આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

જાત જાતના ટાવર..!


૩૧મી ડિસેમ્બરે અમારા પરિવારનો ગેટ ટુ ગેધર કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ક્વીઝ કોન્ટેસ્ટ પણ રાખ્યો હતો ત્યારે આ ક્વીઝમાં એન્કર તરીકે મારે ભૂમિકા કરવાની હતી અને પ્રશ્નો પણ મેં જ તૈયાર કર્યા હતા. એક પ્રશ્ન તેવો રાખ્યો હતો કે ઉમરેઠમાં ટાવર કેટલા છે…? જવાબ સાવ સરળ છે. ઉમરેઠમાં બે ટાવર છે (૧) પંચવટી અર્બન બેન્ક ઉપર અને બીજૂ (૨) પગલા મંદિર સામે ગણપતિની વાડી ઉપર..

જેવો મે આ પ્રશ્ન કર્યો ત્યારે જવાબ આપવા મારી સામે બેઠેલ મારા કાકાના છોકરાએ મને વળતો પ્રશ્ન કર્યો કે ભા’ઈ આઈડીયાના કે રીલાયન્સના અમે બધા આ તેના વળતા સવાલથી હસી પડ્યા બે મિનિટ માટે વાતાવરણમાં હાસ્યની લહેર છવાઈ ગઈ અને છેલ્લે મારા કાકાના છોકરાએ આ પ્રશ્ન નો સાચો એટલે કે બે (બે) ટાવર છે તેવો જવાબ આપી દીધો.  હમના ઉત્તરાયણમાં છાપરે ચઢ્યો ત્યારે પંચવટીના ટાવર સાથે આજૂ બાજૂ બીજા ટેલિફોનના ચાર-પાંચ ટાવર દેખાયા ત્યારે મને અહેસાસ થયો કે પેલો મારો કાકાનો છોકરો કેમ મને વળતો સવાલ કરતો હતો..!

આ મુદ્દો અહિયા લખવાનો મુખ્ય હેતું તે છે કે, ખરેખર ઉમરૅઠમાં હવે મોબાઈટ ટાવરો ખુબજ વધી ગયા છે અને તે પણ રહેણાક વિસ્તારમાં જે જૂદી જૂદી અગાસીઓમાં સ્થીર થયા છે. અને આમ પણ હવે પહેલાની જેમ ટાવરની વાત નિકળે એટલે લોકો ઘડિયાલ નહિ પરંતું મોબાઈલ ટાવર વીશે જ વિચારે છે, છતા પણ હાલમાં ઉમરેઠ માટે સારી બાબતએ છે કે, ઉમરેઠના પંચવટી વિસ્તારના સૌથી જૂના ટાવર સહિત ગણપતીની વાડીના ટાવરની સ્થીતી ખરેખર સારી છે અને આજે પણ લોકોને આ ટાવર સમયનો અહેસાસ કરાવતા રહે છે. ઉમરેઠમાં કેટલાક મોબાઈલ ટાવરો જમીન ઉપરથી પણ બાંધવામાં આવ્યા છે પણ આ કેટલાક માંથી એક મોબાઈલ ટાવર એક સરકારી સ્કૂલના પટાંગણમાં જ છે.  (બોલો, સરકારી નિયમો સરકાર જ તોડે તો કોણે કહેવાનું..!)

..અને છેલ્લે ખાસ તમારા માટે છાપરે થી એક જ ક્લીકમાં કેમેરામા કેદ થયેલ ઘડિયાલના ટાવર અને મોબાઈલના ટાવરોની એક ઝલક…! (તસ્વીર -ધ્રુમિલ દોશી)

જાત જાતના ટાવર

6 responses to “જાત જાતના ટાવર..!

 1. Harshad / Madhav January 23, 2011 at 1:25 am

  ભા’ઈ આઈડીયાના કે રીલાયન્સના……….. 😆
  માધવ મેજિક બ્લોગ

  Like

 2. Harshad / Madhav January 23, 2011 at 12:27 pm

  આ મારો આઈડિયા નથી.. પોસ્ટ નું જ એક વાક્ય છે. 😉

  Like

 3. Hardik Mukundbhai Gajjar January 24, 2011 at 9:29 pm

  I can conclude one thing from the picture..
  In Umreth you must have a good mobile signal for sure…
  he he

  Like

 4. PANKAJ SHAH January 25, 2011 at 6:17 pm

  ભૂતકાળમાં (જયારે ગણપતિનું સમય ટાવર ન હતું ) ત્યારે ટાવર શબ્દ થી વાત થાય એટલે
  ઉમરેઠનું એક માત્ર અર્બન બેંક ઉપરનું ટાવર નજર સમક્ષ ખડું થઇ જાય.હું ઉમરેઠ રહેતો ત્યારે
  સવારે ટાવરના ટકોરાથી ઉઠી જતા અને એલાર્મ ની જરૂર ન પડતી.રાત્રે જાગી જવાય તો પણ
  તેના ટકોરા થી સમયનું ધ્યાન આવતું.
  બીજું કદાચ ઘણા ઓછા લોકોએ ટાવર નું અંદર નું ચાલુ મશીન જોયેલ હશે અને હું તેમાંનો
  એક છું.જયારે ટકોરા વાગે ત્યારે અંદર ફરતું એક મશીન આપણને વાગી શકે તેમ છે.અને
  હું માળીવાડાની પોળમાંથી છાપરે ચઢી ત્રણ પોલની વચલી પોળના છાપરા વટાવીબાદ
  મરોડિયા પોળના છાપરે થઇ ટાવરની અગાસીમાં જતો હતો. અને ટાવરની અગાસીમાંથી
  નીચે જાંબુના ટોપલામાં પડેલા અને તેથી બચી ગયેલા શ્રી કનુભાઈ પટેલ (આસોદરિયાની ખડકી વાળા )
  હાલ વડોદરા હમારી નજીક રહે છે.આવા તો ઉમરેઠ ની કેટલીય યાદગીરીઓ છે.
  છેલ્લે સદર ટાવરને આજદિન સુધી યોગ્ય માવજત રાલકી અવિરત ચાલુ રાખનાર બેન્કના
  સંચાલકોને પણ અભિનદન આપવા ઘટે.
  પંકજ શાહ
  ઉમરેઠ / વડોદરા.

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: