આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ બેઠક ઉપર ક્ષત્રિય મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે


એન.સી.પીના જયંતભાઈ પટેલ અને સુભાષ શેલત ફેશબુક ઉપર સક્રીય
 
ઉમરેઠ બેઠક ઉપર યુવા મતદારોને આકર્ષીત કરવા માટે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ સહીત અપક્ષ ઉમેદવાર સુભાષ શેલત સક્રીય થયા છે. આ ઉપરાંત બી.જે.પી દ્વારા આઈ.ટી સેલ પણ સક્રીય થઈ યુવા મતદારોને આકર્ષવા મથામન કરી રહ્યો છે. હાલમાં ફેશબુકમાં એન.સી.પીના જયંતભાઈ પટેલના ૭૮૫ , સુભાષ શેલતના ૬૭૯, તેમજ ભાજપ આઈ.ટી સેલ ઉમરેઠના ૧૩૮ ફોલોઅર્સ છે. ખૂબજ ટુંકા ગાળામાં એન.સી.પીના જયંતભાઈ પટેલ ફેશબુક ઉપર સારસા સહીત ઉમરેઠના યુવાનોમાં લોકપ્રિય સાબીત થઈ રહ્યા છે.

વિધાનસભાની ચુંટણીને આડે હવે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકિય પક્ષોના ઉમેદવારો સહીત અપક્ષ ઉમેદવારો પણ પ્રચાર અભિયાનમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને કોઈપણ ભોગે પ્રજાને પોતાની તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે. ઉમરેઠમાં આમતો એન.સી.પી અને બી.જે.પી વચ્ચે સીધી ટક્કર છે. પરંતું ઉમરેઠ બેઠક ઉપર ત્રણ વખત વિધાનસભાની ચુંટની જીતી ચુકેલા માજી આરોગ્યમંત્રી સુભાષભાઈ શેલત પણ અપક્ષ મેદાનમાં આવી ગયા હોવાને કારણે ઉમરેઠ બેઠક ઉપર ચુંટણી જંગ રોમાંચક સાબીત થાય તો નવાઈ નથી.ઉમરેઠ બેઠક ઉપર હાલમાં એન.સી.પી અને કોગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોવાને કારણે કોગ્રેસ માંથી વિધાનસભાની ચુંટણી જીતેલા લાલસિંહ વડોદીયાની ટીકીટ કપાઈ ગઈ હતી જેથી નારાજ થઈ લાલસિંહ વડોદીયા હાલમાં ભાજપમાં જોડાઈ જતા ઉમરેઠ પંથકના ક્ષત્રિય મતદારો કેવો અભિગમ દાખવશે તેની ઉપર એન.સી.પી સહીત ભાજપ અને અપક્ષ ઉમેદવારોની પણ નજર હોય તેમાં નવાઈ નથી.

  • એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી)ને તમાકુંના ધંધાને કારણે સારસા મત વિસ્તાર સહીત ઉમરેઠ મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે ના ધંધાકિય સબંધો કામ લાગશે અને તેઓ ક્ષત્રિય મતમાં મોટું ગાબળું પાડી શકવા સક્ષમ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે ઉમરેઠ બેઠક ઉપર લગભગ ૪૯ ટકા જેટલા ક્ષત્રિય મતદારો છે. હાલમાં સ્થાનિક ઉમરેઠમાં અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલતનું જોર લાગી રહ્યું છે. જેને કારણે સીધું નુકશાન ભાજપના ઉમેદવારને થઈ શકશે. સ્થાનિક ઉમરેઠના લગભગ ૫૧ ટકા જેટલા મત ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપના વિષ્ણુભાઈ પટેલને મળ્યા હતા જ્યારે કોગ્રેસના લાલસિંહ વડોદીયાની જીત થઈ હોવા છતા તેઓને સ્થાનિક ઉમરેઠના માત્ર ૩૯ ટકા જેટલા જ મત મળ્યા હતા જેથી સ્વભાવિક રીતે ઉમરેઠના જે મત સુભાષભાઈ શેલત મેળવશે તેની સીધી ખોટ ભાજપે સહન કરવાનો વારો આવે તેમાં બે મત નથી.ઉમરેઠના સ્થાનિક વોટ મેળવવા માટે હાલમાં જયંતભાઈ પટેલ (બોસ્કી) પણ મેદાનમાં આવી ગયા છે. આ ઉપરાંત તાજેતરમાં જયંતભાઈ પટેલ દ્વારા ઉમરેઠના તમામ વિસ્તારમાં લોક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો આ સમયે ઠેર થેર તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેથી અપક્ષને વોટ ન આપવો તેવી માનસીકતા ધરાવતા મોટાભાગના બુધ્ધિજીવીઓ જયંતભાઈ પટેલ(બોસ્કી)ને મત આપે તો નવાઈ નહી આ પરિસ્થિતીમાં સ્થાનિક ઉમરેઠના વધુ ને વધુ મત મેળવી બોસ્કી ભાજપના પ્રભુત્વવાળા થામણા,ભાટ્ટપુરા,બેચરી,જાખલા,ફતેપુરા,રાહતલાવ,ખાંખણપુર જેવા ગામનો લીડ સરભર કરી શકે છે પરંતું તે પણ જરૂરી નથી કે ગત સમયે ભાજપ તરફ જોખ રાખનાર ગામડા ચાલુ વર્ષે પણ તેજ અભિગમ સાથે મતદાન કરે.

  • સુભાષ શેલતને કારણે ભાજપના વોટ બગડશે આ ઉપરાંત ઉમરેઠ સહી ભાલેજ સુરેલી ધુળેટા જેવા ગામના મુસ્લીમ મત સુભાષ શેલતને મળે તો તેની સીધી અસર એન.સી.પીના મતને થશે.

હાલમાં ભાજપનું પ્રભુત્વ ધરાવતા બેચરી પટ્ટાના ગામોના વોટ જી.પી.પીના ઉમેદવાર અશ્વિન પટેલ ખેંચી જાય તેવી શક્યતા છે, જેથી આ વિસ્તાર માં પણ જી.પી.પીના ઉમેદવારોને કારણે ભાજપને નુકશાન નથી શકે તેમ છે.બીજી બાજૂ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર ક્ષત્રિય હોવાને કારણે તેઓ ઉમરેઠ પંથકના ક્ષત્રિય મતો મેળવી પોતાની જીત પાક્કી હોવાનું માની રહ્યા છે. આ ઉપરાંત તેઓ સાથે ઉમરેઠની સ્થાનિક ભાજપની બોડી પણ ખભે ખભા મિલાવી પ્રચાર કરી રહી છે. પરંતુ ઉમરેઠ પંથકના ક્ષત્રિય મત કોગ્રેસની વોટ બેન્ક હોવાનું પણ નિષ્ણાંતો મત પ્રગટ કરી રહ્યા છે. ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાના કોગ્રેસી અગ્રણી ગણપતસિંહ ચૌહાણ સહીત લક્ષ્મણસિંહ ચાવડા જેવા ક્ષત્રિય અગ્રણીઓ આ વિસ્તારના ક્ષત્રિયો ઉપર સારી પક્કડ ધરાવે છે. હાલમાં ઉમરેઠ કોગ્રેસમાં શુન્યવકાશ છે જેથી એન.સી.પીને દેખીતી રીતે કોગ્રેસનો જોઈયે તેવો સપોર્ટ ન મળતો હોવાનું દેખાઈ રહ્યું છે જેથી ક્ષત્રિય મતોનું ધ્રુવિકરણ થાય અને તેનો સીધો લાભ ભાજપ લઈ જાય તો એન.સી.પી માટે આ બેઠક કપરા ચઢાન રૂપ સાબિત થાય તેમા બે મત નથી. હાલમાં કોગ્રેસના ગણપતસિંહ ચૌહાણ અને લક્ષ્મણસિંહ ચાવડા નિષ્ક્રીય થઈ ગયા છે. જેથી ક્ષત્રિય સમાજ કયો માર્ગ પકડશે તે એન.સી.પી સહીત ભાજપ માટે યક્ષ પ્રશ્ન છે. કહેવાય છે, ભાજપના ગોવિંદભાઈ પરમાર ક્ષત્રિય ઉમેદવાર હોવાથી ભાજપે તેઓ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે, ત્યારે ક્ષત્રિયો પોતાના પરંપરાગત કોગ્રેસ પક્ષને છોડી ભાજપ તરફી મતદાન કરશે..? કે પછી કોગ્રેસના સહયોગી એન.સી.પી તરફ તેઓનો જોખ રહેશે તેની ઉપર રાજકિય પક્ષોના ઉમેદવારોનું ભાવી નક્કી થશે.

  • ભાજપના ગોવિંદભાઈ પરમાર પક્ષ પલ્ટું ઈમેજ ધારણ કરતા હોવાથી ક્ષત્રિયો તેઓને પુરેપુરો સપોર્ટ કરે તેવી શંભાવના ઓછી છે, સાથે લાલસિંહ વડોદીયાને કારણે પણ ક્ષત્રિય સમાજ ભાજપને વોટ ન આપે તેવા પણ સમિકરનો રચાય તો નવાઈ નહી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.