હે.રામ.. ઉમરેઠના એક માત્ર ગાંધી સ્મારકની ઉપેક્ષા…!

ગાંધી સ્મારક-Umreth

ગાંધી સ્મારક-Umreth

 

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સામે ગાંધીજીના મૃત્યુ બાદ તેમની અસ્તીનું ફુલ લાવી એક સ્મારક બનાવવામાં આવ્યુ હતો, જેની નોંધ હાલમાં કોઈ લેતુ નથી ચરોતર સહિત સમગ્ર રાજ્ય કે દેશમાં ગાંધી જયંતિ કે ગાંધીજીની પૂણ્યતિથિના દિવસે લોકો ગાંધીજીના બાવલા કે પછી સ્મારક પાસે જઈ તેમને શ્રધ્ધાજલિ આપતા હોય છે, પરંતુ અમારા ઉમરેઠ ગામમાં કોઈ ગાંધીવાદી રહ્યો નથી કે જે વર્ષમાં બે દાહડા પણ આ ગાંધીજીના સ્મારક પાસે જઈ તેમને યાદ કરે…!

2 Comments

  1. October 15, 2009 at 4:47 pm

    વિવેકભાઈ, આ અધૂરું કાર્ય તમારે કેટલાંક યુવાનોને ભેગાં કરીને પૂરૂ કરવાની અને તેની માવજત કરવાની જરૂર છે, શરૂઆત તમારાથી કરી દો. શુભેચ્છા!

    • October 15, 2009 at 5:09 pm

      ધન્યવાદ,
      તમે કહ્યુ તે મુજબ મેં તો શરુઆત કરી દીધી છે, ગયા વર્ષે અમારા ગામના એક સ્થાનિક કોન્ટ્રાક્ટરને આ અંગે વાત કરી હતી તેઓએ તેમના ખર્ચે આ જગ્યાને કલર કરાવ્યો હતો ને જ્યાં જરુર હોય ત્યાં રેતી કપચીના થાપા મારી પ્લાસટર પણ કરી દીધુ હતુ, ખેર…વાત અહિયાં ગાંધીવાદીઓ કે પછી સરકારી કે સામાજિક સંસ્થાની છે , જ્યાં સુધી ગાંધીવાદી સિનિયર સિટિઝન આ કાર્ય માટે આગળ નહિ આવે ત્યાં સુધી બધુ વ્યર્થ છે.


Post a Comment