અમારા ગામના સળગતા ૧૧ પ્રશ્નો અંગે “મે” મહિનામાં અમારા વિસ્તારના યુવા સંસદ સભ્યશ્રીને લેખિત રજુઆત કરી હતી. ત્રણ મહિના પછી તેમનો પત્ર મળ્યો, ને તેઓએ જણાવ્યુ કે. “તમારા ગામના પડતર પ્રશ્નો અંગે લાગતા વળગતા અધિકારીને જાણ કરી છે” ખેર..દેર સે આયે દુરસ્ત આયે આ પહેલા પણ અમારા ગામના વિવિધ પ્રશ્નો તંત્ર સમક્ષ ઉચ્ચાર્યા હતા કોઈના પેટનું પાણી હાલ્યું ન હતું આ નવા સંસદ સભ્યએ તો જવાબ પણ આપ્યો,(કામ પુરા કરશે કે નહિ રામ જાણે..!) પણ આપણે સકારાત્મક વિચારવાળા એટલે જવાબ આવ્યો તેનાથી સંતુષ્ટ થઈ ગયા, જોઈયે હવે કામ પુરા થાય છે કે નહિ. બાકી તો…કામ નહિ થાય તો આવતી ચૂટણીમાં તેમને પણ જોઈ લઈશું.










પ્રવિણ કે.શ્રીમાળી said,
October 30, 2009 at 4:20 pm
તમારે ચૂંટણી વખતે જ બધાએ ભેગાં થઈને એકમત થઈને જેટલાં ઉમેદવાર તેમનો પ્રચાર કરવા આવે તેટલાં આગળ કાયદેસરનું લખાણ લેવરાવીને જ જે લખાન આપે તેને જ મત આપવાનું ઠરાવીને જ મત આપવો તો જ આ થાય, નહીં તો આવા ઠાલા આશ્વસનો થી ચલાવવું પડશે. અને હા તમારા આ બ્લોગની નવી વિડથ અને ડિઝાઈન મને ખુબજ ગમ્યાં, ખુબ જ સરસ બ્લોગ લાગે છે. તે બદલ અભિનંદન!