આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

પોસ્ટકાર્ડ


તમોને યાદ છે તમે કોઈને ક્યારે પોસ્ટ કાર્ડ લખ્યો હતો..? ચાલો જવા દો તમને તે પણ યાદ છે તમોને કોઈએ ક્યારે પોસ્ટ કાર્ડ લખ્યો હતો. થોડા દિવસ પહેલા એક સ્વજનને ત્યાં લગ્ન પ્રસંગની કંકોત્રી લખવાનો કાર્યક્રમ હતો જેનું આમંત્રણ પાઠવવા પોસ્ટકાર્ડ દ્વારા તેઓએ જાણ કરી હતી. કેટલાય વર્ષે આ પોસ્ટકાર્ડ કોઈએ અમોને લખ્યો હતો. માહિતી આદાન પ્રદાન કરવા માટે પહેલા ના સમયમાં પોસ્ટકાર્ડ અનિવાર્ય હતો. મને યાદ છે કેટલાય દિવસો તેવા પણ હતા કે જે તે સમયે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કાર્ડ નથી ના પાડીયા પણ લગાવવા પડતા હતા. તેનાથી ઉલટું હવે પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ લેવા માંડ કોઈ આવતું હશે.

પોસ્ટકાર્ડની લોકપ્રિયતા ઘટવા પાછળ કેટલાય પરિબળો કામ કરે છે. જેમ કે હાલમાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો હોવાથી પોસ્ટકાર્ડનો ઉપયોગ ઘટી રહ્યો છે. ફોન,એસ.એમ.એસ, ઈ-મેલના વધતા વપરાશને કારણે હવે પોસ્ટ કાર્ડનું ચલણ ઘટી રહ્યું છે. ત્યારે પોસ્ટકાર્ડની લોકપ્રિયતા વધારવા માટે તંત્રએ કેટલાક ફેરફાર કરવા જરુરી બની ગયા છે.

જો પોસ્ટકાર્ડની સાઈઝ વધારવામાં આવે તો પોસ્ટકાર્ડનું ચલન વધે તેમ છે. સરનામું લખવાની જગ્યા પણ વધારવામાં આવે અને પોસ્ટકાર્ડ ડિલીવરી કરવામાં ઝડપતા રાખવામાં આવે તો પણ લોકો પોસ્ટકાર્ડનો ઉપયોગ કરી શકે છે.

3 responses to “પોસ્ટકાર્ડ

 1. shailesh February 8, 2010 at 6:59 pm

  મને પોસ્ટકાર્ડ ( ટપાલ ) લખે ૧૫ વરસ તો થૈ ગયા હશે….કાંઈ યાદ નથી આવતું…!!!
  તમારા સુચનો સરકાર ધ્યાનમાં લે એવી પરમક્રુપાળુ પરમાત્મા ને પ્રાર્થના, અને અમલ કરે તો હુ બાધા રાખુ છું કે સુધારા સાથે ની પહેલી ટપાલ તમને લખીશ.

  Like

 2. વિનય ખત્રી February 9, 2010 at 10:32 am

  ૧૫ પૈસાનું પોસ્ટકાર્ડ આવતું તે જમાનામાં પોસ્ટકાર્ડનો ભારે દબદબો હતો. તે સમયે મેં પણ પોસ્ટકાર્ડનો બહુ ઉપયોગ કર્યો છે. પોસ્ટકાર્ડમાં કોઈ ફેરફારની જરૂર મને જણાતી નથી. આટલા વર્ષોથી એનું આ ફોર્મેટ ટાઈમ ટેસ્ટેડ અને સર્વ સ્વિકૃત છે.

  ડિલિવરી ઝડપી બને તો મજા આવે. તે માટે પોસ્ટકાર્ડને એક પોસ્ટ ઓફિસમાં સ્કેન કરી બીજી પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટ કરી શકાય. બીજું ડિલિવરી ઝડપી ન બને તો પણ ચાલે પણ એક ચોક્ક્સ સમયગાળામાં (દા.ત અઠવાડિયામાં) પહોંચી જશે એવી વિશ્વસનિયતા આવે તો પણ તેની ઉપયોગીતા વધી જાય.

  Like

 3. Rajni Agravat February 10, 2010 at 7:58 pm

  વિનયભાઈની વાત સાથે 103.5 % સહમત 😉

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: