ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા વેબ સાઈટ લોકાર્પણ સમારોહ યોજાયો.

દીપપ્રાગટ્ય

દીપપ્રાગટ્ય

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા http://khadayatadue.com/ વેબ સાઈટનો લોકાર્પણ સમારોહ ગતરોજ દશા ખડાયતાની વાડી ખાતે યોજાયો હતો.આ સમયે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં અને જ્ઞાતિની વેબ સાઈટનું પ્રોજેક્ટર દ્વારા પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં આ સમયે યોજાયેલ સમારોહમાં પ્રમુખ પદે શ્રી રસિકભાઈ ચીમનલાલ ચોકસી, અતિથિ વિશેષ પદે ડો.મધુસુધનભાઈ ભગત, તેમજ સમસ્ત ખડાયતા જ્ઞાતિના અગ્રણી નવીનચંદ્ર સુતરીયા, રશ્મિભાઈ શ્રોફ, અરવીંદભાઈ સુતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.સમારોહનો આરંભ કુ. ભૂમિ ચોકસીએ પ્રાર્થના દ્વારા કર્યો હતો, ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવોનું જ્ઞાતિની મહિલાઓ દ્વારા ભેટ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના પીઢ અને અગ્રણી શ્રી રસિકભાઈ ચોકસી અને અન્ય મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. જ્યારે શ્રી રસિકભાઈ ચોકસીએ આ સમયે કોમ્પ્યુટર પર ક્લીક કરી જ્ઞાતિની વેબ સાઈટ વિધિવત્ ખુલ્લી મૂકી હતી.આ સમયે જ્ઞાતિજનો સમક્ષ વેબ સાઈટનું પ્રોજેક્ટર દ્વારા પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

સમારોહના પ્રમુખનું સન્માન

સમારોહના પ્રમુખનું સન્માન

કેળવણી મંળડના પ્રમુખ અને વેબ સાઈટ પ્રોજેક્ટના દાતા એન. કે. પરીખ દ્વારા બારીકાઈથી વેબ સાઈટના વિવિધ વિભાગોની સમજ આપવામાં આવી હતી. તેમ જ ભવિષ્યમાં વેબ સાઈટને અનુલક્ષી આયોજનની તેઓએ ટૂંકી રૂપરેખા સમજાવી હતી. વેબ સાઈટથી આપણે એક બીજાના સંપર્કમાં રહી શકીશું અને જ્ઞાતિ એટલે ” વિશાળ કુટુંબ” એ ભાવના પુનર્જીવિત કરી શકીશું. સમારોહના પ્રમુખ શ્રી રસિકભાઈ ચોકસીએ જ્ઞાતિની વેબ સાઈટ જોઈ વેબ સાઈટના ભરપૂર વખાણ કર્યાં હતાં અને જ્ઞાતિના પ્રમુખ એન. કે. પરીખ ને અભિનંદન પાઠવ્યા હતાં આ સમયે તેઓએ જ્ઞાતિના કાર્યોથી પ્રભાવિત થઈ જ્ઞાતીના ફંડમાં ૫૧,૦૦૦નું યોગદાન આપવાની જાહેરાત કરી હતી.

 ઉપસ્થિત જ્ઞાતિજનો
ઉપસ્થિત જ્ઞાતિજનો

અતિથિ વિશેષ પદે પધારનાર મહાનુભાવોએ પોતાના પ્રત્યુત્તરમાં દશા ખડાયતા જ્ઞાતિના કાર્યોની પ્રશંસા કરી હતી, તેમ જ વેબ સાઈટ જેવા પ્રોજેક્ટને સફળ બનાવનાર કેળવણી મંડળના પ્રમુખ એન. કે. પરીખ ની સરાહના કરી હતી. તેમજ તેઓએ ઉમેર્યું હતું. કે વેબ સાઈટથી હવે દશા ખડાયતા જ્ઞાતિ વિશ્વના ફલક ઉપર આવી ગઈ છે. શ્રી અરવિંદભાઈ દોશી, વડોદરા, શ્રી રશ્મિભાઈ શાહ,એ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. જ્યારે વેબ સાઈટ સમિતિના કન્વીનર શ્રી પંકજભાઈ શાહ, વેબ સાઈટ ડેવલપર શ્રી વિનીરભાઈ શાહ, અમદાવાદ તેમજ વેબ સાઈટના સંકલનકર્તા શ્રી વિવેક દોશીનું સમારોહના પ્રમુખ શ્રી રસિકભાઈ ચોકસીએ ભેટ પુસ્તક આપી સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજેશભાઈ દોશી, વડોદરાએ કર્યું હતું. . આભારવિધિ ભાવેશભાઈ શાહએ કરી હતી. સમારોહને સફળ બનાવવા મંત્રી શ્રી રાજેશભાઈ શાહ તેમજ શ્રી રોહિતભાઈ દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી.

2 Comments

  1. Dilip Gajjar said,

    November 9, 2009 at 8:00 pm

    sunder prasang ! website launching..Kahadayta gyaatine abhinandy vikash mate..shubhechcha

  2. PANKAJ SHAH said,

    November 11, 2009 at 5:52 pm

    Congratulations!!!!! to our Dasha Khadayata Umreth for launching the Web.Now we really be in touch by clicking a button on computer.I had modified my address within few days,that was not changing since long,as given written matter.This is not complaint,but the web opraters are regularly cheking querries and the corrections are made easy.Also suggetions can be reach to concern persons quickly through web.Now a days,internet is most populer & widely used by mass population.I am sure that this will be most usefull to all dasha khadayata Umreth persons,especially living out of Umreth/abord,and also suggesting that please try that marksheet for prize etc can be upload on line without sending hard copy from anywhere.
    Jay Shree Krishna.
    PANKAJ SHAH
    BARODA


Post a Comment