આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

એક મહાન લેખક-પત્રકાર ને કરેલી “ટિપ્પણી ના અનુભવો-૨”


– એક મહાન લેખક પત્રકારે પોતાની વેબસાઈટ (બ્લોગ નહી હો..આ તો પૈસા ખર્ચી વેબ સાઈટ બનાવે છે,તેમને મફતિયુ ના ખપે..!) પર એક ટોપિક લખ્યો છે “બ્લોગ જગતના મફતિયા પરા”તેમા તેઓએ લખ્યુ છે કે,(તેમનુ લખેલુ હુ અહિયા નથી લખતો નીતો પાછો કોપી રાઈટ ના લફડામા પડીશ એટલે તેમના કહેવાનો ભાવાર્થ હુ લખુ છું)
“આ મોટા મહાશય કહેવા માગે છે,કે બ્લોગ જગતમા બધા પોતાને લખતા આવડે છે તેમ સમજીને બ્લોગ લખવા માડે છે…(તેમને પણ એવુ જ લાગે છે એટલે તેમનૅ પણ બ્લોગ જગતમા પોતાનુ નસિબ અજ્માવ્યુ),
 
(આ મહાશય ને હુ કહેવા માગુ છુ કે,મને કે બિજા બધાને લખતા આવડે છે કે નહી તે વાચકો નક્કી કરશે ,તમને સરસ લખતા આવડે છે તે બડલ અભીનદન)
– વધૂ મા તેમની હા.મા હા કરનાર કોઈ અન્ય લેખક (?) કહે છે કે..ગામમા ના છેવાડે જેમ ખાલી જગ્યામા લોકો પોતાનો કબ્જો જમાવી ઝુપડ્ડપટ્ટી બનાવી “મફતિયાપરા”ગામ ઉભૂ કરી દે છે…તેમ બ્લોગ જગતમા પણ લોકો મફત બ્લોગ બનાવી બ્લોગ જગતને “મફતિયાપુરા”બનાવી દિધૂ છે…
 
(આ બન્ને મહાશય ને હુ જનાવા માગુ છુ કે,ઈન્ટરનેટ ઉપર કેટલીય સેવા છે જેનો તમે પણ મફત ઉપયોગ કરો છો.દા.ત-ઈ-મેલ સેવા ,જો તમારી જાતને બહુ મહાન માનતા હોવ તો દરેક ઈ-મેલ ની મફત સેવા લેવાનુ હમનાથી જ બધ કરી દો…બિજુ કે,મારી પાસે ફોગટના પૈસા નથી કે મે કોઈના પૈસા ઘાલી જઈ મારા ખીસ્સા ભર્યા નથી..જેથી આવા પૈસા ખર્ચ કરવાનુ મને પોસાય તેમ નથી,હા એ વાત અલગ છે કે કોઈ સ્કીમ કાઢી લોકો ના પૈસા હઝમ કરી આવા શોખ પુરા કરવા હુ વેબ સાઈટ બનાવુ..)

– આ મહાશય તેમ પણ કહે છે કે,બ્લોગ જગતમા કેટલાય મહાશયો એવા છે કે મોટા મોટા લેખો લખે છે પણ કોઈ તેમના લેખો પર કોમેન્ટ નથી કરતુ અને મોટા ભાગના લોકો ઉઠાતરી કરેલા લેખો કોપીરાઈટ ની પરવા કર્યા વીના પોતાના બ્લોગ પર ઠોકી બેસાડતા હોય છે..

(અરે સાહેબ,પહેલા તો તમે બધાના લેખ વાચો છો તે બદલ આભાર,બીજુ કે જો તમને લાગે કે કોઈ પોતાના બ્લોગ પર બિજાના કે તમારા લેખની કોપી કરે છે તો તે ને ચેતવની આપો અને જે તે લેખ દુર કરવાનુ કહો , જો ના માને તો તેમનો બ્લોગ તમે બધ પણ કરાવી સકો છો આ અગે તમને વધારે માહીતી જોઈયે તો મારા એક મિત્ર (અજાણ્યા) વિનય ખત્રી નો સપર્ક કરી સકો છો,તેમનુ ઈ-મેલ આડી જોઈયે તો મને કે જો..બીજુ કે કોઈના લેખ પર કોઈ કોમેન્ટ કરે કે ના પણ કરે તેમા તમારે શુ…)

– વધૂમા બ્લોગ જગતમા પોતાની ગઝલ,શાયરી અને કાવ્યો લખી ને મુકે છે તેમને આ મહાશય કહે છે કે ,આ બધા પોતાની જાતને મુકેશ,કિશોર કે લત્તા મગેશકર સમજે છે,પણ હકીકતમા આ લોકો કે જે બ્લોગ જગતમા ગઝલ,કાવ્યો કે શાયરી લખે છે તે બાથરુમ સિગર છે અને બાથરુમ સિગરના ગિતો રેકોર્ડ થતા નથી કે રીલિઝ થતા નથી..

(તો…ભાઈ શ્રી તમને અહિયા ખાસ જણાવતા આનદ થાય છે કે,લત્તા મગેશકર,કિશોર કે પછી મુકેશે પણ બાથરુમ સિગર શામે ક્યારેય વાધો ઉથાવ્યો નથી ,તો બ્લોગ જગત મા પોતાની હુન્નર બતાવતા લોકોની સામે આગળી ઉઠાવો તે કેટલૂ વ્યાજબી છે…?)

-આજ પોસ્ટ મા આ મહાશયે તેમના કોઈ મિત્રના બ્લોગ માથી ઉઠાતરી કરેલ સનેડો મુક્યો છે.આ સનેડો બ્લોગ જગતમા વિહાર કરતા ૯૦ થી ૯૫ ટકા લોકોને માટે છે

( આ બન્ને મહાશય ને જણાવાનુ કે ,હુ  તો બ્લોગ જગતમા નવા નિશાળીયો છુ તમારા સનેડા અગે ટિપ્પણી ફરિ ક્યારે કરીશ,(જ્યારે મને સનેડો લખતા આવડષે ત્યારે)પણ અહિયા હુ એક વાત ચોક્કસ કહીશ કે,લખવાનો ઈજારો માત્ર લેખકો નો નથી,વાચકો ને પણ લખવાનુ મન થાય અને જો કોઈ બરાબર ન લખતુ હોય તો સારા લેખક તરીકે જે તે લખનાર ને તમારે માર્ગદરશન આપવુ જોઈયે ..આમ લોકો ને નીચા કરી પોતે ઉચા રહેવુ સારી વાત નથી)

નોધ- આ પોસ્ટ લખવાનો હેતુ માત્ર એટલો જ છે કે જે તે લેખક ને તેમના આ “મફતિયાપુરા”વાળા લેખ ઉપર કરેલ કોમેન્ટ તેમને સ્વિકારી નથી ..ખેર. એ  તેમની મરજી ની વાત છે પણ “મારે પણ મારા મફતિયા બ્લોગ પર જે કાઈ લખવુ હોય તે પણ મારી મરજી ની વાત છે..!

2 responses to “એક મહાન લેખક-પત્રકાર ને કરેલી “ટિપ્પણી ના અનુભવો-૨”

 1. Dilip Gajjar July 14, 2009 at 9:53 pm

  વિવેક, તમે વિવેક ગુમાવ્યા વગર લખ્યું છે અને સારો અને સાચો જવાબ આપ્યો છે..પોતાનો આત્મવિશ્વાસ ખોવો નહિ..
  સદભાવ ‘સંદેશ’તા. ૧૬.૦૫.૨૦૦૯ નો લેખ
  ‘માતૃભાષામાં બ્લોગિંગઃ ગુજરાતી પણ પાછળ નથી.’

  આ લેખ તેમને વંચાવો અહંકાર હશે તો થોડો ઓછો થશે અને નમ્ર હશે તો સ્વીકારશે, સંમત થશે, તેમની સાચી મહાનતા પ્રગટ થશે.

  તો તો લેખક મહાશયની વિશાળ નજરમાં અમિતાભનો બ્લોગ પણ એક મફતિયાનો જ બ્લોગ કહેવાય ને ?

  સંદેશ લેખના લેખક, બ્લોગર્સને ઈન્ટરનેટના માધ્યમ ધ્વારા ગુજરાતી ભાષાનું કામ કરી રહેલા વ્યક્તિઅઓને ‘સેવાના ભેખધારી’ એટલે કે સ્વયંસેવક જ ગણવા પડે…તેમ કહે છે

  Like

 2. Dilip Gajjar July 15, 2009 at 3:02 pm

  વિવેક, મને તમારો ઈમેઈલ આપો હું તમને સંદેશનો લેખ મોકલીશ..જેમાં બ્લોગર્સ કરનારનું ગૌરવ કર્યુ છે…તે તમે તમાર બ્લોગમાં રાખજો…હું મોટે ભાગે મારા બ્લોગમાં કવિતા રાખું છું…અન્યને જે સર્જન માટે ઉત્સાહ કે પ્રેરણા પણ આપી ન શકતા લેખકને અપમાન કરવા અને મફતિયા કહેવાનો અધિકાર કોણ આપી જાય છે…તેઓ આત્મઘાતી છે જે ડાળ પર બેસી કુહાડા મારે છે…જેમણે બધાને બ્લોગ કરવા નિશૂલ્ક રજા આપી તેમણે કદી આભારની પણ અપેક્ષા રાખી નથી…અને જેઓ પૈસા આપી વેબસાઈટ વાપરે તે પણ ટ્ેક્નોલોજી તો તેમની જ વાપરે છે ને ? પ્રભુ આપણને જીવન આપે છે તો કદી અપમાન કરે છે કે સાલા મફતિયાઓ પૈસા આપ્યા વિના શ્વાસ લે છે…પૈસા આપ્યા વિના મારી સેવા વાપરે છે ? તેવા કહેવાતા લેખકોને તો ઉઘાડા જ પાડવા જોઇએ..જેઓ સૌરભને બદલે દુર્ગંધ ફેલાવે છે..

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: