આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

મારા ઈન્ટરનેટ ના અનુભવો…


ઈન્ટરનેટનો સૌપ્રથમ ઊપયોગ સરુ કર્યો,ત્યારે માત્ર ઈ-મેલની આપ-લે કરવો મુખ્ય હેતુ હતો,ધીમે ધીમે જેમ જેમ ઈન્ટરનેટનો વપરાશ કરવનુ વધવા લાગ્યુ. હવે ઈન્ટરનેટ પર માત્ર ઈ-મેલ નહી પણ અન્ય રીતે પણ ઉપયોગ કરવા લાગ્યો..શરૂ શરૂ માં તો નેટ પર યાહુ મેસેન્જર થી ગપસપ કરવાની મઝા આવતી હતી,પરતુ સમય જતા જતા આ બધુ કંટાળા જનક લાગવા માળ્યુ,પછી એ દિવસ પિતરાઈ ભાઈએ  ઓરકુટ અગે વાત કરી પરતુ ત દિવસો મા ઓરકુટ વીશૅ પેપરો મા ગમેતેવા  આર્ટિકલ આવતા હતા જે થી ઓર્કુટ ની અવગણના કરી,છતા પણ ને ઉપર માત્ર ઈ-મેલ અને ગપસપ કરવાના નિત્યક્રમ થી કટાળો આવતો હતો, જેથી ઈન્ટરનેટ ઉપર હવે ,સમાચાર પત્રો,તેમજ જુદા જુદા મેગેઝિન વાચવા ના શરુ કર્યા..આ અનુભવ ખુબજ રોમાચથી ભરપુર હતો,આ તબ્ક્કો એવો હતો કે જ્યારે ખરેખર ઈન્ટરનેટ માહિતીનો ભડાર છે જેનો મને અહેસાસ થયો.આમ પણ પહેલેથી પેપર અને મેગેઝિન વાચવાનો શોખ અને નેટ પર ઈચ્છા મુજબ જે વાચવુ હોય તે મળી જાય એટલે આપણે તો જલસા પડી ગયા..! આ સમયે જ્યારે ઈન્ટરનેટ પર હુ બધોજ આનદ મેળવુ છુ તેમ લાગવા માળ્યુ . નેટ પર પેપરો વાચવા ને મેગેઝિન વાચવા નુ પણ નિત્ય ચાલુ કરી દિધૂ ..પરતુ જેમ જેમ સમય જતો તેમ તેમ કાઈ નવુ કરવાની ઝ્ખના થવા લાગી એક દિવસ નવરો બેઠો હતો ,નેટ પર પેપરો વાચી લિધા હતા,ચેટીગ કરવાનો કટાળો આવતો હતો ત્યારે નેટની સફર પુરી થઈ ગઈ હોય તેમ લાગવા માળ્યુ…આ સમયે મારા પિતરાઈ ભાઈએ કહેલ ઓરકુટ યાદ આવ્યુ મન મા થયુ લાવ એક ડોકિયુ ઓરકુટ મા પણ કરી જોવુ ,આમ તો પહેલા થી ઓર્કુટને લઈને નકારાત્મક વિચારો મારા મનમા ફર્યા કરતા હતા છતા પણ કાઈ નવુ કરવાની ઝખનાને કારણે ઓર્કુટમા એકાઊન્ટ ખોલી નાખ્યુ..પહેલા તો માત્ર જરુરી હોય તેવીજ માહિતી અપલોડ કરી..ઓર્કુટનો સફર ચાલુ કર્યો …થોડા દિવસો મા તો ઓર્કુટ નો હુ બધાની થઈ ગયો..ઓરકુટ જાણે નેટુ ઉપર મારા માટે આશીર્વાદ બની ગયુ હોય તેમ લાગ્યુ,માર કેટલાય મિત્રો કે જેમને શાળા ના દિવસો પછી હુ મળ્યો ન હતો,તે ઓ મને ઓર્કુટમા મળી ગયા અમે ખુબ મઝાની વાતો કરી…પછી તો જાણે નેટ પર માત્ર ઓર્કુટ હોય લેમ લાગવા માળ્યુ ,આ તબ્ક્કો એવો હતો કે નેટ ઉપર  ન્યુઝ પેપર વાચવાના પણ બધ કરી દિધા હતા. ઘરે સવારે છાપુ વાચી ઓફિસમા આવતો ને છાપા વાચવા જે સમય વાપરતો તે નો ઉપયોગ ઓર્કુટ પર કરવા લાગ્યો,જો ખરેખર ઓર્કુટનો પિઝિટીવ ઉપયોગ થાય તો ઓરકુટ આશીર્વાદ સમાન છે હુ ઓર્કુટ પ્રત્યે એટલો બધો પોસિટિવ થઈ ગયો કે ઓરકુટ અંગે એક લેખ પણ લખી અમારી સ્થાણીક સંદેસની આવૃત્તિ મા પ્રસિધ્ધ કર્યો … (આ લેખ વાંચવા અહિયા ક્લિક કરો.)
ઓર્કુટમા છાપા-ન્યુઝ પેપર કોમ્યુનીટીમા જોડાય પછી કેટલાય છાપા અને મેગેઝિનના પત્રકારો સાથે સંપર્ક થયો. જેઓ સાથે ચર્ચા વિચારણા કરવાની મઝા આવી,આ કોમ્યુનિટિમા ખુબજ સુદર ટોપિકો ચર્ચા કરવામા આવે છે,આ કોમ્યુનીટીને જ્યારે એક વર્ષ પુર્ન થયુ ત્યારે કોમ્યુનિટીના સચાલકો અને સભ્યો એ ભેગા મળી કોમ્યુનિટીને એક મેગેઝિનની ભેટ આપી. ઓરકુટની સફર હજુ પણ યથાવત છે પરતુ પહેલા કરતા સિમિત થઈ ગઈ છે,ખાખાખોળાની જગ્યા એ કામપુરતા લોકો ને હાય હેલ્લો ને મારી પ્રિય છાપા કોમ્યુનીટીમા થતી ચર્ચાઓ પુરતી સિમિત છે,આ કોમ્યુનીટીના માધ્યમથી બ્લોગ જગતમા પણ ડોકિયુ કરવાનુ મન થયુ જેના પરિણામે આજે આ સ્વરૂપે હુ તમારા સુધી પોહચી ગયો છુ. હાલમા હુ બ્લોગ જગત મા પા.પા..પગલી કરી રહ્યો છુ ,તેના વીશે હજુ બહુ લખી સકાય તેમ નથી પણ હા ચોક્ક્સ કહેવાનુ મન થાય છે કે બ્લોગ જગત મા ઠરીઠામ થવા માટે મારા અજાણ્યા મિત્ર વિનય ખત્રીનો ખુબ ખુબ આભાર…
(અધુરુ)

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: