યાદ આવ્યું આ ત્રણ વાક્યો તમે ક્યાં વાચ્યાં છે…?
બરાબર યાદ કરો…
યાદ આવ્યું…?
અરે ભૈ..આપણી એસ.ટી બસમાં, આવ્યું ને યાદ…!
ગઈ કાલે સવારે હું વડોદરા જવા માટે નિકળ્યો, આમ તો હું જ્યારે બસમાં સફર કરું ત્યારે મારું નસીબ જોર કરતું હોય છે, બસ પણ મળી જાય છે ને જગ્યા પણ મળી જાય છે. સવારના સમયે વડોદરા તરફ જતી બધી બસ મુસાફરોથી ગીચોગીચ આવતી હતી બે બસ તો મે જવા પણ દીધી, આમ પણ વડોદરા કાંઇ ખાસ કામ ન હતું રખડવા જ જવાનું હતુ તો ફછી પૈસા ખર્ચીને ઉભા ઉભા જવાનું થોડું પોસાય અને એ પણ મારા જેવા વાણિયાને આપણે તો બે બસ જવા દીધી છેવટે ડાકોર-સુરત બસ આવી ને તેમાં નસીબજોગે જગ્યા મળી ગઈ, અને તે પણ જેવી તેવી નહી હાઈ-ફાઈ જગ્યા મળી.
મારી જગ્યા એટલી બધી હાઈ-ફાઈ હતી કે ના પુછો તેવી વાત…! હું તો મનોમન હસવા લાગ્યો..પણ કોઈ કારણસર મેં મંદ મંદ હસવાનું ચાલુ કર્યુ એટલે મારી બાજુમાં બેઠેલા કાકાથી ના રહેવાયું ને તેઓએ ફટાક દઈ મને પુછી કાઢ્યું ” કેમ બેટા શું થયું આમ મંદ મંદ હસે છે..? “ મેં પણ તેમને કહ્યું “કાકા તમને હું કહીશ તો તમે પણ હસવા માંડશો..”, “કાકાની અધીરાઈ ના રહી મને કહેવા માંડ્યા જે કાંઈ હોય તે કે મારી તો મશ્કરી નથી કરતો ને…?, મે કહ્યું કાકા જોવો આપણે કઈ સીટ ઉપર બેઠા છે.આઆ પણે ધારાસભ્યની સીટ આંચકી લીધી જોયું ને કેટલું મોટું પરાક્ર્મ કર્યું આપણે…? પેલા કાકા પણ બિચારા વિચારમાં પડી ગયા ને પછી તે પણ હસવા લાગ્યા ને બોલ્યા..જવા દે ને બેટા આ એસ.ટી.વાળા પણ છે ને નક્કામાં વાક્યો ચીતરી માંડે છે. કોઈ ધારાસભ્ય પેદા થયો છે કે જે બસમાં મુસાફરી કરે..? ખેર જવાદો આપણે તો ધારાસભ્યની સીટ પર બેસી ગયાને…
બસ આગળ વધતી હતી એટલામાં ઓડ ગામ આવ્યું આ સમયે બસમાં બેસવા એક પણ સીટો બચી ન હતી. જ્યારે ઓડથી લગભગ ૧૦ થી ૧૫ જેટલા મુસાફરો બસમાં ચઢ્યા બધાને ઉભા રહેવાનો વારો આવ્યો. અમારી સીટ પાસે એક કપલ આવી ને ઉભું હતુ તેમની પાસે લગભગ છ-સાત મહિનાનો એક બાબો પણ હતો. અમારી સીટ ની બાજુંની ત્રણ વ્યક્તિની સીટ ઉપર એક કપલ અને તેમની લઘભગ ૮ નવ વર્ષની છોકરી બેઠા હતા. ત્યારે ઓડથી બસમાં ચઢેલા કપલ સાથે નાનો છોકરો હોવાથી તેમને ત્રણની સીટમાં પેલી નાની છોકરીને ખોળામાં લઈ લેવા અને પોતાને જગ્યા આપવા આ કપલે બેઠેલા કપલને વિનંતી કરી પરંતુ બેઠેલા કપલે પરિસ્થિતી સમજ્યા વિના પોતે પોતાની જગ્યાએ યથાવત રહેશે તેમ સ્પષ્ટ કહી દીધું પછી પેલું કપલ પોતાના બાળક ને સાચવી ઉભુ રહ્યું .
હું પણ મારી જાતને સમાજ સેવક સમજી બેઠો અને આમ પણ હું “ધારાસભ્ય”ની સીટ પર બેઠો હતો એટલે મે નાનો છોકરો લઈ ઉભેલા પેલા બહેન ને કહ્યું ” માસી લો બેસી જાવ મારી જગ્યા ઉપર” બસ આટલું કહી મે મારી સીટ ખાલી કરી તે માસીએ પણ ફોરમાલીટી કરી ના બકા બેસ તું તારે કાંઈ વાધો નહિ મે ફરી તેમને કહ્યું બે સો કાંઈ વાધો નહી.. પછી તે મારી સીટ પર બેસી ગયા તેમના હસબન્ડે મને થેન્ક્યું કહ્યું આ જોઈ ત્રણની સીટ પર અઢી ટીકીટ લઈને બેઠેલા યુગલે મોઢું મચકોડ્યું ને આંખો બંધ કરી સુઈ ગયા.
થોડી વાર પછી બસની એક સીટ ઉપર “સ્ત્રીઓ માટે”, “વિકલાંગો માટે” અને સ્વાતંત્ર્ય સેનાની માટે તેવા શબ્દો પણ સીટ પાસે લખેલા જોયા.. આ વાક્યો લખવાનો શો અર્થ શું કોઈ ખરેખર સ્ત્રીઓ માટે બસમાં જગ્યા ખાલી કરે ખરું…? શું વિકલાંક કે પછી સ્વતંત્ર્ય સેનાની માટે પણ કોઈ જગ્યા ખાલી કરે ખરું. આવા વાક્યો લખઈ ને તેનો અમલ કરાવવામાં પણ તંત્ર સજાગ થાય અને આવા વાક્યોનો અમલ કરવા પણ જનતા સકારાત્મક અભિગમ દાખવે તો આવકાર દાયક રહેશે. બાકી અઢી ટિકીટ લઈ ત્રણની સીટ ઉપર કબ્જો કરનારા બિન્દાસ બસમાં આરામથી મુસાફરી કરશે ને આખી ટીકીટ લઈ ઉભા ઉભા મુસાફરી કરનારા નિસાસા નાખ્યા કરશે.










Dilip Gajjar said,
October 31, 2009 at 12:15 am
very true..amal kare ke nahi teni tantre pan khaatri karaavvi joye..yatha raaja tatha praja..welcome to leicestergurjari..for my audio gazal