આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

..આખરે મગનકાકાએ બી.ડી પીવાનુ છોડી દીધુ.


કહેવાય છે એક વાર માણસ વ્યસનને રવાઢે ચઢી જાય એટલે તેને પાછો યોગ્ય રસ્તે લાવવો લોઢાના ચણા જેવી વાત કહેવાય,પણ કહેવાય છે ને મન હોય તો માડવે જવાય જો આપણે ખરા દિલથી હાથ ધોઈ કોઈની પાછળ પડી જઈયે તો ભલભલા લોકો ને વ્યસનથી છુટકારો આપી સકીયે છે,આમ મગનકાકા ની પાછળ મણીકાકી હાથ ધોઈ પાછળ પડ્યા કે,મગનકાકાને બી.ડી નુ વ્યસન છોડ્યા સિવાય છુટકો ન હતૉ,બન્યુ એમ  કે,મગનકાકા ને બી.ડી પિવાની ટેવ મણીકાકી કેટલુય કે,ડોક્ટર કેટલુય કે પણ મગનકાકાના પેટનુ પાણી ના હાલે તે તો પોતાની મસ્તીમા દરોજ બે ત્રણ બી.ડી ના પેકેટ ફુકી નાખે…! પરિનામે મહીને મહીને દવાખાનાના ચક્કર લગાવા પડે હોસ્પીટલમા દાખલ થવ પડે પૈસાના ધુમાળા છતાય નક્કર પરિનામ ન આવે,આખરે એક દિવસ ડોક્ટરે મણીકાકી ને કહ્યુ કે મગનકાકાને કોઈ પણ હિસાબે બી.ડી બધ કરાવો નીતો મારા હાથમા થી કેસ છટકી જશે પછી મને દોષના દેતા.આટલી બધી ઘભીરતા પણ મગનકાકા તો બસ એકજ રટણ કરે “મારે તો હુ ભલો ને મારી બી.ડી”મણીકાકી એ  મગનકાકાને બી.ડી છોડાવવા પોતાનાથી થતા બધા પ્રયત્નો  કર્યા ભુવા,દવાખાના સહીત તેમના મિત્રોની પણ મદદ લીધી પણ મગનકાકા એક ના બે ન થયા.છેવટે એક દિવસ મણીકાકીના મગજમા એક વિચાર આવ્યો ,મણીકાકીને થયુ લાવ જેવા સાથે તેવા થવા દે થોડાજ દિવસમા સિધાદોર થઈ જશે ,હવે પોતાના નવાવિચાર મુજબ મણીકાકીએ પોતાનુ આચરન શરુ કર્યુ,જ્યારે જ્યારે મગનકાકા બી.ડી પીવે ત્યારે મણીકાકી પણ પોતાની બે આગળી વચ્ચે બી.ડી મુકી કશ મારે,આ જોઈ મગનકાકા ગિન્નાયા તેઓ મણીકાકી પર તાળુક્યા “શુ કરે છે તુ..ભાણ છે તને આ ઉમરે તારે બી.ડી પીવાના ચસ્કા થાય છે થૉડી પણ લાજ સરમ છે કે નહી”બસ આટલુ બોલ્યાને મણીકાકીએ તમની વાત તોડી કહ્યુ “જોવો તમે જેટલી બી.ડી પિશો તેટલી હુ પણ પીશ” બસ પછી શૂ મગનકાકા સમજી ગયા ને તેમની પાસે પડેલી બી.ડી ખિસ્સા માથી કાઢી ને બારી માથી બહાર ફેકી ત્યાર ની ઘડી ને આજ નો દીવસ આજ દિન સુધી મગનકાકા ને મણીકાકી બી.ડી ને અડ્યા પણ નથી..!

One response to “..આખરે મગનકાકાએ બી.ડી પીવાનુ છોડી દીધુ.

  1. arvindadalja July 21, 2009 at 8:50 am

    ખૂબ જ સરસ ! આવિઇ જ રીતે જો દારૂ પીનારાની પત્નિઓ કરવા લાગે તો લઠ્ઠા કાંડ આપો આપ બંધ થઈ જાય. નશો પછી તે ગમે તે પ્રકારનો હોય દારૂનો-તમાકુ/ગુટકાનો/બીડી-સિગારેટનો કે જુગારનો -ધનનો/સતાનો/હપ્તા ખાવાનો ઘરની સ્ત્રી જ છોડાવી શકે. કારણ સ્ત્રી જ મકાનને ઘર બનાવે છે ! તમામ સ્ત્રીઓ સાથે મળી આવા વ્યસની પતિઓ સામે મોરચા માંડે તો તાજેતરમાં લઠ્ઠાને કારણે જે કરૂણાંકિતા સર્જાય તે ના સર્જાય હોત્ ભવિષ્ય માટે સ્ત્રીઓ માટે સરસ સંદેશો છે આપની આ વાત માં !

    સ-સ્નેહ
    અરવિંદ

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: