આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠની ગૌરવગાથા…

આપણું ઉમરેઠ, મુખ્ય પ્રવેશ-દ્વાર

આપણું ઉમરેઠ, મુખ્ય પ્રવેશ-દ્વાર


(ભાગ -૧)

ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના મધ્યભાગમાં વસેલું ઉમરેઠ શહેર પૃથ્વીના ઉત્તરઅક્ષાંસ ૨૨.૪૫તથા પૂર્વરેખાંશ ૭૩.ઉપર આવેલું છે.વિક્રમ સંવત ૫૫૫ ની સાલમાં લેઉઆ પાટીદાર જૂહા પટેલે ઉમરેઠ ગામ વસાવેલું છે. માત્ર ૮ કુટુંબના વસવાટથી વસેલું આગામ આજે તો તાલુકાના મુખ્ય ગામ સ્વરૂપે વસેલું છે. ગામની ફરતે કોટ (કિલ્લો),ચારેય દિશામાં દરવાજા,પ્રત્યેક દિશામાં સુંદર સરોવરો અને ઘેઘૂર લીલીછમ વનરાજીથી રળિયામણું આ ઉમરેઠ શહેર સર્વપ્રકારે સમૃદ્ધ ચરોતેર પ્રદેશના ઉંબરા સ્વરૂપે કહીશકાય.

ગામની ચારેયદિશાઓનાં ચાર ખૂણાઓમાં સુંદર ચાર સરોવરો છે તે ગામની શોભામાં અભિવૃદ્ધિકારક છે. તેના નામો આ મુજબ છે.

 

() માલવસરોવર

() પીપળીયાસરોવર

() રામસરોવર

() વડુસરોવર.

 

ગામમાં શ્રી મૂળેશ્વર મહાદેવ,શ્રી જાગનાથ મહાદેવ,શ્રી બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે તથા વિષ્ણુ,ગણપતિ,દેવો વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે.

‘કેવળપુરીનામ ના એક બાવાજી વિધવાન હતા અને કવિ પણ હતા. તેઓ શ્રી ઉમરેઠમાંરહેતા. સં.૧૮૪૦ ની સાલમાં તેમણે ઉમરેઠમાં આશ્રમની સ્થાપના કરેલી. તેમણે ગુજરાતી તથા હિન્દી માં કેટલાક કાવ્યો લખેલાં છે.

 

સંવત ૧૮૫૫ ના ફાગણ સુદ ૧૧ ના શુભ દિવસે શ્રી નીલકંઠવર્ણી સર્વ પ્રથમ ઉમરેઠ પધારેલા અને જાગનાથ મંદિરમાં રાત્રીવાસ રહ્યા એ સમયેબાજખેડાવાળજ્ઞાતિના ઋગ્વેદી વિપ્ર નરભેરામ માણેકજી દવે તથા રૂપરામ આદિત્યરામ ઠાકર આ બંને વિપ્રોએ નીલકંઠવર્ણીના દર્શન કર્યા. વર્ણીને ફળાહાર કરાવીને સેવાનો અલભ્ય લાભ લીધેલો. ત્યારપછીના સમયમાં શ્રી સહજાનંદસ્વામી અનેકવાર ઉમરેઠ પધારેલા અને ધર્મોપદેશઆપીને તેમજ ઐશ્વર્ય,ચમત્કારો બતાવીને ઉમરેઠના ઘણામુમુક્ષોને પોતાના શિષ્યો બનાવ્યા.

 

તે સર્વેશિષ્યો એ સંવત ૧૮૫૫ ના વૈશાખ સુદ ૧૦ ને બુધવાર ઉમરેઠમાં સર્વ પ્રથમ સ્વામિનારાયણ મંદિર બંધાવેલું.


  

(ભાગ -૨)

આણંદ જીલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગને પહેલાના જમાનામા અમરાવતી તરીકે ઓળખવામા આવતુ હતુ, તેમજ છોટાકાશી અને ચરોતરના ઊંબરા તરીકેનું બહુમાન  પણ ઉમરેઠને મળ્યું છે, આજે પણ પત્રકારો અને લેખકો જ્યારે ઉમરેઠનો ઉલ્લેખ કરે છે ત્યારે છોટાકાશી કે પછી ચરોતર નો ઊંબરો તરીકે પણ ઉમરેઠને ઓળખાવે છે,ખાસ કરીને હાલમાં સાડીઓની દુકાનો થી પ્રચલીત થયેલ ઉમરેઠને હાલમા હવે સિલ્ક સિટી તરિકે પણ ઓળખવામા આવે છે.


મમરા પૌવાની ફેક્ટરીની સંખ્યા પણ ઉમરેઠમાં મોટા પ્રમાણમા આવેલ છે,ઉમરેઠના બનેલા મમરા પૌવા  દેશમાં તેમજ વિદેશમાં પણ જાય છે,કહેવાય છે ઉમરેઠની ધરતીને કેટલાય મહાનુભાવોએ પાવણ કરી છે,જેમા મહાત્મા ગાધીજી,મીરાબાઈ,સુભાષચન્દ્ર બોઝ,બાદશાહ જહાગીર,શંકરાચાર્ય,નો પણ સમાવેશ થાય છે.ઉમરેઠની વિવિધ પોળ અને ફળીયાઓમાં આજે પણ રાજા રજવાડાના સમયના કોતરણી કરેલ મકાનો આજે પણ જોવા મળે છે.


ઉમરેઠ પાસે દુર્લભ ઐતિહાસિક વારસો છે,ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ ઐતિહાસીક જાગનાથ મહાદેવ લગભગ ૧૦૫ વર્ષ જુનૂ છે જે ગામના ખડાયતા લોકોએ બધાવ્યું હતુ. ઉમરેઠમા પ્રવેશ કરવા માટે ૬ મુખ્ય દરવાજા આવેલ છે, ઉમરેઠ મુખ્યત્વે ભ્રાહ્મનોનું ગામ કહેવાય છે,ને ઉમરેઠમા તેઓની વસ્તી પણ મુખ્ય છે,ત્યાર પછી વાણિયાની વસ્તી ઉમરેઠમા વધારે છે, પહેલાના સમયમા ચરોતરમા વેપારી મથક તરીકે ઉમરેઠની ઓળખ હતી ત્યારના સમયમા ઉમરેઠને લોકો સોનાની પાંખ તરીખે પણ ઓળખતા હતા.


પહેલાના સમયમા ઉમરેઠે માત્ર સારો સમય નહી પણ ખરાબ સમય પણ જોય હતો,ઈ.સ ૧૬૮૭ દુકાળની પરિસ્થીતી પણ ઉમરેઠના લોકોએ જોઈ છે.ઉમરેઠની જ્યુબીલી સ્કુલ તેમજ રેલ્વે સ્ટેશન ૧૦૦ વર્ષ થી પણ જુના છે,ખેડા જીલ્લામા પહેલુ પ્રિન્ટીગ પ્રેસ ઉમરેઠમા બન્યુ હતુ,ઉમરેઠ નગરમા સ્વામિનારાયણ ભગવાન,પણ આવી ગયેલ છે અને ઉમરેઠના ઓડ બઝાર ખાતે આવેલ સ્વામિનારાયણ મદિરનો દસ્તાવેજ પણ ભગવાનના નામે છે.


(ભાગ – ૧) ”  ઉમરેઠમાં ભગવાન સ્વામિનારાયણ “પુસ્તક માંથી, સંકલન કરી મોકલવા માટે શ્રી કૃષિલ પટેલ ( હાલ યુ.એસ.એ )નો આભાર.


(ભાગ -૨) બાજખેડાવાળ સંગ્રહ સ્ત્રોત માંથી આભારસહ, સંકલન – વિવેક દોશી


25 responses to “ઉમરેઠની ગૌરવગાથા…

 1. DILIP ઓક્ટોબર 30, 2009 પર 11:32 પી એમ(pm)

  suggesson:-
  pls make references of the famous tower located at pachvati
  and
  the desi foodies

  khaman – gota – samosa- gangaram
  chavanu – gota- bhagat
  tamtam- laxman
  vimto- sardar cold drink

  it is true that at that time , there was no any infrastrucuture with them even though they have made umreth vey famous

  this is only my suggession .
  requsted to include according to ur norms , if found feet

  Like

 2. Prof.Dr.Praduman khachar ડિસેમ્બર 29, 2009 પર 8:55 પી એમ(pm)

  good. good. ak vatan premi ne abhinadan.Prof.Dr.Praduman khachar

  Like

 3. પરાગ ચોકસી ફેબ્રુવારી 9, 2010 પર 12:44 એ એમ (am)

  ભાઈ શ્રી વિવેક,
  આ સુંદર પોસ્ટ માટે એક વાત કરવી છે.ઉમરેઠ ને કાશી કેમ કહેવાય છે? ઉમરેઠ ના બ્રાહ્મણો તેમના ધર્મ અને આચરણ માં શ્રેષ્ઠ હતા. ઉમરેઠ માં થતો વારાહી માતાનો હવન જે નવરાત્રીમાં નોમ ના દિવસે થાય છે તે ફક્ત કાશી અને ઉમરેઠ બે જ જગ્યાએ થાય છે.(જેનો તમે ઉલ્લેખ કરેલો છે). પરંતુ શાસ્ત્રો માં લખેલું છે કે જયારે ધર્મ કાર્ય માટે કાશીના બ્રાહ્મણો ઉપલબ્ધ ન હોય ત્યારે ઉમરેઠ ના બ્રાહ્મણો નો સંપર્ક કરવો. ( જુના જમાનાની વાત છે) .બીજું કે ઉમરેઠ માટે એવું કહેવાય છે કે ઉજ્જૈન નગરી કે જે ભારતવર્ષમાં સૌથી વધારે મંદિર ધરાવવાનો રેકોર્ડ ધરાવે છે ..અને તેને ભારતવર્ષનું સૌથી મોટું ગામડું ગણવામાં આવે છે.પરંતુ કદાચ ઉમરેઠ માં વસનારને પણ ખબર નહિ હોય કે પૌરાણિક મંદિરોની બાબત માં ઉમરેઠનો ક્રમ ઉજ્જૈન પછી તરત જ આવે છે. કહેવાય છે કે ઉમરેઠ માં પશુપતિનાથનું મંદિર પણ છે. કે જે આખી દુનિયા માં ફક્ત બે જ જગાએ છે એક કાઠમંડુ અને બીજું ઉમરેઠમાં . (જોકે તે તપાસનો વિષય છે)..
  અલબત્ત…

  ઉમરેઠની અજાણી વાતો ઉજાગર કરવા બદલ ખુબ ખુબ અભિનંદન..

  પરાગ ચોક્સી

  Like

 4. jigna ફેબ્રુવારી 10, 2010 પર 12:14 પી એમ(pm)

  hey vivek!!! good keep up the good work.

  Like

 5. Alpesh Patel ફેબ્રુવારી 23, 2010 પર 3:58 પી એમ(pm)

  Hi,Vivek
  Thanks for this historical information about our umreth,some of this i never heared in past.thank you very much.
  and best of luck for future

  Like

 6. PANKAJ SHAH નવેમ્બર 24, 2010 પર 1:18 પી એમ(pm)

  વિવેક,ભદ્રકાળી વાવ નો ઉલ્લેખ પણ જરૂરી છે.

  પંકજ શાહ,વડોદરા

  Like

 7. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) જાન્યુઆરી 5, 2011 પર 10:19 એ એમ (am)

  Nice…. information… Good to know about Umreth.

  Like

 8. daxay bhagavatlal shah ઓગસ્ટ 1, 2011 પર 11:15 એ એમ (am)

  should about includ bhadrakali ni vav

  Like

 9. Raju Patel સપ્ટેમ્બર 5, 2011 પર 10:44 પી એમ(pm)

  Plz re-arrenge this. thanks

  Like

 10. kapil સપ્ટેમ્બર 27, 2011 પર 11:50 એ એમ (am)

  Hi Vivek,

  You are doing a great job of keeping Umrethities well informed about latest news as well as getting them back to their old days by reminding them abouts our childhood days……. gr8 keep it up

  Like

 11. kapil mumbai સપ્ટેમ્બર 27, 2011 પર 11:52 એ એમ (am)

  Hi Vivek,

  You are doing a great job of keeping Umrethities well informed about latest news as well as getting them back to their old days by reminding them abouts their childhood days……. gr8 keep it up,suggest to include history of H.M dave high school, which is currently owned by Talati family for the benefit of all….

  Like

 12. shailesh patel,edison,nj,usa ઓક્ટોબર 13, 2011 પર 6:10 એ એમ (am)

  excellent job vivek doshi—shailesh patel,edison,nj,usa

  Like

  • Kalpesh (KT) ઓક્ટોબર 23, 2012 પર 7:52 પી એમ(pm)

   Hi Shaileshbhai,
   thanks for the great compliments. I am also from Iselin, NJ, USA. Lets talk by email. My address are as follows
   Email : shahkalpesht@yahoo.com

   Like

 13. Mahendra Parikh એપ્રિલ 24, 2012 પર 7:59 એ એમ (am)

  Vivek Doshi
  You have given a wonderful history of Umreth. Please keep up. you have our full support.
  Mahendra Parikh

  Like

 14. bhagvat trivedi મે 5, 2012 પર 9:38 એ એમ (am)

  rajaji , the first and only indian governal- general of india had visited umreth as our guest for harijan temple entry campaign in 1932 at the behest of gandhiji.
  sardar patel, darbar saheb, abbaas tyabji and many others ahd visited umreth for delivering public lectures during the satyagraha movements and we had the photographs of those meetings.

  Like

 15. MEHUL D JOSHI સપ્ટેમ્બર 7, 2012 પર 11:41 પી એમ(pm)

  umreth in ancient time also famous for its business…in ancient time silk saries was very famous..it was as good as banarasi saries……in ancient time umreth was business hub…about its bramin tradition and veda knowlage it was famous in time….

  Like

 16. Bhagvat Trivedi સપ્ટેમ્બર 8, 2012 પર 11:07 એ એમ (am)

  the haveli opp. janavardini pole near varahi chakala is ahewrtage, built by the maratha sardar who also got built the ranchhodji temple at dakor. it has many wooden carvings and paintings.

  Like

 17. vinay manilal patel salibhadra complex st road idar માર્ચ 15, 2013 પર 9:58 એ એમ (am)

  pasupatinath nu madir kaya 6?

  Like

  • VIVEK DOSHI માર્ચ 15, 2013 પર 9:59 એ એમ (am)

   no idea

   Like

 18. Bhagvat Trivedi માર્ચ 15, 2013 પર 1:26 પી એમ(pm)

  C.R. rajgopalachari(rajaji, the first indian govrnal general of India and vevai of gandhiji) had visited umreth in 1933 at the instance of gandhiji and was our guest and had initiated the programme for the entry of harijans in dakore temple.
  shri abbas tybaji (a former chiief justice of baroda state) darbar gopaldas and sardar vallabh bhai patel ( who was the deputy prime minister of India) had also visited umreth in old days to address public meetigs against british rule

  Like

  • VIVEK DOSHI માર્ચ 15, 2013 પર 1:31 પી એમ(pm)

   ohhh thanks for this update

   Like

 19. Vijay જાન્યુઆરી 8, 2014 પર 3:28 એ એમ (am)

  Nice Job Bro, I am not from Umreth,but spend 30 years there.I know you cannot indicate each an every place of historical Umreth, but my suggestion and concerning about three religious place as
  Shri Santram Mandir,Shri Bhadrakaki Vaav and last but not least Shri Ranchod Rai Na Pagla Mandir.

  Like

 20. Saurabh Ramanlal Chhotalal Bhatt ફેબ્રુવારી 16, 2015 પર 6:33 પી એમ(pm)

  Saurabh Ramanlal Chhotalal Bhatt, A khedawal with one time Ancestral Home at Pipli Mata but now settled in Ahmedabad in the posh Drive in Area…conducted a Holistic Health Program NAISARGIC NAVJIVAN at IIM-Ahmedabad the world renowned Management Institute. The half day Seminar was aimed at reducing medical expenses through self-experimented 16 parameters of nature to derive unusual health benefits derived as under by Saurabh R Bhatt…He doesn’t need spectacles even at the age of 63 years, manages whole summer without Fan or Air Conditioner, whole winter without woolens even during his Europe Trip, Flat stomach, Never gets tired, sleeps hardly four to six hours and cool even under any situation. Fot alike program, he was invited to USA-Las Vegas to speak in annual Conclave at ANMA-american Naturopathic Medical Association. He sits on the PR Committee of AMA-Ahmedabad Management institutes and contributes to Society on achieving Holistic health through Nature under his Green initiatives ECOz Lide Sciences. Contact Number : 91+9099828174,,,,91+9173514987…e-Mail: info@ECOzLifeSciences.com

  Like

 21. animesh જુલાઇ 5, 2016 પર 10:21 એ એમ (am)

  This is awesome. . . Thanks for taking efforts for restoring proud back . . . Thank you Vivek

  Liked by 1 person

  • VIVEK DOSHI ઓક્ટોબર 3, 2016 પર 8:39 પી એમ(pm)

   Thanks for visit blog

   Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: