આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના ૬૦ યાત્રિકો ઉત્તરાખંડમાં મોતને હાથતાળી આપી પરત ફર્યા..!


  • ઉત્તરાખંડના સ્થાનિકો સહીત પોલીસ તંત્ર ઉપર અમાનવીય વ્યવહારનો આક્ષેપ

અશોકભાઈ પટેલ

અશોકભાઈ પટેલ

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તાર માંથી લગભગ ૬૦ જેટલા યાત્રિકો ચારધામ યાત્રાએ નિકળ્યા હતા જેઓને ઋષિકેશ થી ઉત્તરકાશી વચ્ચે કૂદરતી પ્રકોપનો સામનો કરી મોતને હાથતાળી આપી આજે ઉમરેઠ આવી પહોંચ્યા હતા. ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં ૬૦ યાત્રિકો સાથે બસ આવતાની સાથે યાત્રોકોના પરિવારજનોમાં હર્ષના આસુ આવી ગયા હતા. પોતાના સ્વજન મોતને હાથતાળી આપી પરત ફરતા તેઓના પરિવારજનો સહીત યાત્રોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.

ઉત્તરાખંડમાં એક બાજૂ મોત તાંડવ કરતું હતુ ત્યારે બીજી બાજૂ સ્થાનિકો સહીત પોલીસ તંત્ર ઉઘાડી લૂંટમાં વ્યસ્ત હતું તેમ જણાવતા ઉમરેઠના યાત્રિક અશોકભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ પોતાની આપવીતી કહેતા જણાવ્યું હતુ કે અમે ઋષિકેશ થી ઉત્તરકાશી જવા રવાના થયા હતા ત્યારે જ રસ્તામાં અમોને આભ ફાટ્યું હોવાના સમાચાર મળ્યા અને તંત્ર ધ્વારા અમોને આગળ જતા રોકવામાં આવ્યા હતા. ઋષિકેશ ઉત્તરકાશી માર્ગ ઉપર પરત ફરતા મુશળધાર વરસાદ વચ્ચે અમે ઋષિકેશ આવ્યા અને રાત્રિ રોકાણ કર્યુ હતુ,પરંતુ ઋષિકેશમાં પણ પાણીનું સ્તર સતત વધતુ જતુ હોવાને કારણે અમોએ ઋષિકેસ પણ છોદી દીધુ હતુ અને પરત ફર્યા હતા. (તસ્વીર – રીતેશ પટેલ, ઉમરેઠ)

– ડ્રાઈવરે યુર્નિફોર્મ નથી પહેર્યો, અગિયાર હજાર દંડ થશે.

ઉત્તરાખંડ પોલીસ ઉપર આક્રોશ વ્યક્ત કરતા ઉમરેઠ નગરપાલિકાના કાઊન્સિલર અશોકભાઈ પટેલે જણાવ્યું હતુ કે, અમારી લગઝરી બસના ડ્રાઈવરે ડ્રાઈવરનો યુર્નિકોર્મ ન પહેરો હતો જેથી સ્થાનિક પોલીસે અગિયાર હજાર દંડ પેટે માગ્યા હતા છેલ્લે અમોએ ઉપવાસ ઉપર ઉતરવાની ધમકી આપી ત્યારે મામલો એક હજારમાં રહે દફે કર્યો.

– તેલના ડબ્બા સ્થાનિકો ચોરી ગયા

સ્થાનિકોના અમાનવીય વર્તનનો પણ ઉલ્લેખ કરતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉત્તરાખંડના સ્થાનિકો તેમજ વહેપારીઓનો અમોને કડવો અનુભવ થયો હતો. દૂધની થેલી અમે રૂ.૧૦૦ અને પાણીના પાઊચ રૂ.૫૦ આપીને પણ ખરીદ્યા હતા. સ્થાનિકો ગમેતેમ ગરજનો લાભ ઉઠાવી લૂટફાટ કરતા હતા તેઓ રીતસર અમાનવીય વર્તન કરતા હતા.

– ઉત્તરકાશી સુધી ન પહોંચ્યા તે જ સારું થયું

અશોકભાઈ પટેલે જણાવ્યું હતુ કે ઋષિકેશ થી ઉત્તરકાશી જવાના માર્ગ ઉપર અમે આગળ વધતા હતા ત્યાં જ કેદારનાથમાં આવેલ પ્રલય અંગે અમોને જાણ થઈ ઉપરવાસ માંથી આ સમયે અનાધાર પાણી આવતું હતું, અમોને ઉત્તરકાશી તરફ જવાથી રોકવામાં આવ્યા અને અમે પરત ઋષિકેશ આવ્યા હતા જ્યાં અમોને જાણ થઈ કે ઉત્તરકાશીમાં રાતવાસો કરવા અમે જે હોટલ બુક કરી હતી તે હોટલ કુદરતી પ્રકોપનો ભોગ બની હતી, જો અમે હોટલ સુધી પહોંચ્યા હોત તો આજે અમે અહીયા પરત ન ફર્યા હોત.

– ઈચ્છા શક્તિ છતા લોકોને મદદ ન કરી શક્યા..!

અશોકભાઈ પટેલએ જણાવ્યું હતુ કે, ઋષિકેશ થી કેટલાય લોકોને અમે તણાતા જતા જોયા પરંતું સ્થિતિ ગંભીર હતી ઈચ્છા શક્તિ હોવા છતા પણ અમે કોઈને મદદન કરી શક્યા તેનો કાયમ માટે અમોને વસવસો રહેશે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: