આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

મંદિર અને ધાર્મિક સ્થળ

સંસ્કારી નગરી ઉમરેઠનું ધાર્મિક ક્ષેત્રે ખુબજ મહત્વ છે, ડાકોરમાં બિરાજતા પહેલા શ્રી રાજા રણછોડ ઉમરેઠના પગલા મંદિરમાં આરામ કરવા આવ્યાં હતા, આજે પણ શ્રી રાજા રણછોડરાયના પાદુકા ચરણ પગલા મંદિરમાં છે. ઉમરેઠનું સંતરામ મંદિર તેમજ વ્હોરા કોમની દાઊદી વ્હોરાની દરગાહ પણ પોતાના ધર્મમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે તો આવો ઉમરેઠના કેટલાક ધાર્મિક સ્થાનો અંગે થોડી માહિતી જોઈયે.

This slideshow requires JavaScript.

(૧) સંતરામ મંદિર – ઉમરેઠ
મહંતશ્રી-ગણેશદાસજી મહારાજ
ફોન-(૦૨૬૯૨)૨૭૬૦૫૧

ઉમરેઠ મા આવેલ સંતરામ મંદિર નગરમાં સેવાકિય પ્રવૃત્તિ કરવામા આવી રહી છે.સંતરામ મદિર ધ્વારા સંતરામ મદિર  પદયાત્રી સેવા ટ્રસ્ટ,શ્રી સંતરામ  ગો-શાળા,શ્રી સંતરામ  છાત્રાલય,શ્રી સંતરામ  મદિર સચાલીત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ સહીત અન્ય સેવાકિય સસ્થાઓ નગર મા કાર્યરત કરવામા આવી છે.

સાંઈ મદિર-અને શનીદેવ મદિર-ઉમરેઠ

સંતરામ અંતિમધામ બદ્રીનાથ મહાદેવ સામે,રતનપુરા રોડ ઉપર આવેલ છે શનીદેવ મંદિર હાલમાં ઉમરેઠ નગરમાં અનોખી શ્રધ્ધાનું કેન્દ્ર બની ગયું છે. દર ગુરૂવારે મોતી સંખ્યામાં ભાવિક ભક્તો અહિયા દર્શન કરવા આવે છે અને ધન્યતાનો અનુભવ કરે છે. મહંતશ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ આ શનીદેવ મંદિર અને સાંઈ મંદિરમાં નિયમીત પુજા પાઠ કરાવે છે. જ્યારે સાંઈ મંદિર ઉમરેઠમાં બિરાજેલ શ્રીજીના દર્શન કરવા નીચેની લીન્ક ક્લિક કરો… http://www.youtube.com/watch?v=QqRpE6aBUvw

(૨) અ.પુ.સ્વામીનારાયણ મદિર

અક્ષર પૂરષોત્તમ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારના પીક- અપ બસ સ્ટેશન સામે આવેલ છે. સદર મંદિરમાં ઉમરેઠ સહિત અન્ય આજુબાજુના ગામના ભક્તો નિયમિત પુજા અર્ચના કરવા આવે છે. અહિયા નિયમિત વિવિધ ઉત્સવોનું પણ આયોજન થતું રહે છે.
જેથી નિયમિત હરિભક્તો શ્રીજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે.

(૩) સ્વામિનારાયણ મદિર-ઉમરેઠ (વડતાલતાબા)
ફોન ન-(૦૨૬૯૨)૨૭૭૫૧૮

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમા આવેલ સ્વામિનારાયણ મદિર અનોખો ઈતિહાસ ધરાવે છે,કહેવાય છે આ મદિર નો દસ્તાવેજ ભગવાન સ્વામિનારાયણએ કર્યો  હતો , મદિરમાં  બિરાજમાન શ્રી ગોપાળનંદ સ્વામીને શ્રધ્ધા સાથે ગોળ ધરાવવામાં આવે તો લોકો ની મનોકામના પુરી થતી હોવાની લોક વાયકા પણ છે.સ્વામીનારાયણ મદિર અગે વધૂ માહીતી માટે નીચેની લિન્ક ક્લિક કરો…
http://www.umrethswaminarayan.com/

(૪)ગાયત્રી મદિર અને સિકોતર માતાનુ મદિર

ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાન સામે આવેલ ગાયત્રી મંદિર નગરમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. ખાસ કરીને ખેડાવાળ ભ્રાહ્મણ સમાજના લોકોઆ મંદિરમાં વધુ આવતા હોય છે ન એમાતાજીની આરાધના કરતા હોય છે. ગાયત્રી મંદિરમાં ગણેશજી તેમજ હનુમાનજી પણ બિરાજે છે.મદિરની બાજુ માજ સિકોતર માતા નુ મદિર આવેલ છે જેનો હાલમા જિર્નોધ્ધાર કરવામા આવ્યો હતો ,આ સિકોતરમાતાના મદિરમાં નગરના કેટલાક પટેલ સમાજના લોકો પોતાના બાળકોની મુંડન વિધી કરાવતા હોય છે.ઉમરેઠ નગરમાં ગાયત્રી મદિર તેમજ સિકોતરમાતા નુ મદિર અનેરુ ધાર્મિક મહ્ત્વ ધરાવે છે.

(૫) પગલા મદિર

ઉમરેઠના વડા બજાર વિસ્તારમાં આવેલ પગલા મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટનું છે. જ્યારે ભક્ત બોડાણા રાજારણછોડને દ્વારિકા નગરીથી ડાકોર લાવ્યા હતા ત્યારે અહિયા આરામ કરવા રોકાયા હતા. જેના સાક્ષી સ્વરુપે આજે પણ મંદિરમાં રાજા રણછોડજીના પગલા મંદિરમાં છે અને તેજ કારણથી મંદિરને પગલા મંદિર કહેવાય છે.
(૬)સાત સ્વરૂપની હવેલી અને મગનલાલજીનું મંદિર

ઉમરેઠની રેટિયા પોળ પાસે આવેલ સાત સ્વરૂપની હવેલી અને મંદિરવાળી પોળ સામે આવેલ મગનલાલજીનું મંદિર વૈષ્ણવ સમાજમાં અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે. અવાર નવાર વૈષ્ણવ સમાજના ગુરૂજીઓ અહિયા પધારતા હોય છે અને તેઓની અમૃતવાણીનો લાભ આપતા હોય છે. આ મંદિરોમાં તમામ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા હોય છે.

(૭) શ્રી ગિરિરાજ ધામ અને બેઠકજી

ઉમરેઠમાં પટેલ વાડી સામે ગિરિરાજધામ આકાર પામી રહ્યો છે, કહેવાય છે ગિરિરાજજીના નિર્માણ પછી અહિયા પરિક્રમા કરવાનો વૈષ્ણવોને લાહ્વો મળશે. હાલમાં ગિરિરાજજીના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે આ ગિરિરાજધામ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય પછી ઉમરેઠ નગરનું ધાર્મિક મહત્વ વધી જશે. ઉમરેઠમાં આકાર પામતા ગિરિરાજજીનો મોડલ વિડિયો જોવા માટે અહિયા ક્લિક કરો.

(૮)મુળેશ્વર મહાદેવ

ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ મિનળદેવીએ બંધાવ્યું હતુ.કહેવાય છે, મહાદેવ મા એક ચમત્કારી ગોખ છે.જેમા અષાઢ મહિનામા જુદા જુદા ધાન્યો જેવાકે બાજરી,જુવાર,મકાઈ,ઘઊ,ચોખા મુકવામા આવે છે ,આ ધાન્યો ને બીજા દિવસે લોકોની હાજરીમાં તોલવામાં આવે છે. આ ધાન્યમા થતી વધ ગટને અષાઢી કહેવાય છે ,જો અનાજના દાના ઓછા થાય તો જે તે અનાજ નો પાક જે તે વર્ષે ઓછો થાય છે,અને જો અનાજ ના દાના વધે તો જે તે પાક જે તે વર્ષે  વધારે થાય છે, આ અવતારા ઊપર થી ઉમરેઠ પંથકના ખેડુતો તેઓએ કયો પાક કરવો તેનો નક્કી કરે છે.ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પરિસરમાં શિતળાદેવીનું મંદિર પણ આવેલ છે. જ્યાં શિતળા સાતમના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

(૯) સવિતામાસી નુ મદિર

ઉમરેઠના ત્રણ પોળ ખાતે રહેતા સવિતામાસી ૯૬ વર્ષની ઉમરે પણ લાલાની ભક્તી કરે છે,હાલ મા તેઓની તબીયત ખરાબ હોવાને કારણે તેમના ઘરમા બનાવેલ લાલાના મદિરમા નિત્ય સેવા માટે મુખ્યાજી રાખેલ છે જે નિયમીત સવિતામાસીના લાલાની સેવા કરે છે,આ પહેલા સવીતામાસી લાલાની સેવા કરતા હતા, ઉમરેઠમા એવી  માન્યતા છે કે લાલો સ્વયમ સવિતામાસી પાસે વાતો કરે છે.સામાન્ય દિવસોમા સવીતામાસી ગુજરાતીમા વાતો કરે છે જ્યારે લાલા પાસે સવીતામાસી વાતો કરે છે ત્યારે તે વ્રજભાષામા વાત કરતા હોવાનુ લોકો ચર્ચા કરે છે,એક માન્યતા છે કે,પૂ.સવીતામાસીના લાલા પાસે સાચા મનથી કોઈ બાધા રાખવામા આવે તો લાલો તે પુરી કરે છે,જેનો અનુભવ ઉમરેઠના કેટલાય ભક્તો ને થયેલ છે,દર વર્ષે તુલસી વિવાહના દિવસે પુ.માસીના ઘરે થી લાલાનો વરઘોડો નિકાળવામા આવે છે વર્ષનો આ એક માત્ર દિવસ હોય છે કે,જ્યારે લાલો અને માસી બગીમા નગર વિહાર કરે છે,આ સમયે બધા ભક્તો જય કનૈયા લાલ કી ધાથી ઘોડા લાલ કી …ના નાદ થી ગુજવી મુકે છે,કહેવાય છે માસીના લાલાના તુલસી વિવાહમા યજમાન પદે બેસવુ એક લાહ્વો છે,માસીના લાલાના તુલસી વિવાહમા યજમાન પદે બેસવા લોકો રીતસર તલપાપળ થઈ જતા હોય છે.પુ.સવીતામાસી ની તબિયત હાલમા નાદુરસ્ત હોવાને કારણે પથારી વશ છે,જ્યારે થોડા સમય પહેલા પુ.સવીતામાસી ની તબીયત સારી હતી ત્યારે ૯૬ વર્ષની ઉમરે પણ તેઓ ધાર્મિક પુસ્તકો વાચતા હતા,જ્યારે હાલમા તેઓની તબિયત સારી થાય તેની ભક્તો પ્રાથણા કરી રહ્યા છે.


તા.ક – તા.૨૮.૯.૦૯ ને સોમવાત દશેરાના દિવસે પૂ. સવિતામાસીનું નિધન થયેલ છે.

(૧૦) સૈફુલ્લાબાવાની દરગાહ

ઉમરેઠમા આવેલ સૈફુલ્લાબાવાની દરગાહ હિન્દુ મુસ્લીમ એકતાનુ પ્રતિક છે.માત્ર મુસ્લીમ બિરાદરો નહિ પણ સૈફુલ્લાબાવા ની દરગાહ ઉપર માથૂ ટેકવા માટે હિન્દુ ભક્તો પણ આવતા હોય એ ,કહેવાય છે સૈફુલ્લાબાવા ની દરગાહ ઉપર શ્રધ્ધાથી ચાદર અને ફુલ ચઢાવવામા આવે તો ભક્તો ની મનોકામના પુર્ણ થાય છે,મુસ્લિમ અને હિન્દુ બિરાદરો દર ગુરુવારે દરગાહમા ચાદર ચઢાવવા આવે છે.

(૧૧) દાઊદી વોહરાની દરગાહ

ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમા આવેલ દાઊદી વોહરા ની દરગાહ વ્હોરા સમાજમા અનેરુ ધાર્મિક મહત્વ ધરાવે છે.જેમ હિન્દુઓ પોતાના પવિત્ર ધામની યાત્રા પર જાય છે અને છેલ્લે ડાકોર ના દર્શણ કરે ત્યારે તેમની ધાર્મિક યાત્રા પુર્ણ કહેવાય છે તેવીજ રીતે વ્હોરા સમાજમા પણ ધાર્મિક યાત્રા આ દરગાહ મા આવ્યા પછી પુર્ણ કહેવાય છે.એટલે ઉમરેઠની આ દરગાહ ઉપર માથુ ટેકવા સમગ્ર ભારતના વ્હોરા કોમના લોકો આવે છે.

(૧૨) વારાહિમાતાજી નુ મદિર

વારાહી માતાજી નો ચમત્કાર

ઉમરેઠ નુ વારાહી મદિર અનોખો ઈતિહાસ ધરાવે છે,માન્યતા છે કે ઉમરેઠના વારાહિ માતાજિના મદિર મા માતાજિ હાજરાહજુર છે ,અગ્રેજો ના સમય મા  મદિર મા ખરાબ ઈરાદા સાથે ચોર આવ્યા હતા.ચોરો એ મદિર માથી ચોરી કરી મદિર ની બહાર નિકળવા જતા હતા ત્યારે તેમની આખો ની રોશની જતી રહી હતી જ્યારે મદિર ના પુજારી ને વાત ની ખબર પદી ત્યારે તેમને ચોરો ને કહ્યુ કે,તમે માતાજીની માફી માગો માતાજી દયાળૂ છે લે તમને જરુર થી માફ કરસે..અને તમારી આખો તમોને પાછી આપી દેશે..ચોરો એ તુરન્ત મદિરના પુજારી ના કહ્યા મુજબ માતાજી ને માફી માગી …અને માતાજી એ તેમને આખો પરત કરી દિધી …

વારાહી માતાજીનો જગવિખ્યાત ૧૯ કવચ નો હવન…

નવરાત્રીમા નોમ ના દિવસે વારાહી માતાજીનો હવણ ઉમરેઠ ખાતે યોજય છે,આ હવણ ભારત મા માત્ર ઊમરેઠ અને બનારસ (કાશી) ખાતે યોજાય છે,કહેવાય છે આ હવન મા યજમાન પદે બેસવુ હોય તો અત્યારે નામ નોધાવો તો ૨૫ થી ૩૦ વર્શે યજમાન પદે બેસવાનો વારો આવે છે આ હવન મા મોટી માત્રા મા ઘી,લાકડા અને અન્ય સામગ્રી હોમવા મા આવે છે..હવણ મા ૧૯ કવચ હોમવા મા આવે છે,માન્યતા છે કે આ કવચ હોમવા મા આવે ત્યારે કાળા દોરા ને ગાઠ લગાવવામા આવે અને તે દોરો પહેરવા મા આવે તો જે તે વ્યક્તિ નુ આરોગ્ય સારુ રહે છે.

(૧૩) ગુરુદત્તાત્રેય મદિર

ઉમરેઠના ઓડ બઝાર વિસ્તારમા આવેલ ગુજરતી શાળા પાસે ગુરુદત્તાત્રેય મદિર આવેલ છે,ગુરુદત્તાત્રેય ભગવાન નુ ઉમરેઠમા આ એક માત્ર મદિર છે.

(૧૪) ભદ્રકાળીમાતાજીનું મંદિર અને વાવ

ઉમરેઠના વડા બજાર વિસ્તારમાં આવેલ ભદ્રકાળી માતાજીનું મંદિર અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. તે મંદિર પાસે એક વાવ પણ આવેલ છે જે અંગે વધુ માહિતી મેળવવા માટે અહિયા ક્લીક કરો.

(૧૫) ગણેશ મંદિર – ખારવાવાડી

ઉમરેઠના ખારવાવાડી વિસ્તારમાં આવેલ ગણેશ મંદિર અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે. દર બુધવારે સાંજે મોટ સંખ્યામાં ભક્તો આ મંદિરમાં દર્શનાર્થે આવે છે. કહેવાય છે ગણેશજીના ઉભા સ્વરૂપના ખૂબજ જૂજ મંદિરો હોય છે, આ મંદિર તેમાનું એક છે. આ મંદિરમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ ઉભી છે.

ગિરિરાજધામ

વૈષ્ણવ સંપ્રદાયમાં અનેરી ધાર્મિક આસ્થા ધરાવતું ગિરિરાજધામ ઉમરેઠમાં આકાર પામતા સાથે ઉમરેઠનું ધાર્મિક મહત્વ વધી ગયું છે. ગિરિરાજજી ના દર્શનનો દિવ્ય લાહ્વો લેવા માટે દૂર દૂરથી વૈષ્ણવો ઉમરેઠ પધારે છે. નિત્ય આરતી મારે સવાર સાંજ મોટી સંખ્યામાં ભક્તો ગિરિરાજીના ચરણમાં ઉપસ્થિત થઈ જાય છે.

30 responses to “મંદિર અને ધાર્મિક સ્થળ

 1. PANKAJ SHAH જુલાઇ 2, 2009 પર 12:22 પી એમ(pm)

  GOOD !! PLEASE TRY TO WRITE PROPER GUJARATI WORDS.YOUR TRY IS REALLY APPRICIATABLE.IF POSSIBLE,TRY TO UPDATE PHOTOS OF ALL TEMPLES.

  PANKAJ SHAH
  SMILY…

  Like

 2. dhavalrajgeera જુલાઇ 8, 2009 પર 12:07 એ એમ (am)

  Thanks for the Temples and Dargah information of Umareth.
  Now,let us go to Dakor!!!!
  Some time visit our temple of service to mankind in needs at Jagdish Chok, Vastrapu – Amadavad, Gujarat,India.Known as Blind peoples Association.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  Like

 3. DEEPAK M SHAH જુલાઇ 30, 2009 પર 11:08 એ એમ (am)

  thanx.I am very much happy to see n know about temples,dargah & their details.
  well done
  thanx again

  Like

 4. dilip ઓક્ટોબર 23, 2009 પર 6:17 પી એમ(pm)

  this is a nice site for umreth
  v can search each and everythings about umreth
  v were forgotton many place , which r now recall

  very nteresting site , all for umrethian

  Like

 5. rajupatel નવેમ્બર 11, 2009 પર 2:37 પી એમ(pm)

  Hi, umrethwasi kem cho majama haso
  badha ne mara jay shree swaminarayan
  pl. insert a photo grapha’s of all over umreth mandir apdate now
  ok

  Like

  • mayank જાન્યુઆરી 19, 2010 પર 2:29 પી એમ(pm)

   jay shree swaminarayan

   Like

 6. samir kansara ફેબ્રુવારી 25, 2010 પર 11:33 એ એમ (am)

  Hi there!
  Thanks for this wonderful blog.
  Can u pl. add bhadrakali vav & shri kalika mataji mandir in this list.
  Again thanks a lot
  keep in touch

  Like

 7. Nikhil Darji (Umbergaon, Gujarat) એપ્રિલ 5, 2010 પર 8:51 પી એમ(pm)

  Prayatn saro chhe, Good Information About savitamasi, jay shri Krishna…..

  Like

 8. Krushil મે 7, 2010 પર 5:15 પી એમ(pm)

  thanks….

  Like

 9. JIGAR M GAJJAR મે 26, 2010 પર 1:01 પી એમ(pm)

  1st of all thanks to all of u who supported to APPNU UMRETH, i am jigar from a’bad, i am working with govt polytechnic,a’bad my native is UMRETH i proud for umreth, my father is ex Dy sp from Crime Branch A,bad City Police.

  this is good effort from vivek doshi. pls add the photo of historical shree bhadrakali mataji temple and vav pls, many pilgrims come for his BADHA so pls sir if add this any work for me tell me.in writing any mistake sorry for that.
  Jigar M Gajjar

  Like

 10. jigar m gajjar જૂન 17, 2010 પર 3:42 પી એમ(pm)

  hello vivekbhai kem choo?? today i am visited apnu umreth as per ur commitment no photo of bhadrakali mata ni vav so pls i hope next time sure update the photo. bye

  Like

  • Vivek Doshi જૂન 18, 2010 પર 9:54 એ એમ (am)

   જીગરભાઈ ,

   પૂનઃ બ્લોગની મુલાકાત બદલ આભાર, આ સાથે જણાવવાનું કે બ્લોગ ઉપર ભદ્રકાળી વાવ અંગે અલગથી ફોટા સાથે મેટર તમારી પહેલી કોમેન્ટ બાદ તુરંત મુકી હતી છતા પણ તમારી નજરમાં ન આવી હોય તો નીચેની લીન્ક ક્લીક કરો તે મેટર તમને જોવા મળશે.

   http://alturl.com/4wd9

   Like

 11. ketan dave જૂન 19, 2010 પર 7:11 પી એમ(pm)

  kindly add photo of jalaram temple, “pagla” temple, hanumanji temple & ganpati temple of ganpati ni wadi(this is opposite of hanumanji temple)

  Like

 12. Janak Nathalal Shah જુલાઇ 12, 2010 પર 8:18 એ એમ (am)

  Hi Vivekbhai,
  after long time my own Umreth pictures jova malya. Gano anand thayo. lots & lots of old memories came & sunddenly I felt like I went back into my childhood days. Is is possible to see Jubilee Institution Highschool & umreth raiway station & busstand???

  Like

 13. hardik જુલાઇ 30, 2010 પર 7:38 પી એમ(pm)

  gandhisheri na mandir nu to mukva nu rahi gayu .

  Like

 14. Nital સપ્ટેમ્બર 28, 2010 પર 6:31 પી એમ(pm)

  hi Vivek, and all umreth vasi,
  jay shree krishna
  i really salute to your work and you too.
  thanks and GOD BLESS YOU
  Nital

  Like

 15. paresh k shah ઓક્ટોબર 2, 2010 પર 7:39 પી એમ(pm)

  tamoro prayatna saro che have election ni vigato muko ane ubha rahela umedvaro ne mata rasta & pani samasya phota muki ne batao

  Like

 16. Lajja Dave ડિસેમ્બર 1, 2010 પર 9:40 એ એમ (am)

  wat about Amreshwar Mahadev ane Harnath Mandir??
  Nd hey its Khedaval not Khedavad

  Like

 17. bhavesh patel જૂન 16, 2011 પર 10:32 પી એમ(pm)

  hey vivek bhai i humbly request to you pls update photos of pagla mandir vada bazar as per my knowledge it is also very historical place of umreth.

  Like

 18. Kalpesh Shah ઓગસ્ટ 19, 2011 પર 3:23 પી એમ(pm)

  Hi Vivek

  I have first time visit the site. I am originally Umrethvashi and stay at Vadodara. Very good information compile and presented on the website.
  Congrats for very good successful efforts.

  Kalpesh Shah

  Like

  • JAYANT SHAH ડિસેમ્બર 1, 2011 પર 8:27 એ એમ (am)

   very nice workship

   Like

 19. KACHHIYA SANKET મે 10, 2012 પર 10:53 એ એમ (am)

  B.A.P.S SWAMINARAYAN TEMPAL…..UMRETH

  PH. NO…(02692)278533..

  JAY SWAMINARAYAN

  Like

 20. MEHUL D JOSHI સપ્ટેમ્બર 7, 2012 પર 11:54 પી એમ(pm)

  THAIR IS NOT HAVE ANY MENTION ON SAT MATA IT WAS NEAR TO BUS STAND ….

  Like

 21. Kalpesh Patel ફેબ્રુવારી 1, 2013 પર 4:38 પી એમ(pm)

  Very good information provided by you and realy appriciatable, if possible please try to provide information about Hospital/ Dispensary covered under Umreth. so its become useful to visiter of umreth or nearby villagers.

  Like

 22. Nayan H Shah મે 13, 2013 પર 11:09 એ એમ (am)

  Khub saras aa web par aap sau malo te ghanu saru khevay Thank’s for Umreth Biograph
  Update

  Like

 23. Raju Patel ફેબ્રુવારી 12, 2014 પર 9:10 પી એમ(pm)

  vivekbhai kai nava news muko ne

  Like

 24. look for ancestors નવેમ્બર 3, 2014 પર 4:43 એ એમ (am)

  Hello , Is there a place we can find out about the History of Umreth , its people , I want to find out about my roots and Family, please add more photos to Umreth. its History and legends,

  Like

  • VIVEK DOSHI નવેમ્બર 3, 2014 પર 10:15 એ એમ (am)

   for moro photo u may visit my

   facebook : vivekdoshiumreth
   Instagram : @aapnuumreth
   Flickr : vivekdoshi2000

   Like

 25. Hiren Bhatt જુલાઇ 24, 2015 પર 6:58 પી એમ(pm)

  Hey Vivek,
  Latest Update ane Umreth ni Nva Juni to Share kro.

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: