
આપણું ઉમરેઠ, મુખ્ય પ્રવેશ-દ્વાર
ઉમરેઠને રાજા ઉમરસિંહએ વસાવ્યું હતુ.આણંદ જીલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગને પહેલાના જમાનામા અમરાવતી તરીકે ઓળખવામા આવતુ હતુ, તેમજ છોટાકાશી અને ચરોતરના ઊંબરા તરીકેનું બહુમાન પણ ઉમરેઠને મળ્યું છે, આજે પણ પત્રકારો અને લેખકો જ્યારે ઉમરેઠનો ઉલ્લેખ કરે છે ત્યારે છોટાકાશી કે પછી ચરોતર નો ઊંબરો તરીકે પણ ઉમરેઠને ઓળખાવે છે,ખાસ કરીને હાલમાં સાડીઓની દુકાનો થી પ્રચલીત થયેલ ઉમરેઠને હાલમા હવે સિલ્ક સિટી તરિકે પણ ઓળખવામા આવે છે.મમરા પૌવાની ફેક્ટરીની સંખ્યા પણ ઉમરેઠમાં મોટા પ્રમાણમા આવેલ છે,ઉમરેઠના બનેલા મમરા પૌવા દેશમાં તેમજ વિદેશમાં પણ જાય છે,કહેવાય છે ઉમરેઠની ધરતીને કેટલાય મહાનુભાવોએ પાવણ કરી છે,જેમા મહાત્મા ગાધીજી,મીરાબાઈ,સુભાષચન્દ્ર બોઝ,બાદશાહ જહાગીર,શંકરાચાર્ય,નો પણ સમાવેશ થાય છે.ઉમરેઠની વિવિધ પોળ અને ફળીયાઓમાં આજે પણ રાજા રજવાડાના સમયના કોતરણી કરેલ મકાનો આજે પણ જોવા મળે છે. ઉમરેઠ પાસે દુર્લભ ઐતિહાસિક વારસો છે,ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ ઐતિહાસીક જાગનાથ મહાદેવ લગભગ ૧૦૫ વર્ષ જુનૂ છે જે ગામના ખડાયતા લોકોએ બધાવ્યું હતુ. ઉમરેઠમા પ્રવેશ કરવા માટે ૬ મુખ્ય દરવાજા આવેલ છે, ઉમરેઠ મુખ્યત્વે ભ્રાહ્મનોનું ગામ કહેવાય છે,ને ઉમરેઠમા તેઓની વસ્તી પણ મુખ્ય છે,ત્યાર પછી વાણિયાની વસ્તી ઉમરેઠમા વધારે છે, પહેલાના સમયમા ચરોતરમા વેપારી મથક તરીકે ઉમરેઠની ઓળખ હતી ત્યારના સમયમા ઉમરેઠને લોકો સોનાની પાંખ તરીખે પણ ઓળખતા હતા,પહેલાના સમયમા ઉમરેઠે માત્ર સારો સમય નહી પણ ખરાબ સમય પણ જોય હતો,ઈ.સ ૧૬૮૭ દુકાળની પરિસ્થીતી પણ ઉમરેઠના લોકોએ જોઈ છે.ઉમરેઠની જ્યુબીલી સ્કુલ તેમજ રેલ્વે સ્ટેશન ૧૦૦ વર્ષ થી પણ જુના છે,ખેડા જીલ્લામા પહેલુ પ્રિન્ટીગ પ્રેસ ઉમરેઠમા બન્યુ હતુ,ઉમરેઠ નગરમા સ્વામિનારાયણ ભગવાન,પણ આવી ગયેલ છે અને ઉમરેઠના ઓડ બઝાર ખાતે આવેલ સ્વામિનારાયણ મદિરનો દસ્તાવેજ પણ ભગવાનના નામે છે.
(સ્ત્રોત- બાજખેડાવાડ સર્વસંગ્રહ)










DILIP said,
October 30, 2009 at 11:32 pm
suggesson:-
pls make references of the famous tower located at pachvati
and
the desi foodies
khaman – gota – samosa- gangaram
chavanu – gota- bhagat
tamtam- laxman
vimto- sardar cold drink
it is true that at that time , there was no any infrastrucuture with them even though they have made umreth vey famous
this is only my suggession .
requsted to include according to ur norms , if found feet