આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં કોમી એકતાના અનોખા દર્શન – મુસ્લીમ પરિવારે હિન્દુ સ્વજનના અંતિમ સંસ્કાર કર્યા..!


મૃતક જગદીશભાઈ

મજહબ નહી શીખાતા આપસમેં બેર રખના..! કહેવાય છે કોઈ પણ ધર્મ બીજા ધર્મના લોકો પાસે વેર ઝેર રાખવાનું નથી શિખવાળતો છતા પણ કેટલાય અસામાજિક લોકો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે એક બીજા ધર્મના લોકો સાથે વેર ઝેર કાયમ રહે તેવા પ્રયત્નો કરતા હોય છે. પરંતું આવાલોકોને જડબાતોડ લપડાક આપતો એક કિસ્સો ઉમરેઠમાં ઉપાગર થયો હતો.
ઉમરેઠના રજની નગર સોસાયટીથી જી.આઈ.ડી.સી માર્ગ ઉપર એક મુસ્લીમ પરિવાર રહે છે. આ મુસ્લીમ પરિવારના મુખીયા ગનીભાઈ અને તેમના જીગરી દોસ્ત જગદીશ ભટ્ટ નાનપણથી મિત્રો હતા જ્યારે જગદીશ ભટ્ટના પરિવારમાં કોઈ ન હોવાથી નાનપણથી જગદીશ ભટ્ટ પોતાના જીગરી મિત્ર ગનીભાઈ પઠાણ સાથે તેમના ઘરે જ રહેતા હતા જે અંગે ગનીભાઈ પઠાણના

સ્મશાન યાત્રા

પરિવારના અન્ય સભ્યોને પણ વાંધો ન હતો. જ્યારે જગદીશભાઈ ભટ્ટ ડ્રાઈવિંગ કરવામા નિપૂણ હતા જેથી તેઓએ ગનીભાઈને ડ્રીવીંગ કરતા શીખવ્યું હતુ જે યાદ કરતા ગનીભાઈએ જણાવ્યું હતુ કે , જદદીશ ભટ્ટાએ તેઓને ડ્રાઈવીંગ શીખવ્યું હોવાને કારણે આજે તે પગભર થયા છે અને તેમના કુંટુંબનું ભરણ પોષન કરવા સક્ષમ છે..!
વધુમાં ગનીભાઈના લગ્ન થયા પછી તેમના પત્નિ સાયરાબીબીએ જગદીશભાઈ ભટ્ટ ને પોતાના ધર્મના ભાઈ બનાવ્યા હતા તેમજ આ મુસ્લીમ પરિવારમાં હિન્દુના તહેવાર રક્ષાદ્બંધનની પણ ઉત્સાહભેર ઉજવની દર વર્ષે કરવામાં આવતી હતી.
ગનીભાઈ પઠાણના છોકરાને પણ જગદીશભાઈ ભટ્ટે ડ્રાઈવીંગ કરતા શિખવ્યું હતું અને તેઓને પગભેર કર્યા હતા. જ્યારે જગદીશભાઈનું બિમારીની અવસ્થામાં મૃત્યુ થતા તેઓની તમામ અંતિમ ક્રીયા આ મુસ્લીમ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જ્યારે તેઓની સ્મશાન યાત્રામાં નગરના મુસ્લીમ પરિવારના લોકો તેમજ હિંદુ પરિવારના લોકો પણ જોડાયા હતા. જ્યારે આ પઠાણ મુસ્લીમ પરિવારે જણાવ્યું હતુ કે હિન્દુ વિધિ પ્રમાને નવમું અને તેરમું જેવી વિધી પણ તેઓ દ્વારા કરવામાં આવશે અને જગદીશભાઈ ભટ્ટની ખોટ કાયમ તેમના પરિવારને પડશે.

5 responses to “ઉમરેઠમાં કોમી એકતાના અનોખા દર્શન – મુસ્લીમ પરિવારે હિન્દુ સ્વજનના અંતિમ સંસ્કાર કર્યા..!

 1. પ્રવિણ કે.શ્રીમાળી February 18, 2010 at 7:24 pm

  ખુબ જ સરસ વાત કહેવાય, વિવેકભાઈ!! શાબાશ…બ્રેવો!!

  Like

 2. Shailesh February 19, 2010 at 12:19 pm

  ધર્મ ના નામે ભાગલા રાજકારણીઓ જ પડાવે છે, બાકી આમ આદમી ના મન માં કોઈજ ભાગલા નથી, જ્યાં પણ હિન્દુ મુસ્લીમ વસ્તી ભેગી રહે છે તેવા દરેક ગામ માં જુઓ તો કોઈજ ભેદભાવ નથી.

  Like

 3. Dilip Gajjar February 19, 2010 at 5:07 pm

  વિવેક્ભાઈ,
  જગદીશ્ભાઇના આત્માને શાન્તિ અર્થે પાર્થના. માણસને માણસ તરીકે જ સ્વીકારવો જૉઇએ અને મળવું જોઇએ માણસના શરીર સુખ દુખ કર્મ જન્મ મૃત્યુ..આવશ્યકતાઓના ધર્મ સમાન જ છે જુદા છે તો ગેરસમજથી મૂઢતા અજ્ઞાનથી અંધ્શ્રદ્ધાથી પાલવામાં આવતા હિન્દુ મુસ્લિમ સિખ ઇસાઇ ધર્મ..જેને ધર્મ અનુભવમા આવ્યો તેને સમાનતા લાગી માણસ માણસને પોતાનો લાગ્યો પારકા લાગે વેરભાવ જાગે તે ધર્મ નથી અધર્મ છે અને માત્ર હિન્દુ હોવુ મુસ્લિમ હોવુ જુદુ અને સારા મુસ્લિમ કે સારા હિન્દુ હોવુ તેમા બહુ ફરક છે….ખુબ પ્રેરક પ્રસંગ છે મૈત્રિભાવનૂ પવિય્ત ઝરણું….

  Like

 4. ચીરાગ February 20, 2010 at 11:08 pm

  વાહ વિવેકભાઈ. ગામ વીશે માહીતીનો બ્લૉગ એક સ્તુત્ય પગલુ છે. શહેરના પરીચયાત્મક બ્લૉગ તો ઘણાં છે. પણ, જ્યારે ગામડું સમૃધ્ધ હશે ત્યારે ભારત વીશ્વમાં અગ્રેસર હશે.

  આડવાત, હું બાજુના હેરંજ (ચુણેલ નજીક) ગામનો વતની છું.

  Like

 5. PANKAJ SHAH February 22, 2010 at 5:15 pm

  ભાઈ વિવેક
  સ્વ. શ્રી જગદીશભાઈ નો ફોટો જોઇને ખ્યાલ આવ્યો કે એ ભાઈને હું ઓળખતો હતો પણ તેમનું નામ વિ ખબર નહોતી અને જગદીશભાઈ તથા ગનીભાઈ જેવા અનેક કિસ્સા હશે કે આખું જીવન અલગ કોમના હોવા છતાં સાથે રહેતા હશે એવા બીજા શ્રી ગનીભાઈ બેલીમ પણ છે જે જન્મે મુસ્લિમ હોવા છતાં નવરાત્રીમાં આપણી પોળે આવેલા માતાજીના
  મંદિરે ગરબા ગવડાવતા હતા આ લગભગ ૧૯૭૪ / ૭૫ ની વાત છે અને તે પછી પણ ગવડાવતા હશે અને ખાસ કરીને ડ્રાયવર ની નોકરી કરતા ઘણા બધા લોકોના બને કોમ વ્યક્તિઓના મોટે ભાગે એ પ્રકારના સંબધ હોતા હોય છે કારણકે મેં કવોરીમાં નોકરી કરી છે અને એ લોકોના ખુબ નજીકથી પરિચયમાં છું પરતું આવા કિસ્સા બને ત્યારે બધું ધ્યાનમાં આવે છે તેમ છતાં આવા કિસ્સા ઈન્ટરનેટ ના માધ્યમથી ઘણા બહોળા સમાજને પહોચાડવાનો તારો પ્રયત્ન અભિનંદનને પાત્ર છે શક્ય હોય તો શ્રી ગનીભાઈ કે જે આ પ્રસંગના હીરો છે તેમનો ફોટો પણ મુકવા પ્રયત્ન કરશો
  પંકજ શાહ
  વડોદરા

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: