આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

શીવસેના કે વાનરસેના…?


થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી હતી ” હેપ્પી ફ્રેન્ડશીપ-ડે ટુ શીવસેના” પણ અત્યાર ની પરિસ્થીતી જોતા લાગે છે હું તે સમયે ખોટો હતો. ભલા કુત્તે કી દૂમ કભી સીધી હો સકતી હૈ…?
.હા હાલમાં શાહરૂખખાનની નાની અમથી વાતને લઈ બાલ ઠાકરે મહારાષ્ટ્રમાં મોટો હંગામો કરી રહ્યા છે ત્યારે મિડિયા પણ તેને વધારે ચકાવવાની કોશીશ કરી રહ્યું છે. એક વાત તો ચોક્કસ છે કે બધા પોતાના સ્વાર્થ ને લઈ આ મુદ્દે પોતાની રાજકિય કે ધંધાકિય પૂરી તળી રહ્યા છે.તો આવો જોઈએ કોણે આ મુદ્દામાં કેવો સ્વાર્થ છે.

શાહરુખખાન

– ફિલ્મને મફતમાં પબ્લીસીટી મળશે અને ફિલ્મ ખુબ વધારે ધંધો કરશે મહારાષ્ટ્રમાં ફિલ્મ ન ચાલે તો નહિ પણ વિદેશમાં આ ફિલ્મ જોવા લોકો દોડતા આવશે સાથે સાથે ભારતમાં પણ મહારાષ્ટ્રને બાદ કરતા ભારતના અન્ય રાજ્યોમાં તેને સારો પ્રચાર મળશે.

શીવસેના

મહારાષ્ટ્રમાં વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં શીવસેનાનો ભૂંડો પરાજય થતા તેઓનું રાજકિય અસ્તીત્વ જોખમમાં આવી ગયું છે જેથી પોતે દેશ ભક્ત છે અને મરાઠી માણસોના રખેવાળ છે તેમ સાબિત કરવા શીવસેના આવા ગતકડા કરી રહ્યું છે. પરંતું હવે પબ્લીક તમારા જેવાને ઓળખી ગઈ છે.

મિડિયા

મિડિયા પણ આગમાં ધી હોમવાનું કામ કરે છે. શાહરૂખખાન જ્યાં જાય ત્યાં તેની પાછળ જાય છે. તેના મોં માં આગળા નાખી તેને ના બોલવું હોય તે બોલાવવા પ્રયત્ન કરે છે. ચાર પાંચ શીવ સૈનિકો થોડા પોસ્ટર બાળે તેમાં ” બ્રેકિંગ ન્યુઝ” તરીકે તેમને પ્રમોટ કરવામાં આવે છે જેના કારને આવા અસામાજિક તત્વોને વધારે ને વધારે જુસ્સો મળે છે.

 ” મારી ટીમમાં એક ફાસ્ટ બોલરની જગ્યા હતી જે માટે સેન બોન્ડને મેં કરીદ્યો જો વધુ જગ્યા હોત તો હું પાકીસ્તાનના ખેલાડીને પણ અમારી ટીમમાં સ્થાન આપત.”    – શાહરૂખખાન

 

આ વાક્ય બોલી જાણે શાહરૂખખાનએ કોઈ  દેશદ્રોહનું કામ કર્યું હોય તેમ સમજી શીવસેનાના બાલઠાકરે શાહરૂખખાનને માફી માગવા મજબુર કરી રહ્યા છે. અને આ સામાન્યવાતને મુદ્દો બનાવી આખા મુંબઈને માથે લઈ લીધું છે. દાઊદ ઈબ્રાહીમ કે જે દૂનિયાનો સૌથી મોટૉ આતંકવાદી છે અને મુંબઈમાં કેટલીય લોહીયાળ હોળી કરવામાં જેનો હાથ છે તેના વેવાઈ અને પાકિસ્તાનના ભૂ.પૂ ક્રિકેટર મીંયાદાદને ઘરે બોલાવી તેને મહેમાન બનાવ્યો હતો, ( તે સમયનો ફોટો જોવા અહિયા ક્લિક કરો ) ત્યારે તમારા આદર્શો અને દેશ ભક્તિ ક્યાં હતી…?
 
શાહરૂખખાન તો ખાલી જો અને તો ના સમિકરણથી ફક્ત વાત કરી રહ્યો છે. પરંતુ તમે તો અંધારી આલમના ડોનના વેવાઈને ઘરે બોલાવી આગતા સ્વાગતા કરી હતી તેનું શું …? જો થોડી શરમ જેવું બાકી રહ્યું હોય તો કાલે શાંતિથી ફિલ્મ રીલીઝ થવા દે જો અને તમારી શીવસેના (વાનર સેના) ને કે જો હખણી રહે. નહિતો આવનારા દિવસોમાં કોઈ મુંબઈકર પણ તમોનેં સુંઘવા નહ આવે આખા દેશની ચીંન્તા કર્યા વગર “માતૃશ્રી”ની ચીંન્તા કરો. છેલ્લા કેટલાક મહિનામાં તમે કેટલા સ્વજનો ગુમાવ્યા યાદ છે..? ના હોય તો હું કરાવું. એક તો તમારો ભત્રીજો રાજ ઠાકરે ને બીજી ઘરની લક્ષ્મી સ્મિતા ઠાકરે. પહેલા તમારા પરિવારના લોકોને ભેંગા કરો પછી દેશની વાત કરજો…આવજો…

5 responses to “શીવસેના કે વાનરસેના…?

 1. shailesh February 11, 2010 at 6:11 pm

  અગ્નિ ઓલવાવાનો થાય એટલે તમે જોયુ હશે પહેલા મોટો ભડકો થાય ને પછી ઓલવાઈ જાય.બસ હવે આવુ થવાની તૈયારી જ છે. આજે અત્યાર ના તાજા સમાચાર મુજબ શિવસેનાએ શાહરુખ ને જીવતા સળગાવાની વાત કરી….!!! અને બીજા સમાચાર રિલાયન્સ પોતાની હેડ ઓફિસ જામનગર બદલવાની વિચારણા કરે છે. વિચારો બધી કંપની આવુ વિચારશે તો શું થાશે શિવસેના નું ..!!! આ સમાચાર માટે જુઓ આજનું છાપું…http://www.akilaindia.com/daily/news_html/main5.html

  http://www.akilaindia.com/daily/news_html/main4.html

  Like

 2. વિનય ખત્રી February 11, 2010 at 7:08 pm

  ઉમરેઠ મુંબઈનું પરું છે કે મહારાષ્ટ્રનું ગામડું?

  Like

 3. વિવેક દોશી February 12, 2010 at 8:57 am

  ” મારી મરજી , મારા વિચાર ” ઉમરેઠ, મુંબઈ, અને મહારાષ્ટ્ર ભારતમાં છે.

  Like

 4. paryank2010 February 19, 2010 at 11:29 pm

  વિવેક, તમે સુંદર રીતે મીડિયા અને સેલીબ્રિટીની સાંઠગાંઠ ની ચર્ચા કરી. સેલીબ્રીટીને મીડિયા ની જરૂર હોય છે અને મીડિયા ને હોટ ટોપીકની . જે શાહરુખ કરતા સારી રીતે કોણ આપી શકે? અશોક દવે એ બુધવારની બપોરેમાં કહ્યું છે કે ” લોકોને ખબર પડી ને શિવસેના અને શાહરુખ વચ્ચે અણબનાવ થયો .પરંતુ શિવસેના અને શાહરુખ વચ્ચે થયેલી બેઠક વિષે કેટલાને ખબર હશે?” આ પહેલા પણ “માય નેમ ઇઝ ખાન” અમેરિકા નાં એરપોર્ટ પર થી પબ્લીસીટી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તે સફળ થયો ન હતો.
  આપનો લેખ સમયસરનો અને સામાન્ય માણસ માટે આંખ ઉઘાડનારો સાબિત થશે.

  Like

  • વિવેક દોશી February 20, 2010 at 1:54 pm

   … paryank,
   સાચી વાત અમેરિકામાં સુરક્ષા તપાસ માટે શાહરૂખ ખાન ને એરપોર્ટ ઉપર લગભગ એક કલાક સુધી રોક્યો હતો , આ સમયે શાહરૂ ખાનએ કહ્યું હતુ કે મારા નામની પાછળ ખાન આવે છે તેથી મને રોક્યો ..જેથી માની શકાય કે ફિલ્મનો પ્રચાર કરવામાં આ રીતે શાહરૂખ ખાને પ્રપંચ કર્યું હશે….!

   Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: