આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

એક મહાન પત્રકાર-લેખક ને કરેલી “ટિપ્પણી નો અનુભવો”-૧


એક મહાન લેખક-પત્રકાર ને નકારાત્મક ટિપ્પ્ણી કેમ પચતી નથી…! માત્ર સફળતા અને પ્રસિદ્ધીના ભુખ્યા એક લેખક પત્રકાર એવા છે કે,તેમને તેમના વિશે કરેલ નકારાત્મક ટિપ્પણી તેમને પચતી નથી અને જો તમે સકારાત્મક ટિપ્પણી કરો તો ફટ લઈને તેને આવકારે છે..! હા..છેલ્લા બે દિવસ થી હું એક કહેવાતા મહાન લેખક-પત્રકારની વેબ સાઈટ ((આ લેખકો વેબ સાઈટ પર લખે છે,દ્મારી જેમ મફતીયા બ્લોગ નથી લખતા)) તેમનો બહુ ચર્ચીત પ્રકરણ વાચી રહ્યો હતો આ અંગે મને જે કાંઈ લાગ્યુ તે કોમેન્ટ કરી તેમને જણાવ્યુ હતૂ પણ વિચારવાની બાબત એ છે કે, મે કરેલી કોમેન્ટ સાથૅ ચેડા કરી તેઓએ કોમેન્ટ એક્સેપ્ટ કરી એટલે કે,મે જે ઓરીજીનલ કોમેન્ટ કરી હતી તેનો સારો ભાગ રેહવા દિધો ને બાકી નો ડીલીટ કરી નાખ્યો.
ખરેખર આ વ્યાજબી નથી મારો તેઓના પ્રત્યે જે અભિપ્રાય હતો તે સ્પષ્ટ રીતે તેઓએ સ્વિકાર્યો નહી. ખેર સફળતા નો નશૉ કેટલાક લોકોને એટલો બધૉ ચઢી જાય છે કે,પોતો જે મોરચે નિષ્ફળ છે , તે વિશે કાઈ દેખાતુ નથી..! તેઓને પોતાના સારા પાસા જમા કર્યા પણ જે મને સારા ના લાગ્યા તે પાસા અગે મે તેમને મારી કોમેન્ટ ધ્વારા જાણ કરી જે તેઓ એ ના મંજુર કરી કર્યા
 “આ પોસ્ટ અહી મુકવાનો મારો હેતુ માત્ર એટલો છે કે મારી કોમેન્ટ ધ્વારા જે તે લેખક ને મે તેમના લેખ વિશે મારો અભિપ્રાય આપ્યો હતો ,જે તેમને અધુરો મજુર કર્યો જો,તેમને મારી કોમેન્ટ મજુર કરવી હતી તો આખી કરવી જોઈયે નહી તો આખી નામજુર કરવી જોઈયે તેમને આવુ ન કર્યુ એટલે મારે આ પોસ્ટ રજુ કરવી પડી“

 

 

5 responses to “એક મહાન પત્રકાર-લેખક ને કરેલી “ટિપ્પણી નો અનુભવો”-૧

 1. Dilip Gajjar July 14, 2009 at 7:42 am

  જીવન નકાર સકાર બંનેનું બનેલું છે સર્વસામન્ય નકારાત્મક સ્વીકારવું બહું ઓછાને ગમે છે અને ટીકાટીપ્પણી પણ નકાર કે કશું ખોટું થયુ હોય તો કરવી ગમે છે…મારી દૃષ્ટીએ લોકશાહીના મૂલ્ય તરીકે દરેકને વાણી સ્વાતંત્ર્ય વિચારસ્વાતંત્ર્યનો અધિકાર છે…દરેકનો મત સ્વીકારવો જોઈએ અને તે દિશામાં વિકાસ માટે ખુલ્લા રહેવું જોઈએ….જેઅઓ પોતાના દોષ કે ભૂલો સ્વીકારવા તત્પર રહે તે વીરલા છે અને ઓછા હોય…તમે બધા લેખક કવિ કે માનવોમાં વૈષમ્ય અનુભવશો જ…અનુભવ લઈને આગળ વધવું..મને તમારો અઓપિનીયન અને તે લેખક તો બતાવો…તેમાં શું છુપાવવાનું…જૈસા હૈ દેખા જાયેગા..

  Like

 2. Sarth Shah July 14, 2009 at 7:59 am

  આવી જ રીતે મેં પણ ફેસબુક પર ટિપ્પણી કરી હતી.એક વાર તો એમણે કમેન્ટ ડીલીટ કરી નાખી.પછી મેં આ બાબતે ટકોર કરી કે “એક લેખક તરીકે તમારે પ્રશંસાની સાથે-સાથે નકારાત્મક ટિપ્પ્ણીને પણ પચાવવાની તૈયારી રાખવી ઘટે”.

  પણ પછી એમણે મને “ફ્રેન્ડ લિસ્ટ”માંથી ઉડાવી દીધો.

  Like

 3. Dilip Gajjar July 17, 2009 at 1:08 pm

  વિવેક, તમે સુંદર થીમ પસંદ કર્યો…તમને અન્ય લીંક મોકલવું છુ ગમશે…ધીરે ધીરે ગુણવત્તા વધારતા જવાની..કોઈના બાપની સાડાબારી રાખ્યા વિના..બરાબર ને ? બ્લોગ સાથે નિસબત રાખવી બ્લોગરો સાથે નહિ..આમ ખાને સે મતલબ..કેવી સરસ વાત્…

  http://aajnivaat.wordpress.com/2009/07/17/૧૭-૦૭-૨૦૦૯-આદત/

  Like

 4. પ્રવિણ કે.શ્રીમાળી July 23, 2009 at 10:06 am

  વિવેકભાઇ,
  તમે આપેલ કોમેન્ટમાં છેડ-છાડ કરી તેને પ્રગટ કરી, તે બાબત જ જણાવે છે કે તે કેટલાં પોઝીટીવ અને સત્યનો સામનો કરનારા છે ?!!….
  મેં પણ એકવાર ઈ-મેલ કરીને જણાવેલું કે “તમે લખો છો કે લાંબા લેખો લખનારાના બ્લોગોમાં, કોઈ કોમેન્ટ કરનારા નથી, આ વાત તમે સારી રીતે જાણતા હતાં સાહેબ, એટલે જ તમે તમારા બ્લોગમાં શ્રેષ્ઠ કોમેન્ટ કરનારા માટે ઈનામ ની લાલચ આપી. જો ખરેખર તમારી કલમમાં દમ હોય તો કોમેન્ટતો આપો આપ આવવાની !! તેના માટે ઈનામ શા માટે ?! અને આ બ્લોગ જગત માં કોઈ ખાલી કોમેન્ટ મેળવવા માટે લખતા નથી, પોતાના સ્વાનંદ અને શોખ માટે અને વહેંચવા માટે લખે છે..”

  આ ઈ-મેલ મેં Gugu Blogger&Reader Group માં કરેલ જે મોડરેટરે આ માત્ર જેમનો પર્સનલ ઈ-મેલ છે તેને હું મોકલું છું કરીને મને CC કરેલ. પણ હજુ સુધી એક મહિનો થવા આવ્યો મને જવાબ મળેલ નથી. હું એક વાત કહું હું તેમની કલમનો ચાહક અને વાચક છું, છતાં મને આ બાબતે અને ખાસ તો “બ્લોગ કે મફતપરીયા” લેખમાં ખુબ નેગેટીવ લાગ્યાં

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: