આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના વોર્ડનં.૯ની પેટા ચુંટણી – ભાજપ માટે પ્રતિષ્ઠા,તો અપક્ષ માટે અસ્તીત્વનો જંગ..!


 ભાજપના પ્રકાશભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર કીરણ પટેલ વચ્ચે સીધો જંગ

ઉમરેઠમાં પ્રવર્તમાન રાજનીતીને કારણે વોર્ડ નં.૯ની પેટા ચુંટણી ઉપર સૌ કોઈની નજર છે. હાલમાં ઉમરેઠ નગરપાલિકામાં સત્તાપક્ષ કયો અને વિપક્ષ કયો તેને લઈને અસમંજસનો દોર બરકરાર છે. હાલના પાલિકા પ્રમુખ સંજપભાઈ પટેલ અને ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેક વોર્ડ નં.૯ની પેટા ચુંટણીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલના સમર્થનમાં તેઓનું ઉમેદવારી પત્ર ભરવાના સમયે હાજર રહ્યા હતા ત્યારે બીજી બાજૂ આજ પ્રમુખ અને ઉપ પ્રમુખના ટેકેદારો અપક્ષ ઉમેદવાર કીરણ પટેલને ચુંટની જીતાડવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે ભાજપ સહીત મતદારો અસમંજસની પરિસ્થિથીમાં મુકાઈ ગયા છે, કોણ કયા પક્ષ તરફી વલણ ધરાવે છે તે યક્ષ પ્રશ્ન છે.

વધુમાં ઉમરેઠના વોર્ડ નં.૯ના ભાજપ સભ્ય દિલીપભાઈ પટેલના રાજીનામા બાદ ખાલી પડેલ બેઠક માટે તા.૨૨/૯/૨૦૧૩ના રોજ પેટા ચુંટણી યોજાશે. સદર પેટા ચુંટણીમાં ભાજપ તરફથી ઉમરેઠના વોર્ડ નં.૨ના પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રકાશભાઈ પટેલે અને અપક્ષ ઉમેદાવર કીરણભાઈ પટેલ વચ્ચે સીધો જંગ થશે. વોર્ડ નં.૯ પહેલે થી ભાજપ માટે ગઢ સમાન છે. અત્યાર સુધી મોટા ભાગે ભાજપની જ પેનજ વોર્ડ નં.૯માં વિજેયતા બની છે. વોર્ડ નં.૨ના દિગ્ગજ કહેવાતા અને હાલમાં ભાજપના મહામંત્રી પદે વરણી પામેલ ઉમેદવાર પ્રકાશભાઈ પટેલના સમર્થનમાં વોર્ડ નં.૯ના અરવિંદ પટેલ સહીતના ભાજપના નેતા કોઈ કસર રાખ્યા વગર પ્રચાર અભિયાનમાં વ્યસ્ત થઈ ગયા છે, જેથી ભાજપ આ પેટા ચુંટણીમાં વિજય થવા માટે આશાવાદી બન્યું છે.

એક તરફ વોર્ડ નં.૨ના વ્યક્તિને ભાજપ દ્વારા વોર્ડ નં.૯માં પેટા ચુંટણી માટે આગળ કરવામાં આવ્યો હોવાથી અપક્ષ ઉમેદવાર કિરણ પટેલ સદર મુદ્દે મતદારોને પોતાની તરફ વાળવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ઉપરાંત તેઓને નગરપાલિકાના ભાજપ વિરોધી સભ્યોનું પણ સમર્થન પ્રાપ્ત થયેલ છે. અપક્ષ ઉમેદવાર કિરણ પટેલ સ્થાનિક ઉમેદવાર હોવાથી ભાજપને ટક્કર આપશે તેમ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે. આ ઉપરાંત કીરણ પટેલ પ્રથમ વખત ચુંટણીમાં ઝંપલાવ્યું હોવાને કારણે તેઓનો કોઈ નેગેટીવ પોઈન્ટ ન હોવાથી તેઓ પણ ભાજપ સામે બાથભીડી જીતવા માટે આશાવાદી છે, ત્યારે એક તરફ ઉમરેઠના ભાજપના દિગ્ગજો અને બીજી બાજૂ પ્રથમ વખત ચુંટનીમાં ઝંપલાવનાર અપક્ષ ઉમેદવાર વચ્ચેની જંગ ભાજપ માટે પ્રતિષ્ઠા તો, અપક્ષ ઉમેદવાર માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: