આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં જળ સંકટ યથાવત્ – નગરજનો પરેશાન


ઉમરેઠના નગરજનો માટે નવું વર્ષ નવી મુશ્કેલીઓ સાથે લાવ્યું, આ પહેલા ખરાબ રસ્તા, તેમજ વીજ સમસ્યાનો સામનો કરી રહેલા ઉમરૅઠના લોકોને હવે જળ સંકટનો સામનો કરવો પડ્યો છે. પાણી પૂરવટો પુરો પાડતી મુખ્ય પાઈપ લાઈન તુટી ગઈ હોવાને કારણે છેલ્લા ચાર દિવસથી પાણી પુરવઠો ન મળતો હોવાને કારણે આજે તો મોટા ભાગના લોકોના ઘરોમાં ટાકીમાં સંગ્રહ કરેલા પાણી પણ વપરાઈ ગયા હશે જેથી હવે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય તેમાં કોઈ શંકા નથી. કેટલાય લોકો તો પીવાનું પાણી બજાર માંથી ખરીદીને લાવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

કહેવાય છે પાણીની મુખ્ય પાઈપ લાઈનનું રીપેરીંગ કામ શરૂ થઈ ગયું છે, છતા પણ પાણી પૂરવઠો પૂર્વવત થતા સુધી હજૂ લગભગ ૪૮ કલાક જેટલો સમય તો થશે જ ત્યાં સુધી શક્ય હોય તેટલા વિસ્તારમાં પાલિકા તંત્ર ધ્વારા ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતું જ્યાં ટેન્કરો જઈ શકતી નથી ત્યાં લોકો પાની વિના તરસ્યાં ને કોરા રહી ગયા છે.

..ખેર, પણ એક વાત ચોક્કસ છે, જે લોકો પાણી પુરતા પ્રમાણમાં મળતું હતું ત્યારે જે રીતે પાણીનો બગાડ કરતા હતા તે લોકોને હવે પાણીનું મુલ્ય સમજાઈ ગયું હશે. ત્યારે હવે નગરજનો ભવિષ્યમાં કમસેકમ આ બનાવને સકારાત્મક લઈ પાણી બચાવતા શીખે તે આવકાર્ય છે. બાકી ચાર દિવસ પછી ફરી રસ્તા ઉપર “જળ વેડફતા નળ” જોવા મળે તેમા કોઈ નવાઈ નહી..!

One response to “ઉમરેઠમાં જળ સંકટ યથાવત્ – નગરજનો પરેશાન

  1. પરાર્થે સમર્પણ January 4, 2011 at 1:50 pm

    શ્રી વિવેકભાઈ,
    આપને પણ નવું વર્ષ ખુબ ફળે. અને આપનું ઉમરેઠ જગતભરમાં છવાઈ જાય,તેવી અંતરની શુભેચ્છા. આપ વર્ડ પ્રેસવાળાને મેઈલ કરી જુઓ કદાચ મળી જાય મેં આપને પણ ” નવા વર્ષનો રંગ બ્લોગ જગત સંગ ” માં યાદ કરેલા છે.આપનો ખુબ આભાર.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: