આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠની બેંક ઓફ બરોડા માંથી ખેડૂતના બે લાખની ચિલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ


  • શંકાસ્પદ મહીલાઓએ ખેડૂતની બેગમાં બ્લેડ મારી પૈસા લેવાની કોશીશ કરી હતી.
મહીલાનો ચિલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ

મહીલાનો ચિલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ

ઉમરેઠની ખરાદીની કોઢ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં લગભગ બે લાખ જેટલી રકમ જમા કરાવવા આવેલ ખેડૂતની બેગ માંથી પૈસાની ચિલઝડપ કરવાનો મહિલાએ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદ મહીલાએ ખેડૂતની બેગને બ્લેડ મારતા ખેડૂત સજાગ થઈ ગયો હતો અને બૂમો પાડતા મહિલા બેંક માંથી ભાગી ગઈ હતી. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ એક ખેડૂત બેંકમાં બે લાગ રૂપિયા જેટલી રકમ જમા કરાવવા આવ્યો હતો આ સમયે શંકાસ્પદ મહીલા દ્વારા ખેડૂતની બેગને બ્લેડથી કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ખેડૂત તુરંત સજાગ થઈ ગયો હતો અને આ શંકાસ્પદ મહીલાને પકડવા માટે બુમ બરાડા કર્યા જેથી આ મહીલા તાબળતોબ બેંક માંથી ભાગી ગઈ હતી. બેંકમાં હાજર અન્ય લોકોએ પણ આ મહીલાને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ચબરાક મહીલા ત્યાંથી અચાનક જ પલાયન થઈ ગઈ હતી. ઉમરેઠની બેંક ઓફ બરોડામાં સી.સી.ટી.વી કેમેરા લાગેલા હોવાને કારણે સમગ્ર બનાવ કેમેરામાં કેદ થઈ ગયો છે. જેથી આ કેમેરાની મદદથી મહીલાને પકડવામાં આવે તો ભૂતકાળમાં પણ થયેલ ચીલઝડપના કિસ્સા ઉપર પ્રકાશ પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બેંક ઓફ બરોડા પાસેથી અન્ય ખેડૂતના પૈસા ચિલઝડપ થયા હતા જે કેસની ફાઈલ આજે પણ પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે. હવે તે જોવાનું રહ્યું ઉમરેઠ પોલીસ સી.સી.ટી.વી કેમેરાની મદદથી આ મહીલાને પકડવામાં સફળ રહેશે કે નહી….? હાલમાં તો ભર બજારમાં આવેલ બેંકમાં બુલંદ હોસલા સાથે ચિલઝડપ

 ખેડૂતે મહિલાઓને બેંક બહાર જતા રોકી

ખેડૂતે મહિલાઓને બેંક બહાર જતા રોકી

કરવાનો પ્રયાસ થતા વહેપારી આલમમાં ચિંતાની લાગણી છે.

બેંક ઓફ બરોડામાં સિક્યુરીટી ગાર્ડ પણ નથી…!

આજે ઉમરેઠની બેંક ઓફ બરોડામાં ચિલઝડપનો નિષ્ફળ બનાવ બન્યો ત્યારે શંકાસ્પદ મહિલા આબાદ છટકી ગઈ હતી. આ સમયે જો બેંકના મુખ્ય દરવાજે સિક્યુરીટી ગાર્ડ હાજર હોત તો આ શંકાસ્પદ મહીલાઓ પકડાઈ ગઈ હોત. ઉમરેઠની બેંક ઓફ બરોડા પાસે આ પહેલા પણ ભૂતકાળમાં ચિલઝડપની ઘટના બની ગઈ હોવા છતા બેંકનું તત્ર હજૂ જાગ્યું નથી. ત્યારે બેંકના ખાતેદારો બેંકમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સિક્યુરીટી ગાર્ડ ગોઠવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરોડોનું ટ્રાન્જેક્શન કરતી બેંકમાં સિક્યુરીટી ગાર્ડ પણ ન હોય તે કેટલા અંશે વ્યાજબી છે…?

બેંક ઓફ બરોડા જ શા માટે ઉઠાવગીરોનું સોફ્ટ ટારગેટ છે…?

બેંક ઓફ બરોડા વિસ્તારમાં જ થતી ચિલઝડપ અંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, બેંક ઓફ બરોડા ભરચક વિસ્તારમાં છે, સાથે સાથે ખરાદીની કોઢ થી બસ સ્ટેશન જવા માટે ઉઠાવગીરોને સુમસાન રસ્તો મળી જાય છે, અને આ માર્ગ ઉપરથી સીધા ગણતરીની મિનિટમાં હાઈ-વે રસ્તા

મહીલાઓ આબાદ બેંકની બહાર જતી રહી - આ સમયે બેંકના મુખ્ય દરવાજે સિક્યુરીટી ગાર્ડ પણ હાજર ન હતા

મહીલાઓ આબાદ બેંકની બહાર જતી રહી – આ સમયે બેંકના મુખ્ય દરવાજે સિક્યુરીટી ગાર્ડ પણ હાજર ન હતા

ઉપર આવી જવાય છે, જેથી ઉઠાવગીરો આબાદ છટકી જાય છે. જો ઉઠાવગીરો હાઈ-વે તરફ ન જાય અને ગામમાં ભીડમાં ભરાઈ જાય તો પણ તેઓને શોધવા મુશ્કેલ સાબીત થાય છે. જેને કારણે કદાચ બેંક ઓફ બરોડા જ ઉઠાવગીરો માટે સોફ્ટ ટારગેટ બની છે. વધુમાં સી.સી.ટી.વી કેમેરાની ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતુ કે ભોગ બનનાર ખેડૂતને આ શંકાસ્પદ મહીલાના ઈરાદાનો અહેસાસ થતા આ મહીલાઓને બેંક બહાર જતા તેને રોકી હતી પરંતુ આ સમયે બેંકમાં હાજર અન્ય કોઈ પણ વ્યક્તિ કે સ્ટાફના લોકોએ આ ખેડૂત સાથે રહી મહીલાને રોકવાનો પ્રયાસ ન કર્યો હતો, જ્યારે આ ખેડૂત પોતાની પૈસા ભરેલી થેલી લેવા કાઊન્ટર ઉપર પલભર માટે ગયો તેવામાં તાબળતોબ આ મહીલાઓ બેંક માંથી ભાગી ગઈ હતી. આવા બનાવો ન બને તે માટે તંત્ર સાથે નાગરિકોએ પણ સચેત રહેવાનું છે. જો બેંકમાં ઉપસ્થિત અન્ય લોકોએ પણ મહીલાને રોકી હોત તો કદાચ આ મહીલાઓ પકડાઈ ગઈ હોત અને ભૂતકાળમાં બનેલા અન્ય ચિલઝડપના કીસ્સાઓ પણ ઉકેલવામાં મદદ મળી હોત…!

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: