આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના મુસ્લીમ કાઉન્સીલર મહાદેવનો સ્વખર્ચે જીર્ણોધ્ધાર કરાવશે…!


  • કોમી એકતાની અનોખી મીશાલ

મજહબ નહી સીખાતા આપસમેં બૈર રખના , જી હા કોઈ પણ ધર્મ બીજા ધર્મ સાથે વેર ઝેર રાખવાનું શિખવતો નથી, છતા પણ કેટલાક રાજકીય લોકો પોતાની રાજકીય રોટલી શેકવા માટે હિન્દુ અને મુસ્લીમ લોકો વચ્ચે વેરઝેર ફેલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક તટસ્થ અને ધર્મથી ઉપર રહી બિન સાપ્રદાયીક વલણ ધરાવતા નેતાઓ ધર્મ કે જ્ઞાતિવાદથી દૂર થઈ પોતાના કાર્યો કરતા રહે છે, આવીજ રીતે ઉમરેઠના વોર્ડ નં.૩ના કાઉન્સીલર અલ્તાફ મલેકે ધર્મના ભેદભાવને ભુલી વર્ષોથી ખંડેર હાલતમાં પડેલા વડાબજારના મલાવ તળાવના કિનારે આવેલા પંચમુખેશ્વર મહાદેવના જીર્ણોધ્ધારની જવાબદારી સ્વખર્ચે ઉપાડી લીધી છે, જેના ભાગરૂપે તાજેતરમાં શ્રીફળ વધેરી આ મહાદેવના રીનોવેશનું કાર્ય શરૂં કરવામાં આવ્યું હતું. આ મહાદેવ મુખ્ય રસ્તાની અંદરની બાજૂએ આવેલ હોવાથી આ મહાદેવના રખરખાવમાં કાળજી રાખવામાં આવતી ન હતી. હિન્દુ સમાજન કેટલીક જ્ઞાતિમાં મરણ થયું હોય ત્યારે આ મહાદેવની બાજૂમાં આવેલ ઓરા ઉપર સરાવવાની ક્રિયા પણ થાય છે છતા પણ આ મહાદેવની સતત ઉપેક્ષા થઈ રહી છે, ત્યારે આવા સમયે ઉમરેઠના વોર્ડનં.૩ના કાઉન્સીલર અલ્તાફ મલેકે મહાદેવના જીર્ણોધ્ધારની જવાબદારી લઈ લેતા સમગ્ર ઉમરેઠ પંથકમાં તેઓની પ્રશંશા થઈ રહી છે. એક તરફ માત્ર વોટબેંક તરીકે હિન્દુ મુસ્લીમ કોમનો ઉપયોગ કરતા નેતાઓ પણ આવીજ રીતે બિનસાંપ્રદાયીક વલણ દાખવતા થશે ત્યારે જ ખરા અર્થમાં હિન્દુ મુસ્લીમ ભાઈ-ભાઈનો નારો સાર્થક થશે.

2 responses to “ઉમરેઠના મુસ્લીમ કાઉન્સીલર મહાદેવનો સ્વખર્ચે જીર્ણોધ્ધાર કરાવશે…!

  1. Bhavesh Patel March 13, 2014 at 7:34 pm

    Dear …Mr.Vivek..
    I hope this is not a political game.

    Like

    • VIVEK DOSHI March 14, 2014 at 1:55 pm

      શ્રી ભાવેશભાઈ, અલ્તાફભાઈ વોર્ડ નંબર ત્રણનું પ્રતિનિધિત્વ કરે છે અને મહાદેવ વોર્ડ નં.૧માં રીનોવેશન કરાવે છે બીજૂ વોર્ડ નંબર ત્રણમાં પણ હિન્દુઓના વધારે વોટ નથી કે જેથી તેઓની હારજીતને અસર પડે તે માટે મારું અંગત માનવું છે કે આમાં કોઈ રાજકિય લાભ લેવાનો ઈરાદો નથી અને હોય તો પણ મુસ્લિમ દ્વારા મહાદેવનો જીર્ણોધ્ધાર થાય તે સૌથી મોટી સકારાત્મક બાબત છે… લાગ્યું તે લખ્યું..!

      Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: