આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

છેક દિલના તળીયેથી જણાવવાનું કે…


આવનારા નવા વર્ષમાં તમારી પ્રગતિનો ગ્રાફ ઉંચોને ઉંચો જાય તેવી શુભેચ્છા સહ..

 • આ વર્ષે ડોક્ટર તમારા ઘરથી દૂર રહે

 • તમારા છૈયા છોકરાની માર્કશીટમાં એક પણ લાલ લીટી ન પડે

 • તમે બસ સ્ટેશન જાવ ત્યારે બસ અને રેલ્વે સ્ટેશન જાવ ત્યારે ટ્રેન તમારી રાહ જોતી હોય..

 • તમારી દૂકાને ગ્રાહકોની લાઈનો પડે, અને નોકરીમાં બોસ તમારું કહેલું જ કરે

 • તમાર બ્લોગમાં લોકો અઢળક કોમેન્ટો કરે અને તમારા બ્લોગ માંથી કોઈ ઉઠાંતરી ન કરે

 • તમારું બેન્ક બેલેન્સ એટલું બધુ વધે કે બેન્ક વાળા તમારા ખાતા માંથી તમોને પૈસા ઉપાડી લેવા નોટીશ મોકલે

http://www.aapnuumreth.org  

VIVEK DOSHI (UMRETH)

-HaPPy NeW YeAr – 

9 responses to “છેક દિલના તળીયેથી જણાવવાનું કે…

 1. PANKAJ SHAH November 2, 2010 at 6:21 pm

  ડીયર વિવેક,

  ડોક્ટર મારા ઘરથી દૂરજ રહે છે મારે છેક વાઘોડિયા રોડ જવું પડે છે
  બસ અને ટ્રેન હાજર જ હોય છે પણ આપણે અમદાવાદ જવું હોય ત્યારે સુરત ની હોય છે.
  અને બેંક વાળા મીનીમમ બેલેન્સ ન હોવાથી પેનલ્ટી માંગે છે
  તું ક્યાંક થી ઉધાર લાવે તો મારો ભાગ રાખજે

  આ તો હસી ખુશી ની વાત હતી પણ શ્રી ઠાકોરજી ને નમ્ર પ્રાર્થના કે સર્વે ને શરીરે સ્વસ્થ,
  મનથી આનંદી રાખે અને ખાસ તો તને પરણાવે.

  નુતન વર્ષાભિનંદન

  પંકજ શાહ
  વડોદરા

  Like

 2. વિનય ખત્રી November 2, 2010 at 7:15 pm

  ઉપરની બધી વાતો તમને પણ લાગુ પડે અને તમને કોઈ દિવસ ઉધાર માગવાની જરૂર જ ન પડે એવી શુભેચ્છાઓ!

  😉

  😀

  Like

  • Kirti Vyas November 2, 2010 at 10:12 pm

   Hi Vivek
   Wishing you Happy DIWALI And Coming new year very Happy and Healthy for you and your Family.
   Give my regards to all our friends.
   Love kirti Vyas And Family

   Like

 3. SHAILESH PATEL November 3, 2010 at 5:37 am

  HELLO ALL UMRETH FRIENDS WISHING YOU HAPPY DIWALI–FROM EDION NJ SHAILESH PATEL

  Like

 4. Madhav / Harshad November 3, 2010 at 7:05 pm

  Happy Diwali and Happy New Year !

  Like

 5. હાર્દિક મુકુંદભાઈ ગજ્જર November 3, 2010 at 11:50 pm

  ગજ્જર પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને દિવાળી ની શુભકામનાઓ અને આવતુ વર્ષ આપના માટે અને આપના પરિવાર જનો ને માટે લાભદાયી, ફળદાયી અને ઉન્નતીભેર રહે તેવી શુભેચ્છા સાથે.
  શુખ્મય દિવાળી અને સાલ મુબારક.
  જય રણછોડ
  હાર્દિક મુકુંદભાઈ ગજ્જર અને પરિવાર

  Like

 6. Romesh November 4, 2010 at 2:09 pm

  Hi all Umrethvasi,

  Wish you all happy diwali and happy new year.

  Like

 7. GOVIND PATEL November 4, 2010 at 2:34 pm

  આદરણીય શ્રી વિવેકભાઈ,

  ખુબ સરસ નવીન રીતભાત વર્ષાભિનંદન માટે અપનાવી છે.

  અમારે તો ડોક્ટર પાસે જવું હોય તો ઇન્સ્યુરન્સ જોઈએ.

  કાર હોય એટલે બસની રાહ જોવાની નહિ.

  દુકાન નથી નોકરી છે.

  હા માગશો તો હશે તો જરૂરથી આપીશું અમો પણ ચરોતરના છીએ.

  ભગવાન માગવાનો સમય કોઈ દિવસ નહી લાવે.

  દીપાવલીની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  Like

 8. Nital November 4, 2010 at 6:04 pm

  hi Vivek,
  Wish u and your family a very healthy & prosperous New Year And Happy Diwali

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: