આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના વોર્ડનં.૯માં લોકદરબાર


ઉમરેઠના વોર્ડનં.૯માં લોકદરબાર યોજાયો હતો. આ સમયે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેક, સામાજિક કાર્યકર નયનભાઈ શ્રોફ, નગરપાલિકાની થીંક ટેન્ક કહેવાતા વોર્ડનં.૮ના સુભાષભાઈ શેલત તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાના પ્રશ્નો શાંભળી શક્ય હોય તેટલો ત્વરીત નિકાલ કરવા બાંહેધરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠમાં જૂન માસ દરમ્યાન તબક્કાવાર તમામ વોર્ડમાં લોક દરબાર યોજાશે.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી અભિગમ દાખવી આજે લોક-દરબાર વોર્ડનં.૯થી આરંભ કરવામાં આવ્યો હતો. સવારે ૯ કલાકે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલ તેમજ ઉપ-પ્રમુખ અલ્તાફ મલેક પોતાની ટીમ સાથે નગરના વોર્ડ નં.૯ના ખારવાવાડી વિસ્તારમાં આવ્યા હતા અને ઉપસ્થિત પ્રજાજનોના વિવિધ પ્રશ્નોને શાંભળ્યા હતા. આ સમયે વોર્ડનં.૯ના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રસ્તા અને પાણીને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત અગાઊથી વોર્ડ નં.૯માં પોલીસ લાઈનની બાજૂમાં પીવાનું પાણી ડોહળું આવતું હોવાની ફરિયાદ નગરપાલિકાને મળી હતી જેનો આજે જ નિકાલ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ લાઈન પાસે આવેલ બેટવાળાની ગલીમાં પીવાનું પાણી ગંદું આવતું હોવાને કારણે પાલિકાતંત્ર દ્વારા આ વિસ્તારમાં ખોદકામ કરી પાણીની લાઈન વ્યવસ્થીત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે નગરપાલિકાના વિજયભાઈ ઉપાધ્યાયએ સ્થળની મુલાકાત કરી કામદારોને આ વિસ્તારની સમસ્યા દૂર કરવા નિર્દેશ આપ્યા હતા અને તાબળતોળ કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું હતું. ઉમરેઠ પાલિકાના સત્તાધીશોના આ ત્વરીત લેવાતા નિર્ણયની નગરમાં પ્રશંશા થઈ રહી છે. વોર્ડ નં.૯માં યોજાયેલ લોક દરબારમાં ઉમરેઠ નગરપાલિકામાં થીંક ટેંક કહેવાતા વોર્ડ નં.૮ના સુભાષભાઈ શેલત, સામાજિક કાર્યકર નયનભાઈ ગાભાવાળા(શ્રોફ),સહીત નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ઉમરેઠ નગરમાં જૂન માસમાં વિવિધ વોર્ડમાં તબક્કાવાર લોકદરબાર યોજાશે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરાશે તેમ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું.
 
લોકદરબારમાં ભાજપની છત્રીનો ઉપયોગથી અસમંજસ
 
એક તરફ ઉમરેઠના ભાજપ સંગઠન દ્વારા વિવિધ વર્તમાન પત્રોના માધ્યમથી સંજયભાઈ પટેલ ભાજપમાં નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે, ત્યારે બીજી બાજૂ ઉમરેઠ પાલીકાના પ્રમુખ સંજયભાઈ પટેલ પોતે ભાજપ નાજ છે અને ભાજપ નાજ રહેશે તેવું બૂમો પાડી કહી રહ્યા છે. આજે લોકદરબારમાં પણ ભાજપની છત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે પાલિકાના સભ્યો ભાજપનો કેસરીયો લઈને બેઠેલા પણ દેખાયા હતા, બીજી બાજૂ ભાજપના સંગઠન માંથી કોઈ પણ હોદ્દેદાર આ લોકદરબારમાં ન ફરકતા લોકો અસમંજસમાં મુકાઈ ગયા હતા. ખરેખર ઉમરેઠ પાલિકામાં સત્તા ઉપર કોણ છે..? ભાજપ કે અપક્ષ તેની લોકો ચર્ચા કરી રહ્યા છે. ભાજપના સૂત્રોતો તેમ પણ કહી રહ્યા છે કે, પક્ષમાં બળવો કરનાર સભ્યો વિરુધ્ધ પક્ષ દ્વારા આકરા પગલા લેવા ચક્રોગતિમાન થઈ ગયા છે.


નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: