આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં દેશી દારૂની રેલમછેલ – સ્થાનિકો પરેશાન


જાગનાથ ભાગોળ પાસે વાઘરીવાસમાં ઠેર ઠેર દારૂની પરબો

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ વાઘરીવાસમાં દેશી દારૂની હાટળીઓ પુરજોશમાં ચાલતી હોવાનું સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે. દેશી દારૂના વહેપારીઓ પોલીસ સાથે ભાઈચારો કરી પોતાના દારૂના ધંધાને દિવસે દિવસે વિસ્તારી રહ્યા છે, બીજૂ બાજૂ ઉમરેઠના જાગનાથ ભાગોળ સહીત રાવળીયા ચકલા અને કસ્બાના રહીશો આ દેશી દારૂની હાટળીઓથી હેરાન પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં સાંજના સમયે દારીડીયાઓ બેફામ બની ફરતા હોય છે, કેટલાક દારૂડીયાઓ તો ભરબજારમાં અપશબ્દો પણ બોલતા ખચકાતા નથી આવા સમયે આ વિસ્તારમાં રહેતી મહીલાઓ ક્ષોભમાં મુકાઈ જાય છે. આ વિસ્તારમાં રહેતા સજ્જનો પણ આ દુષણસામે કાંઈ કરી શકતા નથી વધુમાં આ અંગે આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતુ કે, પોલીસ અને દારૂના વહેપારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાને કારણે તેઓની વાત કોઈ માનતું નથી. દેશી દારૂના વહેપારીઓને સ્થાનિકો ફરિયાદ કરે છે તો આ વહેપારીઓ બેફામ થઈ પોલીસ તો અમારા ખિસ્સામાં છે, જેવા વાક્યો બોલતા પણ ખચકાતા નથી. એક તરફ ગુજરાતમાં ભૂતકાળ દરમ્યાન લઠ્ઠાકાંડ સર્જાયા હોવા છતા પણ પોલીસ તંત્ર દેશી દારૂના વેપલા ઉપર નિયંત્રણ લાવતા નથી. સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે કે, આ વિસ્તારમાં દારૂ પીધા પછી દારૂડીયાઓ છાગટા બની જાય છે અને સ્થાનિકો પાસે નાની નાની વાતે ઝગડા કરે છે. આ દારૂના વહેપારીઓ ગરીબોને બાકીમાં પણ દારૂ આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી ગરીબોને એક વખત દેશી દારૂની લત પડે પછી તેઓનું આર્થિક શોષણ પણ કરે છે. આ વિસ્તારની મહીલાઓ દેશી દારૂની હાટળીઓ બંધ થાય તેવી માંગ કરી રહી છે. આ બાબતે જો પોલીસ તંત્ર યોગ્ય પગલા નહી ભરે તો જનતા આદોલનનો માર્ગ અપનાવશે તે નક્કી જ છે.

One response to “ઉમરેઠમાં દેશી દારૂની રેલમછેલ – સ્થાનિકો પરેશાન

  1. PANKAJ SHAH August 27, 2013 at 2:31 pm

    આવું તો ચાલતું જ રહેવાનું અને પીવા વાળા પણ જાણે છે કે
    અગર દેશી દારૂ ઝેરી હશે અથવા લઠ્ઠા કાંડ પણ થશે તો
    સરકાર માં બાપ વારસદારો ને મદદ આપે છે તો આવા
    ગેરકાયદેસર કૃત્ય કરનારા ને સરકા મદદ કરે તે કરતા
    આવા દેશી દારૂ બનાવનારા પાસે ન ચુક્વાવડાવે ?

    પંકજ શાહ

    ઉમરેઠ (વડોદરા)

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: