આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

પરચુરણ


હાલમાં ઉમરેઠમાં પરચુરણની ખાસ્સી તંગી ચાલી રહી છે. કેટલાય લોકો પાંચ થી સાટ ટકાના વટાવથી પરચુરન લેતા હોય છે. પરચુરણની તંગીને કારને વહેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. કેટલીક વખત ગ્રાહકો સાથે જીભાજોડી પણ થઈ જાય છે.

ગઈ કાલે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું..! એક બેકરીમાં કોઈ ગ્રાહકે ૧૩ રૂપિયાની વસ્તુ  ખરીદી  અને દશ દશની બે નોટો આપી પેલા બેકરીવાળા વહેપારીએ ત્રણ રૂપીયા છુંટાની માગણી કરી પણ ગ્રાહક પાસે છુટા ન હોવાને કારણે પેલા બેકરીવાળએ વચ્ચેનો રસ્તો કાઢી પાંચ રૂપિયા છુટા અને બે રૂપીયાની ચોકલેટ આપી દીધી. પેલા ગ્રાહકએ ચોકલેટ લેવાની ના પાડી ત્યારે બેકરીવાળાએ વિનમ્રતાથી કહ્યું સાહેબ છુટા નથી એટલે બિસ્કીટ આપું છું. પેલો ગ્રાહક ગીન્નાયો ને કહ્યું ધંધો લઈને બેઠા છો ને છુટા નથી રાખતા..? ત્યારે બેકરીવાળા વહેપારીએ તેમને ખરીદેલ સામાન પાછો આપવા જણાવ્યું અને ગ્રાહકને પૈસા પરત આપવાની પણ ઓફર કરી છેવટે ગ્રાહકે બિસ્કઈટ લઈ ચાલતી પકડી.

પરચૂરન ન હોવાને કારણે હાલમાં વહેપારીઓએ ગ્રાહકો જવા દેવા પડે છે. જ્યારે ગ્રાહકોએ પણ ન ગમતી ચોકલેટ અને બિસ્કીટ જોરબેરે લેવા પડે છે. વાંક કોઈનો નથી પરચુરન ન હોવાને કારણે ગ્રાહકો ને બે – પાંચ રૂપિયાની વસ્તુ પધરાવતા વહેપારીઓ પણ મજબુર થઈ જતા હોય છે. અને કેટલીકવાર ભગવાન સમાન ગ્રાહકો ખોવાનો વારો પ આવે છે.

… આ બાબતે અમદાવાદના વહેપારો  ખુબ હોશિયાર છે, તેઓ રીતસર પોતાની દૂકાનની બે અને પાંચ રૂપીયાની કૂપન બનાવી ગ્રાહકોને પધરાવી દે છે આ રીતે ગ્રાહકો પણ ખુશ થાય છે ને દૂકાનદારને પણ ઘી કેળાં થઈ જાય છે કારણ કે તે પાંચ રૂપિયાની કે બે રૂપિયાની કૂપન વટાવવા માટે જે તે ગ્રાહકોએ ફરી તે દૂકાને ખરીદી કરવા આવું જ પડે છે..!

પરચૂરન ની તંગીનું મોટું કારણ ” ગલ્લા બેન્ક ” છે. હાલમાં કેટલાય લોકો બચત ના બહાને “ગલ્લા બેન્ક”માં પૈસા જમા કરતા હોય છે. જેથી મોટી રકમનું પરચુરણ બજારમાં આવતું બંધ થઈ જાય છે. જ્યારે બીજુ કારણ સ્થાનીક બેંકો છે જે વ્યવસ્થીત રીતે પરચુરણનું વિતરણ કરતી નથી પરચુરનની તંગી નિવારવા રીઝર્વ બેન્કે ખરેખર પગલા ભરવાની જરૂર છે. બાકી દૂકાનો ઉપર છૂટા પૈસાને કારણે ગ્રાહક અને વહેપારીઓ વચ્ચે ચકમક ઝરતી રહે તેમા નવાઈ નહી.

3 responses to “પરચુરણ

 1. shailesh February 26, 2010 at 6:56 pm

  પરચુરણની તંગી નું મોટુ કારણ એ પણ છે કે આપણા સિક્કામાંથી દાઢી કરવાની બ્લેડ બને છે અને આ ઉદ્યોગ બાંગ્લાદેશ માં ખૂબ ફાલ્યો છે, જેની જાણ આપણી સરકારને પણ છે.

  Like

 2. jayesh February 27, 2010 at 10:26 am

  6ta pan aapni sarkar kai karti nathi!!!

  Like

 3. PANKAJ SHAH February 27, 2010 at 3:40 pm

  વિવેક
  પરચુરણ ની તંગી માત્ર ઉમરેઠ જ નહી પણ અહી વડોદરામાં એટલીજ છે. રોજ સવારે ૬ વાગ્યે દૂધ લેવા જઈએ એટલે ત્રણ રૂપિયા છુટા માંગે. પંદર આપો તો કહેશે બે રૂ જમા અને કાલે ૧૧ રૂ લાવજો પણ ૩ તમારા બાકી ના રાખે એવા અમે કેટલાના યાદ રાખીએ? આપણા જમા યાદ રહે તો આપણે બાકી રાખેલા યાદ ના રહે? અને દસ પૈસામાં ઘરમાં પડતી ચોકલેટ ૫૦ પૈસામાં આપે માટે કાગડા બધેજ કાળા છે.અને શક વાળા ૭ રૂપિયાનું ૫૦૦ ગ્રામ શક તમે ૨૫૦ ગ્રામ લો એટલે તરત કહેં કે ૫ રૂ નું કરી દઉં છું છુટા નથી પછી આપણે કહીએ કે સવારથી બધા પાસે છુટા માંગે છે તો તારી પાસેતો હશેજ પછી કોથળા નીછે થી છુટા આપે અને ઘણા સારા દુકાનદારો વચલો રસ્તો કાઢીને પરચુરણ ન આપવું પડે તે મુજબ વધારે માલ પણ આપે છે
  પંકજ શાહ
  વડોદરા

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: