ગઈ કાલે મારા ફુવા તેમના યુ.એસ ના મિત્ર લઈ ઘરે આવ્યાં, આવી તેમને તેમના મિત્ર સાથે અમારી ઓળખાન કરાવી. તેટલામા મારી મમ્મીએ ફુવાના મિત્રને કહ્યું, “મેં તમને સવારે મંદિર બહાર જોયા હતા ત્યાં બધા શાક-ભાજી વેંચનાર કહેંતા હતા કે તમે બહું દાન કરો છો. આજે મંદિર બહાર તમેજ ગરીબો ને બજાર માંથી ખરીદીને નવા કપડા આપ્યા હતા ને..?”
આટલું શાંભળી ફુવાના મિત્ર બોલી ઉઠ્યા’ “ઓહ..શાકવાળા પણ આવ વાત કરે છે.”
મમ્મએ કહ્યું ” હા, શાકવાળા જોડેથી જ મને જાણવા મળ્યું કે તમે અહિયા ગરીબોને દાન કરો છો” સારું કહેવાય લગભગ ૫૦ જેટલા ગરીબોને તમે ત્યાં કપડા આપ્યાં આમ પણ શિયાળો આવે છે તેમને બહું કામ લાગશે.”
લગભગ ૫૦ જેટલા ગરીબોને પહેરવા માટે કપડા આપ્યા શાંભળી હું દંગ રહી ગયો મે તેમને પુછ્યું “ખરેખર કાકા બધા ગરીબોને કપડા આપ્યાં…?
તેમને કહ્યું ” હા.. હું જ્યારે ભારત આવવાનો હોવ છું, ત્યાર પહેલા છ – સાત મહિના થી જોબ ઉપર ઓવર ટાઈમ કરવાનું શરું કરી દવ છું, અને તેના થી જે આવક વધારાની થાય તે રકમનું ભારતમાં આવીને ગરીબો ને દાન કરું છું, આપણી થોડી મહેનતથી કોઈ ગરીબનું ભલુ થતુ હોય તો આપણું શું જાય છે..?”
ધન્ય છે, આવા લોકો જે દાન કરવા મહેનત કરે છે. જો બધા એન.આર.આઈ આવું વિચારે તો…?









