આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

હોળીનું નામ અને વૃક્ષ છેદનનું કામ…!


હોળીના દિવસે રાત્રીના સમયે ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવશે. પરંતુ હોળીના બહાને વૃક્ષ છેદનની પ્રવૃત્તિને જોર મળશે. એક તરફ ધાર્મિક મહત્વને કારણે હોળી પ્રગટાવવી જરૂરી છે ત્યારે બીજી બાજુ સંભવિત ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નિવારવા વૃક્ષો પણ જરૂરી છે. ત્યારે હોળી પ્રગટાવાય અને સાથે વૃક્ષો પણ સલામત રહે તે હેતુથી હોળી દહન માટે ઓછામાં ઓછા લાકડા વાપરવામાં આવે તો સારું…!

પાણી બચાવવા માટે દિવ્ય ભાસ્કર દૈનિક ધ્વારા ” તીલક હોલી ” અભિયાન ગત વર્ષ ચાલુ કરવામાં આવેલ. સાથે સાથે વૃક્ષો બચાવવા માટે પણ જાગૃતિ ફેલાવવા કોઈ અભિયાન ચલાવી હોળીને અનુલક્ષી બેફામ  થતી વૃક્ષ છેદનની પ્રવૃત્તિને રોકવાના પ્રયત્નો કરવામાં આવે તો આવકાર દાયક રહેશે.

4 responses to “હોળીનું નામ અને વૃક્ષ છેદનનું કામ…!

 1. Shailesh February 24, 2010 at 5:58 pm

  હોળી માં લાકડાનો મોટો ઢગલો કરવા કરતાં માત્ર પ્રતિકાત્મક નાના હવન જેવી હોળી પણ પ્રગટાવી શકાય.

  Like

 2. Alpesh Patel February 25, 2010 at 11:20 am

  સામાન્ય રીતે આપના ઉમરેઠ માં તથા સમગ્ર દેશ માં દરેક પોળે તથા દરેક ફળિયે જુદી જુદી હોળી પ્રગટાવાય છે,મારું એવું માનવું છે કે જો આજુ બાજુના પોળ વાળા ભેગા મળી હોળી પ્રગટાવે
  તો ઘણી હદ સુધી આનો ઉકેલ મળે તેમ છે,તથા વ્રુક્ષો અને લાકડા નો પણ બચાવ થાય તેમ છે.જેમ કે અમુક ગામડા માં ફક્ત એકજ હોળી પ્રગટાવાય છે,એ મેં જોયેલું છે.

  આ વસ્તુ બધા સમજી શકે તો ઘણી સારી વાત છે. આખરે કઈ નહિ તોય આપના ઉમરેઠ ની પર્યાવરણ પ્રેમી જનતા આવું સમજી ને પહેલ કરે તો સારું.

  Like

 3. Alpesh Patel February 25, 2010 at 11:31 am

  ઉપરનું લખ્યા પછી ફરીથી યાદ આયુ કે જો ઉમરેઠ માં નવ વોર્ડ છે, જો દરેક વોર્ડ દીઠ ફક્ત એક હોળી પ્રગટાવવા માં આવે તો કુલ નવ જ હોળી થાય,તેથી ઘણા વ્રુક્ષો અને લાકડા બચે તેમ છે…

  Like

 4. RAJANI TANK February 25, 2010 at 1:45 pm

  ખિમજીભાઈ કચ્છીની એક રચનાની પંક્તિ છે…..
  “પર્યાવરણ પ્રદુષણથી જગત આખુ છે ચિંતામાં,
  આપણે વૃક્ષો-જંગલો કાપી લાકડા ખડક્યા ચિતામાં”

  …તેના જેવી જ વાત થઈ…આ માતાજી નહી પણ પર્યાવર્ણની હોળી થઈ.શેરી ના રસ્તાઓ વચ્ચે એક લાકડાનો ઢગલો કરીને સળગાવ્યા બાદ,સાત આટા ફરો અને ઘરે જઈને ચણા અને ધાણીની મજા માણો…બીજે દિવસે પાણી બગાડો.ઉનાળમાં એક ગ્લાસ પાણી માટે હાહાકાર થાય છે અને વસંત ઋતુનું સ્વાગત કરવા કરોડૉ લિટર પાણીની હોળી રમવામાં આવે છે….બસ હુ તો એટલુ જ કહીશ કે..
  “જાગ મનવા જાગ !
  …………………………..નહીતર હવે કુદરત જાગી રહી છે”

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: