વ્યાસજી વિરચીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તા પદે સ.ગુ.સ્વામી શ્રી રઘુવીરચરણદાસજીના શિષ્ય પુજારી સ્વામી શ્રી દિવ્યપ્રકાશજી તથા શા.સ્વામી શ્રી હરિગુણદાસજી બિરાજી ગીત સંગીતના સુર સાથે કથાનું રસપાન કરાવશે. સમગ્ર મહોત્સવની વેદોક્તવિધિ ઉમરેઠ નિવાસી શ્રીહરિ સમકાલીન વેદ પુરુષ શ્રીહરિશરર્માના વંશજ ગુજરાત સરકાર સન્માનીત જ્યોતિષાચાર્ય શ્રી જગદીશભાઈ શુક્લ કરાવશે તેમ શ્રી સાધુ રામાનુજદાસએ ટાંક્યુ હતું.

આ દિવ્ય પ્રસંગે પોથીયાત્રા તા.૨૦.૩.૨૦૧૪ને ગુરૂવારના રોજ પ.ભ.શ્રી વિક્રમપ્રસાદ ઘનશ્યામપ્રસાદ શુક્લના નિવાસસ્થાને થી નિકળશે અને કથા સ્થળ એસ.એન.ડી.ડી મેદાન ખાતે પહોંચશે. આ ઉપરાંત તા.૨૧ માર્ચે સવારે ૬ થી સાંજના ૯ કલાલ સુધી અખંડધુન, તા.૨૨ માર્ચે સવારે ૮ કલાકે યજ્ઞ. તા.૨૩ માર્યે સવારે ૧૧.૩૦ કલાકે રામ જન્મોત્સ તથા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે. તા.૨૪ માર્ચે સાંજે ૫.૩૦ કલાકે ઠાકોરજીને સુવર્ણથી તોલવામાં આવેશે તેમજ સાંજે ૮ કલાકે સ.ગુ.ગોપાળાનંદ સ્વામી તથા નંદ સંતોનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨ માર્ચ સવારે ૮ કલાકે મહાપુજા,બપોરે ૩.૩૦ કલાકે શોભાયાત્રા અને તા.૨૬ માર્ચે સવારે ૬ કલાકે અભિષેક દર્શન બપોરે ૧૨ કલાકે અન્નકુટ દર્શનનો ભક્તોને લાભ મળશે. તા.૨૬ માર્ચે સવારે ૧૦.૩૦ કલાકે કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિર્તન આરાધના, રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સત્સંગ હાસ્યરસનું આયોજન કરવામાં આવ્યું છે.

સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

પંચદશાબ્દિ મહોત્સવ નિમિત્તે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા.૨૩.૩.૨૦૧૪ને રવીવારના રોજ સવારે ૯ કલાકે કરવામાં આવ્યેલ છે. આ સમયે તમામ રોગને લગતા વિવિધ નિષ્ણાંત ર્ડોક્ટરો પોતાની સેવા આપશે જેનો લાભ લેવા લાગતા વળગતા ભક્તોને એક યાદીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના કાર્યકરોએ જણાવેલ છે.

વેબ સાઈટ દ્વારા સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ

પંચદશાબ્દિ મહોત્સવનો દિવ્ય નજારો ઉમરેઠ સહીત દેશ-વિદેશમાં વસતા ભક્તો સરળતાથી લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રશાશન દ્વારા વેબ સાઈટના માધ્યમથી કથા સહીત પંચદશાબ્દિ મહોત્સવ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ વેબસાઈટ www.sntemoleumreth.com ઉપર કરવામાં આવશે. જે ભક્તો રૂબરૂ મહોત્સવનો લાભ ન લઈ શકે તેઓને સદર વેબસાઈટથી દર્શન સહીતના ધાર્મિક કાર્યક્રમનો લાભ મળી શકશે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: