મંદિર અને ધાર્મિક સ્થળ

ઉમરેઠ મા આવેલા મદિરો…

સંતરામ મંદિર – ઉમરેઠ
મહત શ્રી-
ગણેશદાસજી મહારાજ
ફોન-(02692)276051

santram mandir - umreth santram mandir – umreth

ઉમરેઠ મા આવેલ સતરામ મદિર નગર મા સેવાકિય પ્રવ્રુતિ કરવામા આવી રહી છે.સતરામ મદિર ધ્વારા સતરામ પદયાત્રી સેવા ટ્રસ્ટ,શ્રી સતરામ ગો-શાળા,શ્રી સતરામ છાત્રાલય,શ્રી સતરામ મદિર સચાલીત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ સહીત અન્ય સેવાકિય સસ્થાઓ નગર મા કાર્યરત કરવામા આવી છે.

સાંઈ મદિર-અને શનીદેવ મદિર-ઉમરેઠ
સંતરામ અંતિમધામ બદ્રીનાથ મહાદેવ સામે,રતનપુરા રોડ ઉપર આવેલ છે શનીદેવ મંદિર હાલમાં ઉમરેઠ નગરમાં અનોખી શ્રધ્ધાનું કેન્દ્ર બની ગયું છે. દર ગુરૂવારે મોતી સંખ્યામાં ભાવિક ભક્તો અહિયા દર્શન કરવા આવે છે અને ધન્યતાનો અનુભવ કરે છે.  મહંતશ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ આ શનીદેવ મંદિર અને સાંઈ મંદિરમાં નિયમીત પુજા પાઠ કરાવે છે. જ્યારે સાંઈ મંદિર ઉમરેઠમાં બિરાજેલ શ્રીજીના દર્શન કરવા નીચેની લીન્ક ક્લિક કરો… http://www.youtube.com/watch?v=QqRpE6aBUvw

——————————————————————————————————-

અ.પુ.સ્વામીનારાયણ મદિર
લાલ દરવાજા
ઉમરેઠ

ap.swaminarayan

ap.swaminarayan

અક્ષરપૂરષોત્તમ સ્વામિનારાયણ મંદિર ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ છે, જ્યાં નિયમિત હરિભક્તો શ્રીજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે.

—————————————————————————–

સ્વામીનારાયણ મદિર-ઉમરેઠ
(વડતાલતાબા)
ઓડ બઝાર
ફોન ન-(૦૨૬૯૨)૨૭૭૫૧૮

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમા આવેલ સ્વામીનારાયણ મદિર અનોખો ઈતિહાસ ધરાવે છે,કહેવાય છે આ મદિર નો દસ્તાવેજ ભગવાન સ્વામિનારાયણએ કર્યો  હતો , મદિરમાં  બિરાજમાન શ્રી ગોપાળનંદ સ્વામીને શ્રધ્ધા સાથે ગોળ ધરાવવામાં આવે તો લોકો ની મનોકામના પુરી થતી હોવાની લોક વાયકા પણ છે.સ્વામીનારાયણ મદિર અગે વધૂ માહીતી માટે નીચેની લિન્ક ક્લિક કરો…
http://www.umrethswaminarayan.com/

————————————————————————————————————–

ગાયત્રી મદિર અને સિકોતર માતાનુ મદિર
એસ.એન.ડી.ટી ગ્રઊન્ડ સામે
ઉમરેઠ

GAYATRI.MANDIR

GAYATRI.MANDIR

ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાન સામે આવેલ ગાયત્રી મંદિર નગરમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. ખાસ કરીને ખેડાવાડ ભ્રાહ્મણ સમાજના લોકોઆ મંદિરમાં વધુ આવતા હોય છે ન એમાતાજીની આરાધના કરતા હોય છે. ગાયત્રી મંદિરમાં ગણેશજી તેમજ હનુમાનજી પણ બિરાજે છે.મદિરની બાજુ માજ સિકોતર માતા નુ મદિર આવેલ છે જેનો હાલમા જિર્નોધ્ધાર કરવામા આવ્યો હતો ,આ સિકોતરમાતાના મદિરમાં નગરના કેટલાક પટેલ સમાજના લોકો પોતાના બાળકોની મુંડન વિધી કરાવતા હોય છે.ઉમરેઠ નગરમાં ગાયત્રી મદિર તેમજ સિકોતરમાતા નુ મદિર અનેરુ ધાર્મિક મહ્ત્વ ધરાવે છે.

————————————————————————————————————-

પગલા મદિર
વડા બજાર -ઉમરેઠ

ઉમરેઠના વડા બજાર વિસ્તારમાં આવેલ પગલા મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટનું છે. જ્યારે ભક્ત બોડાણા રાજારણછોડને દ્વારિકા નગરીથી ડાકોર લાવ્યા હતા ત્યારે અહિયા આરામ કરવા રોકાયા હતા. જેના સાક્ષી સ્વરુપે આજે પણ મંદિરમાં રાજા રણછોડજીના પગલા મંદિરમાં છે અને તેજ કારણથી મંદિરને પગલા મંદિર કહેવાય છે.

————————————————————————————————————–

સાત સ્વરૂપની હવેલી અને મગનલાલજીનું મંદિર

ઉમરેઠની રેટિયા પોળ પાસે આવેલ સાત સ્વરૂપની હવેલી અને મંદિરવાળી પોળ સામે આવેલ મગનલાલજીનું મંદિર વૈષ્ણવ સમાજમાં અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે. અવાર નવાર વૈષ્ણવ સમાજના ગુરૂજીઓ અહિયા પધારતા હોય છે અને તેઓની અમૃતવાણીનો લાભ આપતા હોય છે. આ મંદિરોમાં તમામ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા હોય છે.

————————————————————————————————————–

શ્રી ગિરિરાજ ધામ અને બેઠકજી

Girirajdham

Girirajdham

ઉમરેઠમાં પટેલ વાડી સામે ગિરિરાજધામ આકાર પામી રહ્યો છે, કહેવાય છે ગિરિરાજજીના નિર્માણ પછી અહિયા પરિક્રમા કરવાનો વૈષ્ણવોને લાહ્વો મળશે. હાલમાં ગિરિરાજજીના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે આ ગિરિરાજધામ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય પછી ઉમરેઠ નગરનું ધાર્મિક મહત્વ વધી જશે. ઉમરેઠમાં આકાર પામતા ગિરિરાજજીનો મોડલ વિડિયો જોવા માટે અહિયા ક્લિક કરો.

————————————————————————————————————–

મુળેશ્વર મહાદેવ
સ્ટેસન રોડ
ઉમરેઠ

Mahadev

Mahadev

Ashaadhi

Ashaadhi

ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ મિનળદેવીએ બંધાવ્યું હતુ.કહેવાય છે, મહાદેવ મા એક ચમત્કારી ગોખ છે.જેમા અષાઢ મહિનામા જુદા જુદા ધાન્યો જેવાકે બાજરી,જુવાર,મકાઈ,ઘઊ,ચોખા મુકવામા આવે છે ,આ ધાન્યો ને બીજા દિવસે લોકોની હાજરીમાં તોલવામાં આવે છે. આ ધાન્યમા થતી વધ ગટને અષાઢી કહેવાય છે ,જો અનાજના દાના ઓછા થાય તો જે તે અનાજ નો પાક જે તે વર્ષે ઓછો થાય છે,અને જો અનાજ ના દાના વધે તો જે તે પાક જે તે વર્ષે  વધારે થાય છે, આ અવતારા ઊપર થી ઉમરેઠ પંથકના ખેડુતો તેઓએ કયો પાક કરવો તેનો નક્કી કરે છે.    ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પરિસરમાં શિતળાદેવીનું મંદિર પણ આવેલ છે. જ્યાં શિતળા સાતમના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.
————————————————————————————————————-

સવિતામાસી નુ મદિર

savitamasi

savitamasi

ઉમરેઠના ત્રણ પોળ ખાતે રહેતા સવિતામાસી ૯૬ વર્ષની ઉમરે પણ લાલાની ભક્તી કરે છે,હાલ મા તેઓની તબીયત ખરાબ હોવાને કારણે તેમના ઘરમા બનાવેલ લાલાના મદિરમા નિત્ય સેવા માટે મુખ્યાજી રાખેલ છે જે નિયમીત સવિતામાસીના લાલાની સેવા કરે છે,આ પહેલા સવીતામાસી લાલાની સેવા કરતા હતા, ઉમરેઠમા એવી  માન્યતા છે કે લાલો સ્વયમ સવિતામાસી પાસે વાતો કરે છે.સામાન્ય દિવસોમા સવીતામાસી ગુજરાતીમા વાતો કરે છે જ્યારે લાલા પાસે સવીતામાસી વાતો કરે છે ત્યારે તે વ્રજભાષામા વાત કરતા હોવાનુ લોકો ચર્ચા કરે છે,એક માન્યતા છે કે,પૂ.સવીતામાસીના લાલા પાસે સાચા મનથી કોઈ બાધા રાખવામા આવે તો લાલો તે પુરી કરે છે,જેનો અનુભવ ઉમરેઠના કેટલાય ભક્તો ને થયેલ છે,દર વર્ષે તુલસી વિવાહના દિવસે પુ.માસીના ઘરે થી લાલાનો વરઘોડો નિકાળવામા આવે છે વર્ષનો આ એક માત્ર દિવસ હોય છે કે,જ્યારે લાલો અને માસી બગીમા નગર વિહાર કરે છે,આ સમયે બધા ભક્તો જય કનૈયા લાલ કી ધાથી ઘોડા લાલ કી …ના નાદ થી ગુજવી મુકે છે,કહેવાય છે માસીના લાલાના તુલસી વિવાહમા યજમાન પદે બેસવુ એક લાહ્વો છે,માસીના લાલાના તુલસી વિવાહમા યજમાન પદે બેસવા લોકો રીતસર તલપાપળ થઈ જતા હોય છે.પુ.સવીતામાસી ની તબિયત હાલમા નાદુરસ્ત હોવાને કારણે પથારી વશ છે,જ્યારે થોડા સમય પહેલા પુ.સવીતામાસી ની તબીયત સારી હતી ત્યારે ૯૬ વર્ષની ઉમરે પણ તેઓ ધાર્મિક પુસ્તકો વાચતા હતા,જ્યારે હાલમા તેઓની તબિયત સારી થાય તેની ભક્તો પ્રાથણા કરી રહ્યા છે.
– તા.૨૮.૯.૦૯ ને સોમવાત દશેરાના દિવસે પૂ. સવિતામાસીનું નિધન થયેલ છે.
———————————————————————————————
saifulabawa

સૈફુલ્લાબાવાની દરગાહ->ઉમરેઠમા આવેલ સૈફુલ્લાબાવાની દરગાહ હિન્દુ મુસ્લીમ એકતાનુ પ્રતિક છે.માત્ર મુસ્લીમ બિરાદરો નહિ પણ સૈફુલ્લાબાવા ની દરગાહ ઉપર માથૂ ટેકવા માટે હિન્દુ ભક્તો પણ આવતા હોય એ ,કહેવાય છે સૈફુલ્લાબાવા ની દરગાહ ઉપર શ્રધ્ધાથી ચાદર અને ફુલ ચઢાવવામા આવે તો ભક્તો ની મનોકામના પુર્ણ થાય છે,મુસ્લિમ અને હિન્દુ બિરાદરો દર ગુરુવારે દરગાહમા ચાદર ચઢાવવા આવે છે.

————————————————————————————————————

દાઊદી વોહરાની દરગાહ
બસ સ્ટેસન પાસે
ઉમરેઠ

Daudi Vohara Ni Dargha

Dargha

ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમા આવેલ દાઊદી વોહરા ની દરગાહ વ્હોરા સમાજમા અનેરુ ધાર્મિક મહત્વ ધરાવે છે.જેમ હિન્દુઓ પોતાના પવિત્ર ધામની યાત્રા પર જાય છે અને છેલ્લે ડાકોર ના દર્શણ કરે ત્યારે તેમની ધાર્મિક યાત્રા પુર્ણ કહેવાય છે તેવીજ રીતે વ્હોરા સમાજમા પણ ધાર્મિક યાત્રા આ દરગાહ મા આવ્યા પછી પુર્ણ કહેવાય છે.એટલે ઉમરેઠની આ દરગાહ ઉપર માથુ ટેકવા સમગ્ર ભારતના વ્હોરા કોમના લોકો આવે છે.

——————————————————————————–

વારાહિમાતાજી નુ મદિર
લાલ દરવાજા
ઊમરેઠ

વારાહી માતાજી નો ચમત્કાર….

ઉમરેઠ નુ વારાહી મદિર અનોખો ઈતિહાસ ધરાવે છે,માન્યતા છે કે ઉમરેઠના વારાહિ માતાજિના મદિર મા માતાજિ હાજરાહજુર છે ,અગ્રેજો ના સમય મા  મદિર મા ખરાબ ઈરાદા સાથે ચોર આવ્યા હતા.ચોરો એ મદિર માથી ચોરી કરી મદિર ની બહાર નિકળવા જતા હતા ત્યારે તેમની આખો ની રોશની જતી રહી હતી જ્યારે મદિર ના પુજારી ને વાત ની ખબર પદી ત્યારે તેમને ચોરો ને કહ્યુ કે,તમે માતાજીની માફી માગો માતાજી દયાળૂ છે લે તમને જરુર થી માફ કરસે..અને તમારી આખો તમોને પાછી આપી દેશે..ચોરો એ તુરન્ત મદિરના પુજારી ના કહ્યા મુજબ માતાજી ને માફી માગી …અને માતાજી એ તેમને આખો પરત કરી દિધી …

વારાહિમાતાજી નુ મદિર વારાહિમાતાજી નુ મદિર

વારાહી માતાજીનો જગવિખ્યાત ૧૯ કવચ નો હવન…
નવરાત્રીમા નોમ ના દિવસે વારાહી માતાજીનો હવણ ઉમરેઠ ખાતે યોજય છે,આ હવણ ભારત મા માત્ર ઊમરેઠ અને બનારસ (કાશી) ખાતે યોજાય છે,કહેવાય છે આ હવન મા યજમાન પદે બેસવુ હોય તો અત્યારે નામ નોધાવો તો ૨૫ થી ૩૦ વર્શે યજમાન પદે બેસવાનો વારો આવે છે આ હવન મા મોટી માત્રા મા ઘી,લાકડા અને અન્ય સામગ્રી હોમવા મા આવે છે..હવણ મા ૧૯ કવચ હોમવા મા આવે છે,માન્યતા છે કે આ કવચ હોમવા મા આવે ત્યારે કાળા દોરા ને ગાઠ માર્વા મા આવે અને તે દોરો પહેરવા મા આવે તો જે તે વ્યક્તિ નુ આરોગ્ય સારુ રહે છે.

havan_darshanvarahimata

——————————————————————————————–

ગુરુદત્તાત્રેય મદિર

GURUDATTATRI MANDIR 003_0001

ઉમરેઠના ઓડ બઝાર વિસ્તારમા આવેલ ગુજરતી શાળા પાસે ગુરુદત્તાત્રેય મદિર આવેલ છે,ગુરુદત્તાત્રેય ભગવાન નુ ઉમરેઠમા આ એક માત્ર મદિર છે.

—————————————————————–

5 Comments

  1. PANKAJ SHAH said,

    July 2, 2009 at 12:22 pm

    GOOD !! PLEASE TRY TO WRITE PROPER GUJARATI WORDS.YOUR TRY IS REALLY APPRICIATABLE.IF POSSIBLE,TRY TO UPDATE PHOTOS OF ALL TEMPLES.

    PANKAJ SHAH
    SMILY…

  2. July 8, 2009 at 12:07 am

    Thanks for the Temples and Dargah information of Umareth.
    Now,let us go to Dakor!!!!
    Some time visit our temple of service to mankind in needs at Jagdish Chok, Vastrapu – Amadavad, Gujarat,India.Known as Blind peoples Association.

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  3. DEEPAK M SHAH said,

    July 30, 2009 at 11:08 am

    thanx.I am very much happy to see n know about temples,dargah & their details.
    well done
    thanx again

  4. dilip said,

    October 23, 2009 at 6:17 pm

    this is a nice site for umreth
    v can search each and everythings about umreth
    v were forgotton many place , which r now recall

    very nteresting site , all for umrethian

  5. rajupatel said,

    November 11, 2009 at 2:37 pm

    Hi, umrethwasi kem cho majama haso
    badha ne mara jay shree swaminarayan
    pl. insert a photo grapha’s of all over umreth mandir apdate now
    ok


Post a Comment