આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક તેમજ સંતરામ માધ્યમિકશાળાનો સાંસ્કૃતિકોત્સવ ઉજવાશે.


ઉમરેઠ નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળા તેમજ શ્રી સંતરામ માધ્યમિક શાળાના ૧૬ વર્ષ પૂર્ણ થતા શાળાના બાળકોમાં રહેલ આંતરીક કૂનેહ બહાર લાવવા માટે સાસ્કૃતિક કાર્યક્રમનું શૈલેષભાઈ જોષી(સીવીલ જજ, ભદ્ર- અમદાવાદ)ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજેલ સમારોહમાં આશિર્વચનદાતા શ્રી ગણેશદાસજી મહારાજ (સંતરામ મંદિર, ઉમરેઠ), મુખ્ય મહેમાન પદે મૌલીકભાઈ દવે(ઉદ્યોગપતિ),ભૂષણભાઈ ભટ્ટ(ધારાસભ્ય-ખાડીયા), લાલસિંહ વડોદીયા(સંસદ-રાજ્યસભા)જયંતભાઈ પટેલ બોસ્કી (ધારાસભ્યશ્રી ઉમરેઠ),સંજયભાઈ પટેલ (પ્રમુખ ઉ.ન.પાલિકા), તેમજ અતિથિ વિશેષ પદે આર.જે.શાહ (ગુ.હા.કોર્ટ) અને મિલનભાઈ વ્યાસ અને ઘનશ્યામભાઈ પરમાર ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૬ વર્ષથી ઉમરેઠ નગરપાલિકા દ્વારા પ્રાથમિકશાળાનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે, આ શાળામાં નગરના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી રહ્યા છે, સદર શાળાના માધ્યમિક વિભાગને અદ્યતન બનાવવા ભુતકાળમાં શ્રી સંતરમ મંદિર ઉમરેઠ ધ્વારા સાથ સહકાર મળ્યો હતો જે આજે પણ અવિરત ચાલું જ છે.

One response to “ઉમરેઠ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક તેમજ સંતરામ માધ્યમિકશાળાનો સાંસ્કૃતિકોત્સવ ઉજવાશે.

  1. sanjay shah February 24, 2014 at 2:07 pm

    સૌ પ્રથમતો આ સોળમાં વાર્ષિક પ્રસંગે ખુબ ખુબ અભિનંદન. ઉમરેઠનાં વિદ્યાર્થીઓં સારું પાયાનું શિક્ષણ મેળવે તે ખુબ જ જરૂરી છે અને ઉમરેઠ નગરપાલિકાએ આ જવાબદારી ઉઠાવી છે તે પણ ખુબ સરાહનીય છે. આ સ્કૂલનાં વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ.   Dr. Sanjay M. Shah Director S V Institute of Computer Studies KADI – 382 715. (North Gujarat)

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: